પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદની જયંતી નિમિત્તે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું, “દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ભારત રત્ન ડૉ. રાજેન્દ્ર પ્રસાદને એમની જન્મ-જયંતી પર શત-શત નમન. એમણે આઝાદીના આંદોલનમાં ખૂબ જ સક્રિય ભૂમિકા નિભાવી હતી સાથે જ બંધારણના નિર્માણમાં વિશેષ યોગદાન આપ્યું હતું. વિનમ્રતા અને વિદ્વતાથી ભરેલું તેમનું વ્યક્તિત્વ દેશવાસીઓને હંમેશા પ્રેરિત કરતું રહેશે.”
देश के पहले राष्ट्रपति भारत रत्न डॉ. राजेन्द्र प्रसाद को उनकी जन्म-जयंती पर शत-शत नमन। उन्होंने आजादी के आंदोलन में अत्यंत सक्रिय भूमिका निभाई, साथ ही संविधान के निर्माण में भी विशिष्ट योगदान दिया। विनम्रता और विद्वता से भरा उनका व्यक्तित्व देशवासियों को सदा प्रेरित करता रहेगा।
— Narendra Modi (@narendramodi) December 3, 2019