કચ્છ અને ઉત્તર ગુજરાતમાં નરેન્દ્રભાઇ મોદીની ઝંઝાવાતી ચૂંટણી સભાઓ

ગુજરાતની જનતાને અંધારામાં રાખીને પાકિસ્તાન સાથે સિરક્રીકનો સોદો પાર પાડવાના કેન્દ્રની કોંગ્રેસી સરકારના મલિન મનસુબા સામે મુખ્યમંત્રીશ્રીના આકરા પ્રહાર

પ્રધાનમંત્રીશ્રી, ગોળ ગોળ જવાબ આપવાને બદલે સીધે સીધું કેમ નથી કહેતા કે કોઇ સંજોગોમાં સિરક્રીક પાકિસ્તાનને નહીં આપીએ?

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે સિરક્રીક પાકિસ્તાનને સોંપી દેવાના વર્તમાન કેન્દ્રની કોંગ્રેસ શાસિત સરકારના છૂપા એજન્ડાને ખૂલ્લો પાડતા વડાપ્રધાનશ્રીને ફરી એકવાર પડકાર કર્યો હતો કે ગુજરાતની જનતાને અંધારામાં રાખીને સિરક્રિકનો વ્યૂહાત્મક સીમાવર્તી ક્ષેત્રનો ૯૦૦૦ ચો.કી.મી.નો પ્રદેશ પાકિસ્તાનને આપી દેવાની ભારત સરકારની હિલચાલ હવે ઉઘાડી પડી ગઇ છે. ભારતની સુરક્ષાના મૂદે પ્રધાનમંત્રી કોઇ સમાધાન કરશે તો રાષ્ટ્રીય સલામતી માટે તો સંકટ ખડું થશે જ, પણ ગુજરાત જેવું રાજ્ય જેની સરહદો અને દરિયાઇ સીમા ઉપર પાકિસ્તાનનો સીધો પ્રભાવ પડશે. પ્રધાનમંત્રી ગોળ ગોળ જવાબ આપવાને બદલે સ્પષ્ટ અસંદિગ્ધ મને જાહેર કરતા કેમ નથી કરતા કે સિરક્રીક કોઇ સંજોગોમાં પાકિસ્તાનને નહીં સોંપાય.

શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે કચ્છમાં મૂન્દ્રા અને નખત્રાણા તથા ઉત્તર ગુજરાતના સરહદી બનાસકાંઠામાં ભાભર તથા પાટણ જિલ્લાના સિધ્ધપુરમાં ભાજપાના ઝંઝાવાતી ચૂંટણી પ્રવાસમાં ડો. મનમોહનસિંહને સિરક્રીકનો પાકિસ્તાન સાથે સોદો કરવાના ગંભીર રાષ્ટ્રીય હિતના મૂદે, રાહુલ ગાંધીની આજની પાલનપુર અને ભીલોડાની સભાઓના ભાષણો સામે અને સોનિયા ગાંધીના ગુજરાત વિશેના બદનામીના ઉચ્ચારણોના મૂદે આકરા પ્રહારો કર્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ પ્રધાનમંત્રીશ્રીને પડકારતા કચ્છમાં જણાવ્યું કે મુખ્યમંત્રીશ્રીઓની દિલ્હીમાં એપ્રિલર૦૧રની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદમાં સિરક્રીકને પાકિસ્તાનને સોંપવાની બાબતનો મૂદો ઉઠાવેલો ત્યારે પણ ભારત સરકારે વલણ સ્પષ્ટ નહોતું કર્યું પરંતુ, વડાપ્રધાન જ્યારે પરિષદમાં ગયા ત્યારે અને અજમેર શરીફમાં પાકિસ્તાનનાં વડાપ્રધાન આવ્યા ત્યારે સિરક્રીકની બાબત પાકિસ્તાન સાથે ચર્ચાઇ હતી એવું તેમણે જ જણાવેલું છે. તમે દેશની સુરક્ષાના મૂદે પાકિસ્તાન સાથે સોદો કરી શકો નહીં એમ આક્રોશભર્યો પ્રતિભાવ આપતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

સિધ્ધપુરની ચૂંટણી સભામાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાહુલ બાબાને જણાવ્યું કે જનતાના અવાજની વાતો કરનારા રાહુલબાબાને ખબર હોવી જોઇએ કે નરેન્દ્ર મોદી તો છ કરોડની જનતાની જબાન અને અવાજ છે!

