પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સોમવારે (07-05-2018) આયુષ્માન ભારત અંતર્ગત મહત્વાકાંક્ષી આરોગ્ય બાહેંધરી કાર્યક્રમના શુભારંભ માટેની તૈયારીઓની પ્રગતિની સમીક્ષા કરી હતી.
આરોગ્ય બાહેંધરી કાર્યક્રમના સરળ અને ઝડપી અમલીકરણ માટે રાજ્યોની સાથે થયેલ ચર્ચા સહિત અત્યારસુધીમાં કરાયેલી તૈયારીઓની માહિતી પ્રધાનમંત્રીને આપવામાં આવી.
આ યોજના પ્રતિ પરિવાર રૂ. 5 લાખનું આરોગ્ય કવચ પુરું પાડશે. આ યોજનાનું લક્ષ્ય 10 કરોડથી વધુ ગરીબ અને નબળા પરિવારોને આવરી લેવાનું છે.
પ્રધાનમંત્રીએ આ યોજના હેઠળ સમાજના ગરીબ અને પછાત વર્ગના લોકોને વધુમાં વધુમાં લાભ મળે તે માટે ભારપૂર્વક જણાવ્યું હતું.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, નીતિ આયોગ અને પ્રધાનમંત્રી કાર્યાલયના અધિકારીઓએ યોજનાના વિવિધ પાસાઓની પ્રધાનમંત્રીને માહિતી આપી હતી.
ગત મહિને આંબેડકર જયંતિના અવસર પર પ્રધાનમંત્રીએ છત્તીસગઢના બીજાપુરના મહત્વાકાંક્ષી જિલ્લામાં આયુષ્માન ભારત અંતર્ગત પહેલા ‘હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર’નું ઉદ્ઘાટન કર્યું હતું.