હર હર મહાદેવ!
બનારસના તમામ લોકોને બનારસના સેવકના પ્રણામ! આ કાર્યક્રમમાં જોડાયેલા તમામ ડૉક્ટર્સ મહાનુભવો, મેડિકલ સ્ટાફ, પેરા મેડિકલ સ્ટાફ, દવાખાનાઓમાં જેઓ સૌથી વધુ મહત્વપૂર્ણ કામ કરે છે, સફાઇ રાખે છે તે આપણાં સાથીઓ, તમામ ભાઈ બહેનો, કોરોના રસી સાથે જોડાયેલ તમામ લોકો, કોરોના રસી પ્રાપ્ત કરનારા તમામ લોકો, હું આપ સૌને અભિનંદન પાઠવું છું. આમ તો આવા સમયે મારે તમારા બધાની વચ્ચે હોવું જોઈતું હતું. પરંતુ કેટલીક એવી જ પરિસ્થિતિઓ થઈ ગઈ કે આપણે વર્ચ્યુઅલી મળવું પડી રહ્યું છે. પરંતુ એ વાત સાચી છે કે કાશીમાં, હું જેટલું પણ કરી શકું, કરવા માટે હંમેશા પ્રયાસ કરતો હોઉ છું.
સાથીઓ,
વર્ષ 2021 ની શરૂઆત ખૂબ જ શુભ સંકલ્પો સાથે થઈ છે. અને કાશી વિષે તો કહેવાય છે કે કાશીના સ્પર્શ માત્રથી શુભતા સીધી સિદ્ધિમાં પરિવર્તિત થઈ જાય છે. આ જ સિદ્ધિનું પરિણામ છે કે આજે દુનિયાનો સૌથી મોટો રસીકરણ કાર્યક્રમ આપણાં દેશમાં ચાલી રહ્યો છે. અને તેના પ્રથમ બે તબક્કાઓમાં 30 કરોડ દેશવાસીઓને રસી આપવામાં આવી રહી છે. આજે દેશમાં એવું વાતાવરણ છે, એવી ઈચ્છા શક્તિ છે કે તૈયારી એવી છે કે દેશના ખૂણે ખૂણા સુધી રસી ઝડપથી પહોંચી રહી છે અને આજે દુનિયાની આ સૌથી મોટી જરૂરિયાતને લઈને ભારત સંપૂર્ણ રીતે આત્મનિર્ભર છે. એટલું જ નહિ, ભારત અનેક દેશોની મદદ પણ કરી રહ્યું છે.
સાથીઓ,
વિતેલા છ વર્ષોમાં બનારસ અને આસપાસના મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રકચરમાં જે મોટું પરિવર્તન આવ્યું છે તેનાથી આખાયે પૂર્વાંચલને કોરોનામાં બહુ મોટી મદદ મળી છે. હવે બનારસ રસી માટે તે જ ઝડપ સાથે આગળ વધી રહ્યું છે. મને જણાવવામાં આવ્યું છે કે પહેલા તબક્કામાં બનારસમાં લગભગ લગભગ 20 હજારથી વધુ આરોગ્ય વ્યવસાયિકોને રસી આપવામાં આવી રહી છે. તેની માટે 15 રસીકરણ કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. હું આ સંપૂર્ણ અભિયાન માટે તમામ ડૉક્ટર્સ, નર્સો અને મેડિકલ સ્ટાફને અભિનંદન પાઠવું છું, યોગીજીની સરકારને અભિનંદન પાઠવું છે, તમામ વિભાગના સાથીઓને અભિનંદન પાઠવું છું.
સાથીઓ,
અહિયાં બનારસમાં તમારો શું અનુભવ છે, રસીકરણમાં કોઈ તકલીફ તો નથી ને, એ બધુ જાણવા માટે જ હું આજે તમારી વચ્ચે આવ્યો છું. આપણે વર્ચ્યુઅલી વાત કરીશું. હું આજે કોઈ ભાષણ કરવા માટે નથી આવ્યો. અને મને લાગે છે કે મારી કાશી અને મારા કાશીના લોકો, તેમના જે પ્રતિભાવો છે તે મને બીજી જગ્યાઓ ઉપર પણ કામમાં આવશે. તમે પોતે રસી લીધી પણ છે અને રસીકરણ અભિયાનમાં લાગેલા પણ છો, એટલે કે દરેક પ્રકારના લોકો છે. અને મને જણાવવામાં આવ્યું છે કે સૌથી પહેલા જેની સાથે મારો સંવાદ કરવાનો મને આજે અવસર મળી રહ્યો છે, કદાચ વારાણસી જિલ્લા મહિલા દવાખાનાના મેટ્રન બહેન પુષ્પાજી કદાચ મારી સાથે વાત કરી રહ્યા છે.
