પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની નેપાળ યાત્રા પૂર્વે તેમનું પ્રસ્થાન નિવેદન નીચે મુજબ છે.

“નેપાળના પ્રધાનમંત્રી આદરણીય શ્રી કે. પી. શર્મા ઓલીના આમંત્રણ પર હું 11-12 મે 2018ના રોજ નેપાળની મુલાકાત લઈશ.

પ્રધાનમંત્રી તરીકે નેપાળની આ મારી ત્રીજીવારની મુલાકાત હશે. તે ભારતની ઉચ્ચ પ્રાથમિકતાનું દ્યોતક છે અને અંગત રીતે હું નેપાળ સાથેના આપણા વર્ષો જુના, નજીકના અને મૈત્રીપૂર્ણ સંબંધો સાથે જોડાયેલો છું.

ગયા મહીને પ્રધાનમંત્રી ઓલીની ભારતની સત્તાવાર મુલાકાત બાદ થોડા જ સમયમાં મારી આ મુલાકાત યોજાઈ રહી છે. આ પ્રકારની ઉચ્ચ સ્તરીય અને નિયમિત વાતચીત એ ‘સૌનો સાથ સૌનો વિકાસ’ એ ધ્યેયસૂત્રની સાથે સુસંગત અમારી સરકારની ‘પાડોશી પહેલા’ની નીતિ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

છેલ્લા કેટલાક વર્ષમાં આપણે બંને દેશોએ એકસાથે મળીને અનેક દ્વિપક્ષીય જોડાણો અને વિકાસ કાર્યો પુરા કર્યા છે અને આપણા બંને દેશના લોકોના હિત માટે અનેક પરિવર્તનશીલ પહેલોની શરૂઆત કરી છે.

આ યાત્રા દરમિયાન પ્રધાનમંત્રી ઓલી અને મને પારસ્પરિક હિતો અંગેના મુદ્દાઓ અને અનેકવિધ ક્ષેત્રોમાં અમારી સહયોગાત્મક ભાગીદારીમાં પ્રગતિ કરવા અંગે નવી દિલ્હીમાં તાજેતરમાં થયેલ વિસ્તૃત ચર્ચાઓને આગળ વધારવાની તક મળશે.

કાઠમંડુની સાથે જ હું જનકપુર અને મુક્તિનાથની પણ મુલાકાતે જવાનો છું. આ બંને સ્થળો દર વર્ષે મોટી સંખ્યામાં યાત્રાળુઓને આકર્ષે છે. તેઓ ભારત અને નેપાળના લોકો વચ્ચે રહેલા પુરાતન અને મજબુત સાંસ્કૃતિક અને ધાર્મિક સંબંધોના જીવંત સાક્ષી છે.

જ્યારે નેપાળ લોકશાહીના લાભોને મજબૂત કરવાના તથા ઝડપી આર્થિક વૃદ્ધિ અને વિકાસને પ્રાપ્ત કરવાના નવા યુગમાં પ્રવેશ કરી રહ્યું છે, ત્યારે તેવા સમયે ભારત નેપાળ સરકારના ‘સમૃદ્ધ નેપાળ, સુખી નેપાળી’ના ધ્યેયમંત્રનું અમલીકરણ કરવા માટે નેપાળ સરકારનું હંમેશા એક અડગ ભાગીદાર બની રહેશે.

હું નેપાળમાં રાજકીય નેતાઓ અને મિત્રોને મળવા જઈ રહ્યો છું. મને વિશ્વાસ છે કે મારી આ મુલાકાત પારસ્પરિક હિતો, શુભ આશયો અને સમજણના આધાર પર નેપાળ સાથેની લોકમુખી ભાગીદારીને વધુ મજબૂત બનાવશે.”   

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
'India Delivers': UN Climate Chief Simon Stiell Hails India As A 'Solar Superpower'

Media Coverage

'India Delivers': UN Climate Chief Simon Stiell Hails India As A 'Solar Superpower'
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 16 ફેબ્રુઆરી 2025
February 16, 2025

Appreciation for PM Modi’s Steps for Transformative Governance and Administrative Simplification