પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિનાં પ્રસંગે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન – ઓએનજીસીને પડકાર ઝીલવા અપીલ કરી હતી. સૌભાગ્ય યોજનાના શુભારંભ પ્રસંગે ઓએનજીસીનાં અધિકારીઓ અને કર્મચારીઓને સંબોધતા પ્રધાનમંત્રીએ કાર્યક્ષમવીજ ચુલ્હા (સ્ટવ) બનાવવા તરફકામ કરવા વિનંતી કરી હતી, જેનાથી વીજળીનાં ઉપયોગ મારફતે રાંધી શકાશે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ માસ્ટરસ્ટ્રોક સમાન નવીનતા હશે, જે દેશ માટે ઇંધણની આયાતમાં નોંધપાત્ર ઘટાડો કરશે. તેમણે કહ્યું હતું કે, જ્યારે દુનિયા ઇલેક્ટ્રિક કાર બનાવવા કામ કરે છે, ત્યારે ભારતમાં ઇલેક્ટ્રિક કારની સાથે ઇલેક્ટ્રિક સ્ટવ લાંબા ગાળે લોકોની જરૂરિયાતો પૂર્ણ કરશે તેમણે આ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ્સ અને યુવાનોને નવીનતા લાવવા આમંત્રણ આપવા જણાવ્યું હતું.