Our links with Malaysia have been civilizational and historic. Our relationship is rich and diverse: PM Modi
The contributions of a large Indian community in Malaysia are of special value. They have not only nurtured our shared heritage: PM
India and Malaysia have built a thriving economic partnership: PM Narendra Modi
India’s infrastructure needs and our ambitious vision of developing Smart cities match well with the Malaysian capacities: PM
The U.T.A.R. University of Malaysia has started Ayurveda degree courses in Malaysia for the first time. This is a welcome development: PM
Our (India and Malaysia) wide-ranging defence partnership has already brought our armed forces closer, says PM Modi

મહામહિમ પ્રધાનમંત્રી દાતો શ્રી મોહમ્મદ નજીબ બિન ટૂન અબ્દુલ રઝાક,

મીડિયાના પ્રતિનિધિઓ

મલેશિયાના પ્રધાનમંત્રીને ભારતમાં આવકારવાનો આનંદ છે. મહામહિમ નજીબ, તમારી મુલાકાતે મને અને ભારતના લોકોને એ ઉષ્માસભર આવકાર અને સદભાવ આપવાની તક પૂરી પાડી છે, જે મને મલેશિયામાં નવેમ્બર, 2015ની મુલાકાત દરમિયાન મળ્યા હતા. આપણા સંબંધો ઐતિહાસિક સમયમાં વધારે મજબૂત થઈ રહ્યા છે અને આ મહત્વપૂર્ણ સમયે તમે મુલાકાત લીધી છે. આપણે આપણા રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 60મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છીએ. મહામહિમ, તમારી વ્યક્તિગત કુનેહ અને તમારા ઉત્કૃષ્ટ નેતૃત્વએ આપણા સંબંધોને સ્થિર દિશા પ્રદાન કરવામાં, તેને વધારે મજબૂત અને જીવંત બનાવવામાં સારું એવું પ્રદાન કર્યું છે. ભારત સાથે વિસ્તૃત વ્યૂહાત્મક સંબંધ સ્થાપિત કરવામાં તમારું પ્રદાન નોંધપાત્ર છે.

મિત્રો,

મલેશિયા સાથેલ આપણું જોડાણ ઐતિહાસિક અને સાંસ્કૃતિક છે. આપણો સંબંધ સમૃદ્ધ અને વિવિધતાસભર છે. આપણા બંને દેશના સમાજ અનેક સ્તરે જોડાયેલા છે. સાંસ્કૃતિક અને પ્રાદેશિક જોડાણો આપણા લોકો વચ્ચે મજબૂત જોડાણ પ્રદાન કરે છે. મલેશિયામાં મોટી સંખ્યામાં ભારતીય સમુદાયનું પ્રદાન વિશેષ મૂલ્ય ધરાવે છે. તેમણે આપણા સહિયારા વારસાને સંવર્ધિત કરવાની સાથે આપણા બંને દેશો વચ્ચે નાગરિકોના જોડાણ અને આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપ્યો છે. પ્રધાનમંત્રી નજીબ અને મેં મારી મુલાકાત દરમિયાન કુઆલાલુમ્પુરમાં તોરણ ગેટનું સંયુક્તપણે ઉદ્ઘાટન કર્યું હતું. સાંચી સ્તૂપના તોરણ દરવાજાઓ જેવો આ ગેટ આપણા સદીઓ જૂના મૈત્રીપૂર્ણ સંબંધોનું પ્રતીક છે.

 

મિત્રો,

આજે પ્રધાનમંત્રી નજીબ અને મારી વચ્ચે વિસ્તૃત વાતચીત થઈ છે. અમે આપણા સાંસ્કૃતિક, આર્થિક અને વ્યૂહાત્મક જોડાણની વિસ્તૃત સમીક્ષા કરી હતી. મેં નવેમ્બર, 2015માં મલેશિયાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન અમે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા, જેના પર સાતત્યપૂર્ણ રીતે અમલ થઈ રહ્યો છે એવું અમે જોયું છે. અમે આપણી વ્યૂહાત્મક ભાગીદારી વધારવા સંયુક્ત વિઝન પર સંમત છીએ. આ વિઝન કાર્યલક્ષી અભિગમને પ્રાથમિકતા આપે છે. આ પ્રયાસમાં સહકારના વર્તમાન ક્ષેત્રોને વધારે મજબૂત કરવા અને જોડાણની નવી શક્યતાઓ ઊભી કરવા આપણી મુખ્ય પ્રાથમિકતાઓ છે.

