પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહને ફોન કર્યો હતો અને ગઈકાલે માલદીવમાં યોજાયેલી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં એમનાં વિજય બદલ અભિનંદન પાઠવ્યાં હતાં.
પ્રધાનમંત્રીએ શ્રી સોલિહનાં નેતૃત્વમાં માલદીવમાં લોકશાહી, શાંતિ અને સમૃદ્ધિને મજબૂત કરવા માટે શુભેચ્છા પાઠવી હતી.
શ્રી સોલિહે શુભેચ્છાઓ અને અભિનંદન બદલ પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો.
બંને નેતાઓ બંને દેશો વચ્ચે ગાઢ, મૈત્રીપૂર્ણ અને સારા પડોશી સંબંધો વધારે મજબૂત કરવા સંયુક્તપણે કામ કરવા સંમત થયા હતાં.