પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ થાઇલેન્ડનાં પ્રવાસે જતા અગાઉ તેમણે આપેલા વક્તવ્યનો મૂળ પાઠ નીચે મુજબ છે.
“હું 3 નવેમ્બરનાં રોજ 16મા આસિયાન-ભારત શિખર સંમેલન અને 4 નવેમ્બરનાં રોજ 14માં ઇસ્ટ એશિયા શિખર સંમેલન અને રાષ્ટ્રો વચ્ચે ચર્ચાવિચારણા માટે ત્રીજી રિજનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ (આરસીઇપી) શિખર સંમેલનમાં ભાગ લેવા માટે બેંગકોકની યાત્રા કરીશ.
આસિયાન સાથે સંબંધિત શિખર સંમેલનો આપણી રાજકીય નીતિનું અભિન્ન અંગ છે અને અમારી એક્ટ-ઇસ્ટ પોલિસીનું મહત્વપૂર્ણ પાસું છે.
આસિયાનની સાથે આપણી ભાગીદારી સંપર્ક, ક્ષમતા નિર્માણ, વાણિજ્ય અને સંસ્કૃતિનાં મુખ્ય સ્તંભોનાં માધ્યમથી મજબૂત છે. આપણે જાન્યુઆરી, 2018માં નવી દિલ્હીમાં એક વિશેષ સ્મારક શિખર સંમેલન દરમિયાન આસિયાનની સાથે પોતાની ભાગીદારીની 25મી વર્ષગાંઠની ઉજવણી કરી હતી. આ દરમિયાન આપણા પ્રજાસત્તાક દિવસ પ્રસંગે આસિયાનનાં તમામ દસ સભ્ય દેશોનાં નેતાઓને મુખ્ય અતિથિ તરીકે સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
હું આસિયાન ભાગીદારોની સાથે પોતાની સહયોગી કામગીરી ઉપરાંત આસિયાન અને આસિયાનનાં નેતૃત્વ કરતાં તંત્રને મજબૂત કરવામાં (દરિયાઈ, જમીન, વાયુ, ડિજિટલ અને લોકોનો લોકો સાથે) સંપર્ક વધારવા તેમજ આર્થિક ભાગીદારીને વધારે ગાઢ બનાવવા તથા દરિયાઈ સાથસહકારનો વિસ્તાર કરવા સાથે સંબંધિત યોજનાઓની પણ સમીક્ષા કરીશ.
અત્યારે ઇસ્ટ એશિયા સમિટ (ઈએએસ) પ્રાદેશિક સહયોગની સ્થાપના કરવા માટેનું એક મુખ્ય પાસું છે. આ નેતાઓનું નેતૃત્વ કરનાર અગ્રણી માળખાગત સુવિધા સ્વરૂપે આસિયાન પર કેન્દ્રિત છે અને એમાં ક્ષેત્રનાં મુખ્ય દેશોનાં સભ્ય અથવા એની સાથે સંબંધિત મહત્વપૂર્ણ હિત સામેલ છે. અમે ઇએએસનાં એજન્ડાનાં મહત્વપૂર્ણ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ તથા પોતાનાં વર્તમાન કાર્યક્રમ અને યોજનાઓની સ્થિતિની સમીક્ષા કરીશું. હું આપણી ઇન્ડો-પેસિફિક સ્ટ્રેટેજી પર પણ ધ્યાન કેન્દ્રિત કરીશ. આ વિષયમાં ઈએએસ દરમિયાન આસિયાન ભાગીદારો અને અન્ય લોકોની સાથે અમારી મજબૂત સમાનતા જોઈને મને પ્રસન્નતાનો અનુભવ થઈ રહ્યો છે.
આરસીઈપી શિખર સંમેલન દરમિયાન અમે આરસીઇપી ચર્ચામાં પ્રગતિની સમીક્ષા કરીશું. અમે આ શિખર સંમેલન દરમિયાન માલ, સેવાઓ અને રોકાણોમાં ભારતની ચિંતાઓ અને વેપારી હિતો સહિત તમામ મુદ્દો પર ચર્ચાવિચારણા કરીશું.
આસિયાનનાં અધ્યક્ષ તરીકે થાઇલેન્ડનાં પ્રધાનમંત્રી દ્વારા સાતત્યતા પર 4 નવેમ્બરનાં રોજ આયોજિત નેતાઓ માટે એક વિશેષ ભોજન સમારંભમાં પણ હું સામેલ થઈશ.
હું 2 નવેમ્બરનાં રોજ થાઇલેન્ડમાં ભારતીય સમુદાય દ્વારા આયોજિત એક સ્વાગત સમારંભમાં પણ સહભાગી બનીશ. થાઇલેન્ડમાં હું ભારતીય મૂળનાં લોકો અને પ્રવાસી ભારતીયોને થાઇલેન્ડની સાથે ભારતનાં ગાઢ સંબંધોમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે."