PM’s statement prior to his departure to Sweden and UK

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વિડન અને યુ.કેની યાત્રા પરનિકળતા પૂર્વે આપેલા વિદાય નિવેદનનોમૂળપાઠ નીચે મુજબ છે.

“હું દ્વિપક્ષીય બેઠકો અને ઇન્ડિયા-નોર્ડિક શિખર સંમેલન તથા 17થી 20 એપ્રિલ, 2018 દરમિયાન આયોજિત કોમનવેલ્થ હેડ્સ ઑફ ગવર્મેન્ટ મીટિંગ માટે સ્વિડન અને યુ.કેની મુલાકાત લઇશ.

હું 17 એપ્રિલનાં રોજ સ્વિડનનાં પ્રધાનમંત્રી સ્ટિફન લોફવેનનાં આમંત્રણ પર સ્વિડનની રાજધાની સ્ટોકહોમ પહોંચીશ. આ સ્વિડનની મારી પ્રથમ મુલાકાત છે. ભારત અને સ્વિડન મૈત્રીપૂર્ણ અને ઉષ્માસભર સંબંધો ધરાવે છે. બંને દેશો વચ્ચેની ભાગીદારી લોકતાંત્રિક મૂલ્યો તથા ખુલ્લા, સર્વસમાવેશક અને નિયમ-આધારિત વૈશ્વિક ક્રમ પ્રત્યે કટિબદ્ધ છે. સ્વિડન આપણી વિકાસલક્ષી પહેલોનોમહત્વપૂર્ણભાગીદાર છે. પ્રધાનમંત્રી લોફવેન અને મને બંને દેશોનાં ટોચનાં વ્યાવસાયિકમહાનુભાવો સાથે ચર્ચા કરવાની તક પણ મળશે. અમે વેપાર અને રોકાણ, નવીનીકરણ, વિજ્ઞાન અને ટેકનોલોજી, કૌશલ્ય વિકાસ, સ્માર્ટ સિટી, સ્વચ્છ ઊર્જા, ડિજિટાઇઝેશન અને સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રીત કરવાની સાથે બંને દેશો વચ્ચે સાથસહકાર વિકસાવવા ભવિષ્યની યોજના પણ તૈયાર કરીશું. હું સ્વિડનનાં રાજા મહામહિમ કિંગ કાર્લ ગુસ્તાફ (સોળમા)ને પણ મળીશ.

ભારત અને સ્વિડન 17 એપ્રિલે સ્ટોકહોમમાં સંયુક્તપણે ઇન્ડિયા-નોર્ડિકશિખર સંમેલન યોજશે, જેમાં ફિનલેન્ડ, નોર્વે, ડેન્માર્ક અને આઇસલેન્ડનાં પ્રધાનમંત્રીઓ પણ સામેલ થશે. નોર્ડિક દેશો પર્યાવરણ માટે લાભદાયક સ્વચ્છ ટેકનોલોજી, પર્યાવરણલક્ષી સમાધાન, બંદરોનું આધુનિકીકરણ, કોલ્ડ-ચેઇન્સ, કૌશલ્ય વિકાસ અને નવીનીકરણમાં ક્ષમતા ધરાવવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધ છે. નોર્ડિક દેશોની ક્ષમતા ભારતમાં પરિવર્તનનો પવન ફૂંકવાનાં અમારાં દ્રષ્ટિકોણને અનુકૂળ છે.

હું 18 એપ્રિલ, 2018નાં રોજ યુ.કેનાં પ્રધાનમંત્રી થેરેસ મેનાં આમંત્રણ પર લંડનની મુલાકાત લઈશ. મેં છેલ્લે નવેમ્બર, 2015માં યુ.કેની મુલાકાત લીધી હતી. ભારત અને યુ.કે મજબૂત ઐતિહાસિક સંબંધો સાથે આધુનિક દ્વિપક્ષીય ગાઢ સંબંધો ધરાવે છે.

લંડનની મારી મુલાકાત બંને દેશો વચ્ચે વધતા દ્વિપક્ષીય સંબંધોમાં નવી ગતિ લાવવા માટે વધુ એક તક પ્રસ્તુત કરે છે. હું સ્વાસ્થ્ય સુવિધા, નવીનીકરણ, ડિજિટાઇઝેશન, ઇલેક્ટ્રિક મોબિલિટી, સ્વચ્છ ઊર્જા અને સાયબર સુરક્ષાનાં ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે સાથ-સહકારનાં સંબંધો વધારવા ધ્યાન કેન્દ્રીત કરીશ. ‘લિવિંગ બ્રીજ’નાવિષય હેઠળ મને જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત લોકોને મળવાની તક પણ પ્રાપ્ત થશે, જેમણે ભારત-યુ.કેનાં સંબંધોને વિવિધ ક્ષેત્રોમાં ગાઢ બનાવ્યાં છે.

હું મહારાણીને પણ મળીશ, બંને દેશોની વિવિધ કંપનીઓનાં સીઇઓને મળીશ, જેઓ આર્થિક ભાગીદારીની નવીકાર્યસૂચી પર કામ કરી રહ્યાં છે, લંડનમાં સેન્ટર ઑફ એક્સલન્સમાં આયુર્વેદ કેન્દ્રનોશુભારંભ કરીશ તથા આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનમાં નવા સભ્ય તરીકે યુ.કેને આવકાર આપીશ. હું 19 અને 20 એપ્રિલનાં રોજ કોમનવેલ્થ હેડ્સ ઑફ ગવર્મેન્ટ મીટિંગમાં પણ સહભાગી થઈશ, જેનાં યજમાનપદે યુ.કે છે, જે માલ્ટા પાસેથી કોમનવેલ્થની નવી ચેર-ઇન-ઓફિસની જવાબદારી લેશે. કોમનવેલ્થ વિશિષ્ટ બહુરાષ્ટ્રીય જૂથ છે, જે તેનાં સભ્ય વિકાસશીલ દેશોને, ખાસ કરીને નાનાં દેશો અને નાનાં-ટાપુ વિકાસશીલ દેશોને ઉપયોગી સહાય પ્રદાન કરવાની સાથે વિકાસલક્ષી મુદ્દાઓ પર મજબૂત આંતરરાષ્ટ્રીય અવાજ પણ ધરાવે છે.

મને ખાતરી છે કે સ્વિડન અને યુ.કેની આ મુલાકાતો બંને દેશો સાથે આપણાં દ્વિપક્ષીય સંબંધોને ગાઢ બનાવવામાં ઉપયોગી બનશે.”

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Mutual fund industry on a high, asset surges Rs 17 trillion in 2024

Media Coverage

Mutual fund industry on a high, asset surges Rs 17 trillion in 2024
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Chief Minister of Andhra Pradesh meets Prime Minister
December 25, 2024

Chief Minister of Andhra Pradesh, Shri N Chandrababu Naidu met Prime Minister, Shri Narendra Modi today in New Delhi.

The Prime Minister's Office posted on X:

"Chief Minister of Andhra Pradesh, Shri @ncbn, met Prime Minister @narendramodi

@AndhraPradeshCM"