મુખ્યમંત્રીશ્રીએ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના કુટુંબ કબીલાના ગુજરાત ઉપર ઉતરી આવવાની બાબતે વેધક પ્રહારો કરતાં જણાવ્યું કે આ પરિવારને એવી ફાળ પડી છે કે આ નરેન્દ્ર મોદીની ઉપર ગુજરાત આખું ઓળઘોળ કેમ છે? રાહુલ બાબા, હું તો છ કરોડ ગુજરાતીઓની સેવામાં સમર્પિત છું. અમે જનતા સાથે છેતરપીંડી નથી કરતા. અમને સત્તાની ભૂખ નથી. તમે ગુજરાતના સંસ્કારથી જોજનો દૂર છો. તમે પૂછો છો કે ગુજરતમાં પાણી, વીજળી માટે મોદીએ શું કર્યું? અમે તો નર્મદાના પાણી ૯૦૦૦ ગામો અને સવાસો શહેરોને પહોંચાડયા. ઉત્તર ગુજરાતની ચારચાર પેઢીઓ કોંગ્રેસની સરકારોમાં ફલોરાઇડનું દૂષિત પાણી પીતી હતી તેમાંથી અમે મૂકત કરી છે. તમે તો નર્મદા યોજના અટકાવી દેવા કારસા રચ્યા છે. અરે, ગાંધીનગરમાં ફલોરાઇડ પાણીનું સંશોધન કરીને તેને શુધ્ધ કરવાના રિસર્ચ સેન્ટર માટે જમીન આપી, પણ કેન્દ્રની ડો. મનમોહનસિંહ સરકારે આ પ્રોજેકટ અટકાવી દીધો છે. રાહુલ બાબા, તમે અમને વીજળી માટે જવાબદાર ગણાવો છો, પણ ગુજરાત એકલામાં બધાં ૧૮૦૦૦ ગામોમાં ર૪ કલાક વીજળી અમે આપી છે. કોંગ્રેસના રાજમાં સાંજે વાળુ કરવા ટાણે વીજળી નહોતીદેશમાં કયા કોંગ્રેસ શાસિત રાજ્યમાં ર૪ કલાક લોકોને વીજળી મળે છે? તેવો સવાલ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કર્યો હતો.

શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કોંગ્રેસના પરિવારવાદની આકરી ટીકા કરતા જણાવ્યું કે નરેન્દ્ર મોદીના પિતા કોઇ સરપંચ કે પ્રધાનમંત્રી નહોતા! અમે તો જનતા જનાર્દનના પ્રેમમાં ઉછર્યા છીએ. અમારો સીધો નાતો જનતાના સુખદુઃખ સાથે છે. અમને જનતાના અવાજની નહીં, જનતાના દર્દની સંવેદના છે તમે અમને જનતાનો અવાજ શું હોય એના પાઠ ભણાવવા અહી આવ્યા છો એવા વેધક સવાલો મુખ્યમંત્રીશ્રીએ ઉઠાવ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીની આજની સભાઓમાં વિશાળ જનમેદની ઉમટી હતી. ગુજરાતમાં આ ચૂંટણીમાં જનતા એવું ઐતિહાસિક ઊંચુ મતદાન કરશે કે દેશની જનતાને કોંગ્રેસના શાસનમાંથી મૂકત થવા માટેની નવી ઊર્જા આપશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Snacks, Laughter And More, PM Modi's Candid Moments With Indian Workers In Kuwait

Media Coverage

Snacks, Laughter And More, PM Modi's Candid Moments With Indian Workers In Kuwait
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 22 ડિસેમ્બર 2024
December 22, 2024

PM Modi in Kuwait: First Indian PM to Visit in Decades

Citizens Appreciation for PM Modi’s Holistic Transformation of India