વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ, વર્ષ 2014માં વડા પ્રધાન તરીકેના તેમના પ્રથમ સ્વતંત્રતા દિવસના સંબોધન દરમિયાન, 2014 માં જણાવ્યું હતું કે, "માતાપિતા તેમની પુત્રીઓ બહારથી આવે ત્યારે પૂછે છે, તે ક્યાં ગઈ હતી ?. પરંતુ, શું તેઓ તેમના પુત્રો સાથે પણ એવું જ કરે છે? બળાત્કાર જેવા ગુનાહિત અપરાધ કરનાર વ્યક્તિ પણ કોઈનો પુત્ર જ હોય છે. માતાપિતા તરીકે, શું આપણે આપણા પુત્રોને પૂછ્યું છે કે તે ક્યાં જાય છે ? જ્યારે આપણે આપણી પુત્રીઓ પર સવાલ ઊઠાવતા હોઈએ છીએ, ત્યારે શા માટે પણ પુત્રો માટે પણ સમાન કેમ અપનાવતાં નથી?"
દેખીતી રીતે જ સ્વતંત્રતા દિવસે આ મહિલા સલામતિ અને જાતિ સમાનતાની ઊંડી ચિંતા દર્શાની તેમણે પોતાનો હેતુ સ્પષ્ટ કર્યો હતો. મહિલા સલામતિ એ તેમની સરકારનુ નીતિ ઘડતર, શાસન અને કાર્યસૂચિનો એક અભિન્ન ભાગ છે તે વાત તેમણે સ્પષ્ટ રી હતી. વર્ષોથી મહિલાઓને એક દાયરામાંની અંદર લાભો અપાય છે, જે પ્રથાને તોડીને વડાપ્રધાને તેમની પ્રતિષ્ઠા અને કલ્યાણને સુનિશ્ચિત કર્યું છે, મહિલા-આગેવાની હેઠળના વિકાસને સક્ષમ બનાવવા, અનેક યોજનાઓ અમલમાં છે.
આવી ઘોષણાઓએ ભારતમાં મહિલાઓ માટે સુરક્ષા અને સલામતિ આમૂલ પરિવર્તન જ નથી આણ્યું પરંતુ તેનો દાયરો પણ વધાર્યો છે.
નરેન્દ્ર મોદી સરકારે વર્ષ 2017માં મુસ્લિમ મહિલા (લગ્નજીવન અંગેના અધિકારોનું રક્ષણ) વિધેયક, લોકસભામાં પસાર કર્યું હતું. આ વિધેયક ત્રણ તલાક (તલાક-એ-બિદ્દત) પ્રથાને ગેરકાયદે ઠરાવી દીધી છે.
આ વિધેયક મુસ્લિમ મહિલાઓના અધિકારને સુરક્ષિત કરે છે કે જેની સ્થિતિ ત્રણની પ્રથાને કારણે દુઃખદ બની જતી હતી. પત્નીઓને માત્ર એસએમએસ અથવા વોટ્સઅપ મેસેજથી છૂટાછેડા આપવાની કુપ્રથાથી મુસ્લિમ મહિલાઓની અસહાય બનતી હતી. આ વિધેયક પરિણીત મુસ્લિમ મહિલાઓના સશક્તિકરણ તરફની શરૂઆત છે, જે આવી ઘટનાઓ સામે અગાઉ નિરૂપાય બની જતી હતી.
‘હિમ્મત’ના નામથી ઓળખાતી, મહિલા પોલિસ સ્વયંસેવક અને મહિલા સલામતિ એપ્લિકેશન સરકારની મહિલા સલામતિ અંગેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. જેના કારણે મહિલાઓ તેમના ઘરે અને બહાર બંને સ્થળે સુરક્ષિત જીવન જીવી શકે. ટ્રાફિકીંગ (નિવારણ, સંરક્ષણ અને પુનર્વસન) (માનવ તસ્કરી) બિલ, 2018 દ્વારા ‘વિમેન અન્ડ ચાઈલ્ડ ટ્રાફિકીંગની તપાસ અને પીડિતોના બચાવ, રક્ષણ અને પુનર્વસન માટેની તપાસ માટે કાયદો બનાવાયો છે. પીડિતોને બચાવવા અને માનવ તસ્કરીના કેસની તપાસ કરવા માટે એન્ટિ-ટ્રાફિકિંગ એકમોની પણ સ્થાપના કરવામાં આવશે.