મોદીજી – પુષ્પાજી નમસ્તે.
પુષ્પાજી – પ્રણામ માનનીય પ્રધાનમંત્રીજી ને મારા. મારુ નામ પુષ્પા દેવી છે. હું જિલ્લા મહિલા ચિકિત્સાલયમાં મેટ્રનના પદ પર કાર્યરત છું સર, અને હું એક વર્ષથી મેટ્રનની જવાબદારી સંભાળી રહી છું.
મોદીજી – સારું, આજે સૌથી પહેલા તો હું તમને અભિનંદન આપું છું કારણ કે તમે એ લોકોમાંથી એક છો જેમને પ્રથમ તબક્કામાં રસી મળી છે. એક સમય હતો જ્યારે કોરોનાનું નામ સાંભળતા જ લોકો ડરી જતાં હતા. હવે હું પુષ્પાજી જાણવા માંગુ છું કે તમે શું કહેવા માંગો છો, કે જે દેશ પણ સાંભળી રહ્યો છે આજે તમને, હું પણ સાંભળી રહ્યો છું.
પુષ્પાજી – હું કોરોના રસી માટે સૌથી પહેલા તો અમારા સ્વાસ્થ્ય કર્મચારીઓ તરફથી તમારો ખૂબ ખૂબ આભાર પ્રગટ કરવા માંગુ છું. એટલા માટે કારણ કે સૌથી પહેલા તમારા દ્વારા સ્વાસ્થ્ય વિભાગને પસંદ કરવામાં આવ્યો છે અને પ્રથમ તબક્કામાં 16.01ના રોજ સૌથી પહેલા રસી મને પણ આપવામાં આવી છે. હું રસી મેળવી ચૂકી છું અને હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી માની રહી છું. એટલા માટે સૌભાગ્યશાળી છું કારણ કે મને રસી મળી ગઈ છે અને તેની સાથે સાથે હું સુરક્ષિત અનુભવ કરી રહી છું, મારા સંપૂર્ણ પરિવારને સુરક્ષિત માની રહી છું, સમાજને સુરક્ષિત માની રહી છું. તેની સાથે સાથે સર, હું જે પણ મારો નર્સિંગ સ્ટાફ છે, પેરા મેડિકલ સ્ટાફ છે, હું તે સૌને આ રસી માટે આગ્રહ કરી રહી છું, જણાવી રહી છું કે તેનાથી મને કોઈ પણ આડ અસર નથી થઈ. મને કોઈપણ પ્રકારની તકલીફ નથી થઈ રસી લેવાથી. જે રીતે બીજા ઇન્જેકશન લાગે છે તે જ રીતે આ પણ ઇન્જેકશન લાગ્યું એવો મને અનુભવ થયો છે. એટલા માટે તમે લોકો પણ આગળ આવીને બધા લોકો આ રસી લો કે જેથી કરીને તમે સુરક્ષિત રહી શકો, તમારો પરિવાર સુરક્ષિત રહે અને તમારો સમાજ સુરક્ષિત રહે.
મોદીજી – પુષ્પાજી તમારા જેવા લાખો કરોડો યોદ્ધાઓ અને 130 કરોડ દેશવાસીઓની સફળતા છે, મેઇડ ઇન ઈન્ડિયા વેક્સિન આપણાં સૌની માટે ગર્વની વાત તો છે જ. હવે એ કહો કે જેમ કે તમે કહ્યું, તમને કોઈ તકલીફ નથી પડી, કોઈ મન ઉપર પણ અસર નથી થઈ એટલે કે તમે એકદમ વિશ્વાસ સાથે કોઈને પણ કહી શકો છો કે ભાઈ આ જે પણ કઈં તમે અનુભવ કર્યો તે એકદમ ઉત્તમ અનુભવ છે?
પુષ્પાજી – જી
મોદીજી – બોલો પુષ્પાજી.
પુષ્પાજી – જી સર?
મોદીજી – સંભળાય છે મારી વાત?
પુષ્પાજી – જી સર.
મોદીજી – એવું છે કે જ્યારે તમે કહી રહ્યા છો કે તમને બિલકુલ જે રીતે રૂટિનમાં એક રસી હોય છે તેવો જ અનુભવ થયો છે. કેટલાક લોકોના મનમાં થોડી ચિંતા રહે છે. તો તમે તો મેડિકલ દુનિયા સાથે જોડાયેલા છો અને તમે પોતે પણ લીધી છે. તો જરા લોકોને વિશ્વાસ મળે, એવી કઇંક વાત કહો તમે.
