પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અબુ ધાબીના રાજકુમાર અને યુએઈ સશસ્ત્ર દળોના નાયબ સુપ્રીમ કમાન્ડર મહામહિમ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ-નાહ્યાન સાથે આજે ટેલિફોન પર વાતચીત કરી હતી.
બંને નેતાઓએ દ્વિપક્ષીય સર્વાંગી સહકારની વધતી મજબૂતી અંગે પારસ્પરિક ખુશી વ્યક્ત કરી હતી. આગળ જતા પણ આ દ્વિપક્ષીય વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત કરવાની પ્રતિબદ્ધતા પર તેમણે ભાર મૂક્યો હતો.
અગાઉ આ મહિને અબુધાબીમાં ઓઆઈસી (Organisation of Islamic Cooperation) વિદેશમંત્રીઓની પરિષદમાં સંબોધન કરવા માટે ગેસ્ટ ઑફ ઓનર તરીકે ભારતને આપવામાં આવેલા આમંત્રણ બદલ તેમણે રાજકુમારનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ઐતિહાસિક સહભાગીતા શાંતિ અને પ્રગતિના સહિયારા લક્ષ્યો સિદ્ધ કરવા માટે યોગદાન આપશે તેવો તેમણે આશાવાદ વ્યક્ત કર્યો હતો.