પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આયુષ્માન ભારત અંતર્ગત આરોગ્ય બાંહેધરી કાર્યક્રમનો શુભારંભ કરવા માટેની તૈયારીઓની સમીક્ષા કરી હતી.
આ યોજના કુટુંબદીઠ રૂ. 5 લાખ સુધીનું આરોગ્ય વીમા કવચ પ્રદાન કરે છે. આ યોજના હેઠળ 10 કરોડ ગરીબ અને નબળાં પરિવારોને આવરી લેવામાં આવશે.
આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય, નીતિ આયોગ અને પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ)નાં ટોચનાં અધિકારીઓએ પ્રધાનમંત્રીને વિવિધ પાસાંઓ પર જાણકારી આપી હતી, જેમાં યોજના સાથે સંબંધિત રાજ્યોમાં થઈ રહેલી તૈયારીઓ અને તકનીકી માળખાનો વિકાસ સામેલ છે.
આંબેડકર જયંતિનાં પ્રસંગે એપ્રિલમાં પ્રધાનમંત્રીએ છત્તિસગઢમાં બિજાપુર જિલ્લામાં આયુષ્માન ભારત હેઠળ સૌપ્રથમ ‘હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર’નું ઉદઘાટન કર્યું હતું.