પુષ્પાજી – લોકોને એવો વિશ્વાસ અપાવવાનો છે કે જુઓ આ તમારી માટે ખૂબ જ મહત્વપૂર્ણ રસી છે. અને આપણાં માનનીય પ્રધાનમંત્રી દ્વારા જે નવ મહિનાની અંદર એટલું માનીએ કે રસી ઉપલબ્ધ કરાવી દીધી છે, કે જેના કારણે સૌથી પહેલા ભારતમાં રસી લાગવાની શરૂ થઈ ગઈ છે. અને આ રસી લેવાથી તમે લોકો બિલકુલ સુરક્ષિત રહેશો અને મનમાં કોઈપણ પ્રકારનો ભય તમે લોકો લઈને ના આવો કે રસી લગાવવાથી આપણને કોઈ તેની આડ અસર થશે અથવા આપણને તેનું કોઈ નુકસાન થશે. એટલા માટે બધાએ રસી લેવી જોઈએ અને પોતાના મનમાંથી ભય દૂર કરી દેવો જોઈએ અને રસી લેવાની છે.
મોદીજી – ચાલો પુષ્પાજી, તમે બહુ સાચું કહ્યું. કોઈપણ રસી બનાવવા પાછળ આપણાં વૈજ્ઞાનિકોની સખત મહેનત હોય છે અને તેની એક આખી વૈજ્ઞાનિક પ્રક્રિયા હોય છે. અને તમે સાંભળ્યું જ હશે, શરૂઆતમાં મારી ઉપર બહુ દબાણ આવતું હતું રસી જલ્દી કેમ નથી આવી રહી?રસી ક્યારે આપશો? રાજનીતિમાં તો આ બાજુની પણ વાત થાય છે, પેલી બાજુની પણ વાત થાય છે તો હું એક જ જવાબ આપતો હતો કે ભાઈ વૈજ્ઞાનિકો જે કહેશે તે જ આપણે તો કરીશું. આ આપણાં જેવા રાજકીય લોકોનું કામ નથી કે આપણે નક્કી કરીએ. અને જેવા આપણાં બધા વૈજ્ઞાનિકો અને તેમની પ્રક્રિયા પૂરી થઈને આવી ગઈ તો પછી અમે કહ્યું કે ચલો ભાઈ હવે શરૂઆત ક્યાંથી કરીએ? તો અમે સૌથી પહેલા તે લોકો વિષે વિચાર્યું કે જેમને રોજબરોજ દર્દીઓ સાથે જ કામ પડે છે. જો તેઓ સુરક્ષિત થઈ જાય છે, તેઓ સલામત થઈ જાય છે તો સમાજના બાકી લોકોની ચિંતા નથી રહેતી. અને આટલા લાંબા સમયની મુશ્કેલ પ્રક્રિયાઓ અને વૈજ્ઞાનિક તપાસ પછી હવે જ્યારે રસી આવી ગઈ છે તો સૌથી પહેલા હું તમામ સ્વાસ્થ્ય જગત સાથે જોડાયેલા લોકો જેમને અમે પ્રાથમિકતા આપી છે; કેટલાક લોકો મારાથી નારાજ પણ થઈ રહ્યા છે કે સાહેબ અમારી માટે પણ જલ્દીથી શરૂ કરો; પરંતુ મારુ માનવાનું છે કે સૌથી પહેલા તમારા લોકોનું કામ થાય અને જેટલું ઝડપથી થઈ જાય એટલી ચિંતા કરીએ અને તેને આગળ વધારીએ. કેટલાય તબક્કાઓમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે રસીની કોઈ મોટી આડ અસર નથી, ત્યારે પાસ કરવામાં આવી છે. એટલા માટે દેશવાસી પોતાના વૈજ્ઞાનિકો પર અને ડૉક્ટર્સ પર ભરોસો કરે અને તમારા જેવા મેડિકલ ફેકલ્ટીના લોકો જ્યારે કહે છે ત્યારે લોકોનો વિશ્વાસ વધે છે. પુષ્પાજી તમને ખૂબ ખૂબ અભિનંદન. તમે સ્વસ્થ રહો અને સેવા પણ કરતાં રહો.
મોદીજી – રાનીજી નમસ્તે!
