પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ચાર રાજ્યો ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડિશા અને જમ્મુ – કાશ્મીરનાં કલેક્ટરો સાથે બેઠક યોજી હતી, તેમણે આ પ્રત્યેક રાજ્યમાં ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત થવાની દિશામાં પ્રગતિની સમીક્ષા કરી હતી.
પ્રધાનમંત્રીએ રાજ્યોને સ્વચ્છ ભારત અને સ્વચ્છતાનાં ઉદ્દેશની દિશામાં હમણા સુધી કરવામાં આવેલા કાર્યો માટે પોતાના વિચારો અને અનુભવો વહેંચવા માટે પ્રોત્સાહિત કર્યાં હતા. તેમણે એ વાત પર ભાર મુક્યો હતો કે આ કાર્યને પૂર્ણ કરવા માટે મહાત્મા ગાંધીનાં 150માં જન્મદિવસથી સારો પ્રેરણા સ્રોત ન હોય શકે. તેમણે આ કાર્યની પ્રગતિ અંગે દેખરેખ માટે ટુકડીઓની રચના કરવા જણાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આ મિશનને જન આંદોલનમાં પરિવર્તિત કરવા માટે પ્રયાસ કરવો જોઇએ, આ સંબંધે વધુ જાગૃતિ ફેલાવવા માટે વિદ્યાર્થીઓ અને શાળાનાં બાળકો મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે છે.