પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંગીતનાં સાધનોની ભારતની નિકાસમાં થયેલી વૃદ્ધિ પર ખુશી વ્યક્ત કરી છે. 2013ના સમાન સમયગાળાની સરખામણીએ એપ્રિલ-સપ્ટેમ્બર 2022માં ભારતની સંગીતનાં સાધનોની નિકાસ વધીને 3.5 ગણીથી વધુ થઈ હતી.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલ દ્વારા કરાયેલા એક ટ્વીટને શેર કરતા, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"આ પ્રોત્સાહક છે. વિશ્વભરમાં ભારતીય સંગીતની લોકપ્રિયતા સાથે, આ ક્ષેત્રમાં આગળ વધવાની મોટી તક છે."
This is encouraging. With Indian music gaining popularity worldwide, there is a great opportunity to further grow in this sector. https://t.co/bEyJmQ7BKP
— Narendra Modi (@narendramodi) October 26, 2022