રાની કુંવર શ્રીવાસ્તવ – નમસ્તે સર! માનનીય પ્રધાનમંત્રીજીને હું સમસ્ત કાશિવાસીઓ તરફથી કોટિ કોટિ પ્રણામ કરું છું. સર, મારુ નામ રાની કુંવર શ્રીવાસ્તવ છે. હું ડિસ્ટ્રિક્ટ વુમન હોસ્પિટલમાં એએનએમના પદ પર છ વર્ષથી કાર્યરત છું.
મોદીજી – અત્યાર સુધી કેટલી રસી આપી છે તમે આખા છ વર્ષમાં? એક દિવસમાં કેટલી આપતા હોવ છો?
રાની કુંવર શ્રીવાસ્તવ – સર, એક દિવસમાં અમે લગભગ સો ઇન્જેકશન લગાવીએ છીએ, 100 રસી લોકોને આપીએ છીએ.
મોદીજી – તો અત્યાર સુધી જે તમારા બધા રેકોર્ડ છે તે આ રસીના સમયે બ્રેક થવા જઈ રહ્યા છે. કારણ કે હવે તમારે એટલા લોકોને ઇન્જેકશન આપવું પડશે કદાચ કે આ બધા રેકોર્ડ તૂટી જશે.
રાની કુંવર શ્રીવાસ્તવ – સર, મને એ વાતની ઘણી ખુશી છે, હું મારી જાતને ખૂબ જ સૌભાગ્યશાળી સમજી રહી છું કે મને કોવિડ 19 જેવી ભયાનક બીમારીની રસી આપવાનો અવસર મળી રહ્યો છે. તેની માટે હું મારી જાતને ખૂબ ખૂબ નસીબદાર માનું છું.
મોદીજી – તો લોકો પણ તો તમને આશીર્વાદ આપતા હશે ને?
રાની કુંવર શ્રીવાસ્તવ – જી સર, ખૂબ ખૂબ આશીર્વાદ મળે છે. મારી સાથે સાથે સર લોકો સૌથી વધારે તમને આશીર્વાદ આપે છે કે આટલી જલ્દી દસ મહિનાની અંદર કોરોનાની રસી તમે લોન્ચ કરાવી દીધી અને તે લોકોને મળવા પણ લાગી છે.
મોદીજી – જુઓ, તેનો હકદાર હું નથી. એક તો પહેલા તમે હકદાર છો કારણ કે આટલી ચિંતા, અનિશ્ચિતતા, શું થશે, ક્યાંક ઘરે તો આપણે કોરોનાને લઈને નહિ જતાં રહીએ ને? તેની વચ્ચે પણ તમે લોકોએ હિંમત સાથે કામ કર્યું છે, લાગેલા રહ્યા છો, ગરીબોની સેવા કરી. બીજા છે આપણાં વૈજ્ઞાનિકો. જેઓ એકદમ વિશ્વાસ સાથે, એક અજાણ્યો દુશ્મન હતો આ કોરોના, ખબર નહોતી શું છે, કેવો છે; તે લેબોરેટરીમાં તેનો પીછો કરતાં રહ્યા, કરતાં રહ્યા, કરતાં રહ્યા અને તેમણે આ દિવસ રાત મહેનત કરીને; અને વૈજ્ઞાનિક તો આજે આધુનિક ઋષિ છે. તે બધાએ જે કામ કર્યું, ત્યારે જઈને આ થયું છે. એટલા માટે તેની ક્રેડિટ મને નથી જતી, તમને બધાને જાય છે. ચાલો, મને સારું લાગ્યું અને તમે ખૂબ વિશ્વાસ સાથે કહી રહ્યા છો. લોકોનો વિશ્વાસ વધારો, કામને આગળ વધારો. મારી રાનીજીને ખૂબ શુભકામનાઓ છે. આભાર!
રાની કુંવર શ્રીવાસ્તવ – આભાર સર, નમસ્કાર.
મોદીજી – નમસ્કાર ડૉક્ટર.
ડૉ. વી. શુક્લા – પ્રણામ સર. હું ડૉ. વી શુક્લા મુખ્ય ચીકીત્સા અધિક્ષક પંડિત દીનદયાળ ઉપાધ્યાય વારાણસીથી સ્વયં અને મારા ચિકિત્સાલય પરિવાર તરફથી માનનીય પ્રધાનમંત્રીજીને સાદર પ્રણામ કરું છું.
મોદીજી – હા શુકલાજી, શું અનુભવ આવી રહ્યો છે જરા જણાવો, આપણાં કાશિવાસીઓ સુખી છે?
