હું તા. 22 થી 26 ઓગસ્ટ, 2019 દરમિયાન ફ્રાન્સ, યુએઈ અને બહેરીનની મુલાકાત લઈ રહ્યો છું.

મારી ફ્રાન્સની મુલાકાત મજબૂત વ્યુહાત્મક ભાગીદારીનુ પ્રતિબિંબ પાડે છે, જેને બંને દેશો ખૂબ જ મૂલ્યવાન ગણે છે તેમ જ વહેચે છે. તા. 22-23 ઓગસ્ટ, 2019ના રોજ ફ્રાન્સમાં અમારી દ્વિપક્ષીય બેઠકો યોજાશે જેમાં રાષ્ટ્રપતિ મેક્રોન અને પ્રધાનમંત્રી ફિલીપ સાથે શિખર ચર્ચાનો સમાવેશ થશે. હું ત્યાં ભારતીય સમુદાય સાથે પણ પરામર્શ કરીશ અને 1950 અને 1960ના દાયકામાં ફ્રાન્સમાં એર ઇન્ડિયાનાં બે વિમાનો તૂટી પડવાને કારણે જેમનો ભોગ લેવાયો હતો તેમની સ્મૃતિમાં તૈયાર થયેલું સ્મારક સમર્પિત કરીશ.

ત્યારપછી તા. 25-26 ઓગસ્ટના રોજ રાષ્ટ્રપતિ મેક્રોનના આમંત્રણથી બિયારીટ્ઝ પાર્ટનર તરીકે જી-7 શિખર પરિષદમાં પર્યાવરણ, હવામાન, સમુદ્રો અને ડિજિટલ પરિવર્તન અંગેની બેઠકોમાં સામેલ થઈશ.

ભારત અને ફ્રાન્સ ઉત્કૃષ્ટ દ્વિપક્ષી સંબંધો ધરાવે છે, જે આ બંને દેશો વચ્ચે અને વ્યાપકપણે સમગ્ર વિશ્વ માટે, શાંતિ અને સમૃદ્ધિ વધારવાના પ્રયાસોમાં સહયોગના દૃષ્ટિકોણ અંગે વૈચારિક આદાન પ્રદાનને કારણે આ સંબંધો સુદ્રઢ બનશે. આપણી મજબૂત વ્યુહાત્મક અને આર્થિક ભાગીદારી તથા આતંકવાદ, જળવાયુ પરિવર્તન, વગેરે જેવા પરસ્પર વ્યક્ત કરાયેલા વિઝન અને દુનિયાની મહત્વપૂર્ણ બાબતોમાં નિસબતને કારણે પૂરક બની રહેશે. મને વિશ્વાસ છે કે આ મુલાકાતને કારણે અમારી લાંબા ગાળાથી ચાલી રહેલી અને મૂલ્યવાન મૈત્રીને વધુ પ્રોત્સાહન પ્રાપ્ત થશે અને પરસ્પરની સમૃદ્ધિ, શાંતિ અને પ્રગતિ માટે ખૂબ જ મૂલ્યવાન બની રહેશે.

તા. 23-24 ઓગસ્ટ દરમિયાન સંયુક્ત આરબ અમિરાતની મુલાકાત દરમિયાન હું મહામહિમ ક્રાઉન પ્રિન્સ ઑફ અબુધાબી, શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન સાથે પરસ્પરના હિત સાથે સંકળાયેલા સંપૂર્ણ દ્વિપક્ષીય સંબંધો તથા પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય બાબતો પર ચર્ચા કરવા માટે આશાવાદી છું.

આ મુલાકાત દરમિયાન હું મહામહિમ ક્રાઉન પ્રિન્સ સાથે મળીને મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિની ઉજવણી પ્રસંગે સંયુક્તપણે ટિકીટ બહાર પાડવા અંગે પણ આશાવાદી છું. યુએઈ સરકાર દ્વારા આપવામાં આવતા સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ઓર્ડર ઑફ ઝાયેદ’ સ્વીકારવાની બાબતને મારા માટે ગૌરવ સમાન ગણીશ. હું ઔપચારિક રીતે રૂપે કાર્ડ પણ લોંચ કરીશ અને તેના મારફતે વિદેશમાં રોકડ વગરના આર્થિક વ્યવહારોનું નેટવર્ક વિસ્તૃત થશે.

ભારત અને યુએઈ વચ્ચે અવારનવાર યોજાતી ઉચ્ચ સ્તરની ચર્ચાઓ અમારા ધબકતા સંબંધોનું પ્રમાણ છે. યુએઈ ભારતનો ત્રીજા નંબરનો સૌથી મોટો વેપારી ભાગીદાર છે અને ભારતમાં ક્રૂડ ઓઈલની નિકાસ કરતો ચોથા નંબરનો સૌથી મોટો નિકાસકાર દેશ છે. આ સંબંધોમાં ગુણાત્મક વૃદ્ધિ એ આપણી વિદેશ નીતિની મહત્વની સિદ્ધિ છે. આ મુલાકાતથી આપણા બહુમુખી દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બનશે.

હુ તા. 24-25 ઓગસ્ટ, 2019 દરમિયાન કિંગડમ ઑફ બહેરીનની પણ મુલાકાત લઈશ ભારતના કોઈ પણ પ્રધાનમંત્રીની આ દેશની તે સૌ પ્રથમ મુલાકાત હશે. હું ત્યાંના પ્રધાનમંત્રી મહામહિમ પ્રિન્સ શેખ ખલીફા બિન સલમાન સાથે દ્વિપક્ષી સંબંધોને વધુ ગતિશીલ બનાવવા અંગેની ચર્ચા તથા પરસ્પરનાં હિત ધરાવતા પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓની ચર્ચા કરવા માટે પણ આશાવાદી છું. હું બહેરીનના મહામહિમ રાજા શેખ હમદ બિન ઈસા અલ ખલીફા તથા અન્ય નેતાઓને પણ મળીશ.

હું આ પ્રસંગે ભારતીય સમુદાય સાથે પરામર્શ કરવાની તક પણ લઈશ. જન્માષ્ટમીના પવિત્ર તહેવાર પ્રસંગે ગલ્ફ વિસ્તારના સૌથી જૂના શ્રીનાથજીના મંદિરના પુનર્વિકાસના ઔપચારિક પ્રારંભ પ્રસંગે હાજર રહીશ અને આશીર્વાદ પ્રાપ્ત કરીશ. મને વિશ્વાસ છે કે આ મુલાકાતને કારણે વિવિધ ક્ષેત્રોમાં આપણા સંબંધો વધુ ગાઢ બનશે.

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India’s Space Sector: A Transformational Year Ahead in 2025

Media Coverage

India’s Space Sector: A Transformational Year Ahead in 2025
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 24 ડિસેમ્બર 2024
December 24, 2024

Citizens appreciate PM Modi’s Vision of Transforming India