યુવતીઓની સલામતિ સાથે વિકાસશીલ વાતાવરણ પૂરું પાડવા માટે, નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે ગુનેગારોને મહિલાવિષયક ગુનાખોરી સામે ગંભીર સજા કરવા માટે કાયદો રજૂ કર્યો છે. 12 વર્ષથી ઓછી ઉંમરની બાળાઓ સાથે બળાત્કારના દોષિતને મૃત્યુ દંડ ઊપરાંત આવા ગુનાઓના નિર્મૂલન માટે અને ભારતના મહિલાધલની પ્રતિષ્ઠા ભંગ કરનાર લોકો સામે લોખંડી હાથો વડે કામ લેવાનુ શરૂ થયું છે. વધુમાં, 16 વર્ષથી ઉંમરની કન્યા પર બળાત્કારના દોષિતોને 10 વર્ષની કેદની સજામાં વધારો કરીને 20 વર્ષ કરવામાં આવી છે.
સ્વચ્છ ભારત એ એક અન્ય સામાજિક નવીનતા છે જે સમાજના બહુવિધ પાસાંઓને અસર કરે છે. શૌચાલય ન હોવાના કારણે મહિલાઓએ ખૂલ્લા ક્ષેત્રોમાં અને તે પણ રાત્રે કે વહેલી સવારના સમયે જવું પડતું હતું. જેના કારણે તેમની સુરક્ષા સામે જોખમો હતાં. વળી મહિલાઓ સામે ગુનો આચરતાં તત્વોને પણ ખૂલ્લી તક મળતી હતી. ઉપરાંત ખૂલ્લામાં અને જંગલ વિસ્તારમાં શૌચ માટે જતી મહિલાઓને સાપ અને જંતુઓ તેમજ જંગલી જાનવરનું પણ જોખમ રહેતું હતું. સ્વચ્છ ભારતની અસરો સ્વચ્છતા પહેલની પણ ઉપર છે. તે સ્વચ્છતા ઉપરાંત મહિલાઓના ગૌરવને પુનઃસ્થાપિત કરે છે અને તેમને સલામતિ પૂરી પાડે છે.
એ જ રીતે, વડા પ્રધાન ઉજ્જવલા યોજનાનો પ્રારંભ અને તેનાં વ્યાપક અમલીકરણ સાથે, સ્ત્રીઓને રસોઈ માટે લાકડું મેળવવા માટે જંગલમાં કે ગામ બહારની વિસ્તારોમાં જવાની કોઈ જરૂર રહી નથી. જ્યારે મહિલાઓ લાકડાં શોધવા જાય ત્યારે તેમને બહારના જોખમોનો સામનો કરવો પડતો હતોજે શૌચાલય હોવાના કારણે કરવો પડતો હતો.
રાષ્ટ્રના વિકાસમાં મહિલાઓનું યોગદાન સ્થાપિત કરવા માટે, ભારતની લોકશાહીની પ્રગતિમાં મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે રાષ્ટ્રમાં તેમનું સ્થાન પુરુષ સમકક્ષ હોવો જરૂરી છે. આ માટે, તેમને સુરક્ષા, સલામતિ આપવી જરૂરી છે જેનાથી તેમને દેશમાં ગમે ત્યાં ઘરે જેવું અનુભવાય. ‘બેટી બચાવો બેતી પઢાઓ’ જેવી જાગૃતિ ઝુંબેશો કન્યાઓને બચાવવા, તેણીને શિક્ષિત કરવા અને પર્યાપ્ત નાગરિક બનાવવા તરફ નિર્દેશિત છે. જન્મ સમયે જાતિનો ગુણોત્તર 104 ઓળખાયેલા જિલ્લાઓમાં પહેલાથી જ સુધારાયો છે, આ આંકડા જે પ્રતિબિંબિત કરે છે કે લોકો હવે જન્મે તે પહેલાં પણ પુત્રીઓને સુરક્ષિત કરવા માટે પ્રતિબદ્ધ થવાં લાગ્યાં છે.