ડૉ. વી શુક્લા – સર બહુ જ સુખી છે. બધા જ લોકોમાં ઘણો ઉત્સાહ છે. આટલા ઓછા સમયમાં આપણે લોકો એક વિકાસશીલ દેશ હોવા છતાં પણ વિકસિત દેશોની સરખામણીએ તેમના કરતાં પણ રસીની બાબતમાં આગળ નીકળી ગયા છીએ. અમારા ચિકિત્સક સમુદાય અને સ્વાસ્થ્યકર્મીઓ તો હજી વધારે ગૌરવાન્વિત થયા છે કે તમે સૌથી પહેલા તેમને આ રસી માટે પસંદ કર્યા છે. તેની માટે અમે લોકો ગૌરવાન્વિત છીએ અને તમારો આભાર પ્રગટ કરીએ છીએ.
મોદીજી – આ હું તમારો ખૂબ આભારી છું, પરંતુ ખરેખર તમે લોકોએ અદભૂત કામ કર્યું છે. આટલા મોટા સંકટમાંથી દેશને બચાવવા માટે કોરોના યોદ્ધાઓ તેમની બહુ મોટી ભૂમિકા છે અને આ હું વારે વારે બોલી રહ્યો છું. હા શુક્લાજી, બોલો.
ડૉ. વી શુક્લા – સર આટલા મોટા સ્વાસ્થ્ય વિભાગને તમે જે વિશ્વાસ અપાવ્યો છે કે સૌથી પહેલા આ લોકોને રસી આપવાની છે તેનાથી અમારા લોકોમાં એક ઉત્સાહનો સંચાર થયો અને બમણા જોરથી અમે લોકો અમારા કામમાં લાગી ગયા છીએ અને લોકોમાં એ પણ સંદેશ જઈ રહ્યો છે કે જ્યારે આપણાં પ્રધાનમંત્રી પોતે જે લોકો આ બીમારીથી અથવા તો એમ કહો કે દરેક બીમારી સામે જે લોકો લાગેલા છે, આ બીમારી સામે લાગેલા જન સમુદાયને બચાવવામાં લાગેલા છે, જો પ્રધાનમંત્રી અને વૈજ્ઞાનિકોએ આ લોકોને પસંદ કર્યા છે કે સૌથી પહેલા આ લોકોનું રસીકરણ થશે. તેનો અર્થ પોતાની જાતમાં જ સિદ્ધ થાય છે કે આ રસી સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.
મોદીજી – જુઓ આ તો અમારી ઉપર ઈશ્વરની કૃપા રહી છે કે અમે છેલ્લા ચાર પાંચ વર્ષથી જે સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યા છીએ, પીવાના શુદ્ધ પાણીનું અભિયાન ચલાવી રહ્યા છીએ, શૌચાલયનું અભિયાન ચલાવી રહ્યા છીએ, આ વસ્તુઓના કારણે આપણાં દેશના ગરીબમાં ગરીબ વ્યક્તિમાં પણ આ બીમારી સામે લડવાની તાકાત ઉત્પન્ન થઈ છે. આ વસ્તુઓનો આપણને અપ્રત્યક્ષ રીતે લાભ પણ મળી ગયો કે આપણાં દેશનો ગરીબ નાગરિક પણ, ઉંમરલાયક નાગરિક પણ આ કોરોના વિરુદ્ધ લડાઈ લડવામાં શક્તિશાળી રહ્યો. તેના કારણે આપણે ત્યાં મૃત્યુ દર બહુ ઓછો થઈ ગયો છે. તો સ્વચ્છતા હોય, શૌચાલય હોય, પાણી હોય, આ બધી જ વસ્તુઓએ બહુ મોટી મદદ કરી છે. શુકલાજી તમે તો લીડર છો, તમારી સાથે બહુ મોટી ટીમ કામ કરી રહી છે. જુદા જુદા સ્તરના લોકો કામ કરી રહ્યા છે. કુલ મિલાવીને બધાનો વિશ્વાસ કેવો છે? બધા સથીઓનો વિશ્વાસ કેવો છે?
ડૉ. વી. શુક્લા – જી સારો છે. બધા લોકો સંપૂર્ણ રીતે સંતુષ્ટ છે. કોઈને પણ કોઈપણ પ્રકારનો ભય નથી. રસીકરણની શરૂઆત થયા પહેલા પણ અમે લોકોએ આ બાબત ઉપર વિસ્તારથી સામૂહિક ચર્ચા કરી અને સૌના મનમાં એવો ભાવ આવ્યો હતો કે બધા લોકો બહાર નીકળે, સમાજને એ જણાવે કે એક સામાન્ય રસીકરણ કે જે ઘણા વર્ષોથી થતું આવ્યું છે તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક નાની અમથી થોડી ઘણી નાનકડી અસર જેવી કે સામાન્ય તાવ કે દુખાવો, શરદી ખાંસી, તે એક સામાન્ય વાત છે, આ થવું કોઈ બહુ મોટી વાત નથી. અને આ રસી પછી આ વસ્તુઓ પણ આવી શકે છે, અમને લોકોને પણ આવી શકે છે, એટલા માટે તેનાથી ગભરાવાની કોઈ જરૂર નથી. તેમ્ છતાં જો કોઈના મનમાં કઈં પણ શંકા હોય તેને દૂર કરવા માટે અમે તે દિવસે સૌપ્રથમ પહેલી રસી અમે અમારા કેન્દ્ર પર લગાડાવડાવી અને તે દિવસે અમારે ત્યાં 82 ટકા રસીકરણ થયું. અને લોકોમાં તેનાથી ઘણો આત્મવિશ્વાસ વધ્યો અને બધા લોકો આગળ આવીને તેનો પ્રચાર કરી રહ્યા છે.
મોદીજી – જુઓ, અમે જો દુનિયાને ભલે કઈં પણ કહીશું કે ચિંતા ના કરો, રસી લગાવી લો, તેના બદલે તમારા લોકોનો એક શબ્દ પણ, મેડિકલ વ્યવસાય સાથે જોડાયેલ એક વ્યક્તિ પણ જ્યારે આવું કહે છે તો દર્દીને બહુ મોટો ભરોસો વધી જાય છે. નાગરિકનો પણ ભરોસો વધી જાય છે. અને એટલા માટે તમને પણ લોકો જાત જાતના સવાલો પૂછતાં હશે, તમારું માથું ખાઇ જતાં હશે, તો કઈ રીતે હેન્ડલ કરો છો તમે એ લોકોને?
ડૉ વિ શુક્લા – સાહેબ નાની મોટી અસરો દરેક રસી પછી આવે છે, એવું અમે લોકોને સમજાવીએ છીએ. હવે જે લોકો હમણાં સુધી ગઇકાલ સુધી આપણાં દેશમાં 10 લાખ લોકોનું રસીકરણ થઈ ચૂક્યું છે અને તેમાં બહુ ઓછી સંખ્યામાં લોકો આવ્યા છે કે જેમને મામૂલી સ્તરની પણ અસર થઈ હોય. અમે લોકોએ જેટલા લોકોનું અહિયાં આગળ રસીકરણ કર્યું છે, તે રસીકરણ પછી કારણ કે અડધો કલાક અહિયાં આગળ બેસવાનું હતું, તે પછી બધા લોકો પોત-પોતાના કાર્યોમાં ફરી લાગી ગયા. અમારે ત્યાં આગળ સફાઇ કામદારો પણ રસીકરણ કર્યા બાદ તરત સફાઇ કરવામાં લાગી ગયા. અમે લોકો પણ અમારા બધા કામોમાં લાગી ગયા. હવે ગંભીર રીતે જે દર્દીઓ છે, હ્રદય રોગના દર્દીઓ છે, શ્વાસની તકલીફવાળા દર્દીઓ છે, રસીકરણ તેમને પણ લાગવાનું છે તો તેમની સાથે જો કોઈને પોતાની સ્વાભાવિક રૂપે જો કોઈ મોટી દુર્ઘટના થઈ જાય છે, કરોડોમાં એકાદ લોકોની સાથે તો તેને રસીકરણ સાથે ના જોડવી જોઈએ. આ એક સામાન્ય પ્રક્રિયા છે અને કોઈપણ રીતે આ રસીકરણ કોઈપણ વ્યક્તિને અમરત્વ પ્રદાન નથી કરતું તો તે બાબતને રસીકરણ સાથે જોડવી એ ખોટું છે. આ એકદમ સુરક્ષિત છે તેનાથી મોટો પ્રાયોગિક અહેવાલ દુનિયામાં બીજે ક્યાંય આવી શકે તેમ્ નથી જેટલો અહિયાં આપણાં દેશમાં થઈ ગયો. દસ લાખ લોકો રસીકરણ કરાવીને એકદમ સુરક્ષિત છે. તે આપણી માટે ખૂબ જ સૌભાગ્યની વાત છે અને તેનાથી આપણે વિશ્વમાં એક સંદેશ આપીશું કે આટલું મોટું રસીકરણ આ બીમારી વિરુદ્ધ ભારત વર્ષ સિવાય કોઈ અન્ય દેશમાં અત્યાર સુધી નથી થઈ શક્યું.
મોદીજી – ચાલો શુક્લાજી, તમારો આત્મવિશ્વાસ આટલો જબરદસ્ત છે અને તમારું નેતૃત્વ આટલું જબરદસ્ત છે અને જેમ કે તમે આટલી મોટી સંખ્યામાં તમારા દવાખાનામાં બધાનું રસીકરણ કરાવી દીધું છે તો હું તમામ દવાખાનાઓને આગ્રહ કરું છું કે તમે પણ નક્કી કરો કે તમારે ત્યાં 100 ટકાનું કામ કેટલું જલ્દી પૂરું થઈ શકે તેમ છે. સ્પર્ધા ચલાવો, વાતાવરણ બનાવો કે ભાઈ અમારા દવાખાનામાં 100 ટકા થાય, તો શું થશે, તે જે આગળનો રાઉન્ડ છે તે આપણે ઝડપથી ચાલુ કરી શકીએ તેમ છીએ. અને જે 50 કરતાં ઉપરના લોકો છે તેની ઉપર આપણે તરત જ કામ શરૂ કરાવી શકીએ તેમ છીએ. તો જેમ કે તમે આટલું મોટું નેતૃત્વ લઈને આટલી મોટી સંખ્યામાં રસીકરણ કરાવી દીધું, તો તમે અભિનંદનના અધિકારી છો. પરંતુ તમારી પાસેથી પ્રેરણા લઈને બાકી લોકો પણ પોત-પોતાના ઇન્સ્ટિટ્યૂટમાં, પોતાના દવાખાનાઓમાં જેટલું વધારે આપણાં આ જે આગળની હરોળના યોદ્ધાઓ છે, તેમને મદદ કરીશું તો સારું થશે. શુકલાજી તમને, તમારી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, આભાર.
મોદીજી – રમેશજી નમસ્તે.
રમેશ ચંદ રાય – પ્રણામ સર. હું માનનીય પ્રધાનમંત્રીજી ને સાદર પ્રણામ કરું છું. હું રમેશ ચંદ રાય સિનિયર લેબ ટેક્નિશિયન, પંડિત દિન દયાળ ઉપાધ્યાય રાજકીય ચિકિત્સાલયમાં કાર્યરત છું.
મોદીજી – તમે રસી લઈ લીધી?
રમેશ ચંદ રાય – જી સર. એ તો મારુ સૌભાગ્ય છે કે પ્રથમ તબક્કામાં જ અમને રસી લેવાનો મોકો મળી ગયો.
મોદીજી – ચાલો સરસ! તો હવે બાકી લોકોનો વિશ્વાસ પણ વધી ગયો હશે. જ્યારે એક ટેક્નિશિયન ફિલ્ડના ટોચના વ્યક્તિ લઈ લે છે તો બાકીઓનો વિશ્વાસ આપોઆપ વધી જાય છે.
રમેશ ચંદ રાય – બિલકુલ સાચી વાત સર. અમે લોકો તો બધાને એવું જ કહીએ છીએ કે ભાઈ તમે પહેલા ડોઝ લગાવી લીધો છે અને બીજો પણ લગાવવા માટે તૈયાર રહો. પોતાની જાતને સુરક્ષિત રાખો, તમારા પરિવારને સુરક્ષિત રાખો, સમાજને સુરક્ષિત રાખો અને દેશને પણ સુરક્ષિત રાખો સર.
મોદજી – તમે વિશ્વાસ સાથે આગળ વધારી દીધા. હવે તમારી આખી ટીમમાં કેવી અસર જોવા મળી છે, તેમાં વિશ્વાસ વધ્યો છે ખરો?
રમેશ ચંદ રાય – સર એકદમ! ઉત્સાહ સાથે લોકો આવીને સર પહેલા તબક્કામાં તો 81 લોકોએ આવીને જે રસી લગાડાવડાવી. 19 લોકો કદાચ ક્યાંક બહાર ગયા હતા કોઈ કારણ સર. આજે પણ રસીકરણ અમારે ત્યાં સંપૂર્ણ રીતે ચાલી રહ્યું છે સર.
મોદીજી – ચાલો રમેશજી, મારી તમને ખૂબ ખૂબ શુભકામનાઓ છે, તમારી આખી ટીમને પણ ખૂબ શુભકામનાઓ છે. ખૂબ ખૂબ આભાર તમારો.
મોદીજી – શૃંખલાજી નમસ્તે!
શૃંખલા ચૌહાણ – સર, હું શૃંખલા ચૌહાણ મારા તરફથી સર આપને કોટિ કોટિ પ્રણામ. સર સીએસસી હાથી બજાર, પીએસસી સેવાપૂરી, એસડબલ્યુસી વર્ગો એએનએમના પદ પર કાર્ય કરી રહી છું.
મોદીજી – સૌથી પહેલા તો તમને મારો ખૂબ ખૂબ આભાર. કારણ કે ખરેખર સેવાપૂરીમાં સેવા કરીને તમે સેવાપૂરીનું નામ પણ સાર્થક કરી રહ્યા છો અને તમારા પરિવારનું નામ પણ સાર્થક કરી રહ્યા છો. આ સેવા બહુ મોટી કરી રહ્યા છો તમે. અને આવા સંકટના સમયમાં તમે જ્યારે સેવા કરો છો તો તે અમૂલ્ય હોય છે જેનો કોઈ હિસાબ કિતાબ લગાવી શકાય તેમ નથી હોતો. અને દુનિયાનો આ સૌથી મોટો રસીકરણ કાર્યક્રમ તમારા જેવા લોકો દ્વારા જ ચલાવવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી તમને કેટલા લોકોને રસી લગાવી દેવામાં આવી છે? તમે એક દિવસમાં કેટલા લોકોને રસી લગાવો છો?
શૃંખલા ચૌહાણ – સર, સૌથી પહેલા તો પ્રથમ તબક્કામાં 16 જાન્યુઆરી 2021ના રોજ મેં કોવિ શિલ્ડનો પહેલો ડોઝ જાતે લગાવ્યો અને તે દિવસે વેકસીનેટર તરીકે 87 લોકોનું રસીકરણ પણ કર્યું.
મોદીજી – અચ્છા, તમે જે દિવસે લગાવી, તે દિવસે તમે આટલું કામ પણ કર્યું?
શૃંખલા ચૌહાણ – હા સર.
મોદીજી – આર વાહ! અરે આટલા બધા, 87 લોકોને એટલે કે કોઈ નાનો મોટો આંકડો નથી. તો તે બધા તમને આશીર્વાદ આપતા હશે?
શૃંખલા ચૌહાણ – હા સર. સર અમે છેલ્લે જે લોકો તે વખતે ફરજ પર હતા તો તે બધા લોકોને લગાવ્યા બાદ અમે પણ રસી લીધી હતી.
મોદીજી – સરસ! ચલો મારી તમને પણ ખૂબ શુભકામનાઓ છે. અને મને વિશ્વાસ છે કે તમારા બધાની મહેનત વડે ખૂબ ટૂંક સમયમાં એક વાર ફરી આપ લોકો સુરક્ષિત થઈ જશો તો સમાજના બાકી તબક્કાના લોકોને પણ તમે આરામથી રસી આપવાનું કામ આગળ વધારશો. આજે તમારા બધાની સાથે મને વાત કરવાનો મોકો મળ્યો. મારા મનને સંતોષ થયો કે હું આ રસીકરણના કામમાં પણ મારા કાશિવાસીઓને મળી શક્યો, તેમની સાથે વાત કરી શક્યો, અને ખાસ કરીને મેડિકલ બંધુતાના લોકો છે કે જેઓ ખરેખર આ કામમાં નેતૃત્વ કરી રહ્યા છે, તેમના દર્શન કરવાનો અવસર મળ્યો, તેમની સાથે વાત કરવાનો મોકો મળ્યો. તો મારી માટે પણ એક સૌભાગ્યની ક્ષણ છે. હું ફરી એકવાર કાશિવાસીઓને આગ્રહ કરીશ કે પહેલા રાઉન્ડમાં જેમનું રસિકરણનું કામ ચાલી રહ્યું છે તેઓ જલ્દીથી જલ્દી સોએ સો ટકા લઈ લે અને પછી આપણે બીજા તબક્કામાં જઈએ જેથી બાકી નાગરિકોને કે જેઓ 50 થી વધુની ઉંમરના લોકો છે, તેમને પણ મોકો મળી જાય અને આપણે ઝડપથી એક કાશીના સેવક તરીકે હું જરૂરથી કહેવા માંગીશ કે ખૂબ ટૂંક સમયમાં આપણે કાશીમાં આ કામને પૂરું કરીશું.
મારી આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ.
આભાર.