મિત્રો,

ભારત અને મલેશિયાએ મજબૂત આર્થિક સંબંધોનું નિર્માણ કર્યું છે. તેને વધારે મજબૂત કરવાના આપણા પ્રયાસોમાં વિશ્વમાં સૌથી વધુ ઝડપથી વિકસતું અર્થતંત્ર ભારત વિશિષ્ટ તકો પૂરી પાડે છે. આપણા સમાજોમાં સમૃદ્ધિ લાવવા નવા વિકલ્પો કે માધ્યમોનું નિર્માણ કરવા આપણે આપણા બંને દેશો વચ્ચે વેપાર અને મૂડીના પ્રવાહોનું વિસ્તરણ કરવા તૈયાર છીએ. આપણી વચ્ચે માળખાગત સુવિધાઓ ફળદાયક ભાગીદારીઓનું ક્ષેત્ર છે. પણ આપણે હજુ વધુ કામ કરી શકીએ છીએ. ભારતની માળખાગત સુવિધાઓની જરૂરિયાત અને સ્માર્ટ સિટીઓ વિકસાવવાનું આપણું મહત્વાકાંક્ષી વિઝન સાકાર કરવા મલેશિયા સારી એવી ક્ષમતા ધરાવે છે. મલેશિયાની કંપનીઓ ભારતમાં વિવિધ રાજ્યોમાં વિવિધ માળખાગત પ્રોજેક્ટ્સમાં સંકળાયેલી છે. ભારતીય કંપનીઓ પણ મલેશિયાનાં અર્થતંત્રમાં વિસ્તૃતપણે સંકળાયેલી છે અને તેમાં સારું એવું રોકાણ ધરાવે છે. અમને ખુશી છે કે પ્રધાનમંત્રી નજીબ સાથે ઉચ્ચ સ્તરીય વેપારી પ્રતિનિધિમંડળ આવ્યું છે. મને ખાતરી છે કે તેઓ જે વ્યાવસાયિક જોડાણો કરશે એ આપણા વાણિજ્યિક સંબંધના સ્તરને વધારશે. આપણે ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા સહિયારા પ્રયાસો પણ કર્યા છે, જે આપણા ખેડૂતોની સમૃદ્ધિ સાથે સંબંધિત છે. મલેશિયામાં ખાતરના પ્રસ્તાવિત પ્લાન્ટના વિકાસ પર સમજૂતીકરાર (એમઓયુ) અને મલેશિયામાંથી વધારાના યુરિયાની ભારતમાં નિકાસ આવકારદાયક પગલું છે.

મિત્રો,

મલેશિયાની યુ.ટીએ.આર યુનિવર્સિટીએ તેમના દેશમાં પહેલી વખત આયુર્વેદ ડિગ્રીના અભ્યાસક્રમો શરૂ કર્યાં છે. આ આવકારદાયક પગલું છે. આ જ યુનિવર્સિટીમાં આયુર્વેદ ચેર સ્થાપિત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. તેના પર વહેલાસર નિર્ણય લેવાથી આ ક્ષેત્રમાં આપણો સાથસહકાર વધારે મજબૂત થશે. શૈક્ષણિક ક્ષેત્રમાં આપણું આદાનપ્રદાન આપણા દેશોના નાગરિકોને એકબીજા સાથે જોડાવા માટે પ્રોત્સાહન આપતું રહ્યું છે. ડિગ્રીઓની પારસ્પરિક માન્યતા પર આજે સમજૂતીકરાર (એમઓયુ) થયા છે, જે નોંધપાત્ર સિદ્ધિ છે. તેના પગલે આપણા બંને દેશોના વિદ્યાર્થીઓ અને સમાજોને લાભ થશે.

મિત્રો,

આપણે એવા સમય અને પ્રદેશમાં રહીએ છીએ, જ્યાં સુરક્ષા સાથે સંબંધિત પરંપરાગત અને બિન-પરંપરાગત એમ બંને પ્રકારના જોખમો સતત વધી રહ્યા છે. પ્રધાનમંત્રી નજીબ અને હું સંમત થયા છીએ કે આ પડકારો આપણા દેશ અને વિસ્તારની સ્થિરતા અને આર્થિક સમૃદ્ધિ માટે જોખમરૂપ છે. તેનો સામનો કરવા આપણે અને વિસ્તારના અન્ય દેશોએ ખભેખભો મિલાવીને કામ કરવાની જરૂર છે. આ સંદર્ભમાં હું આતંકવાદી વિરોધી પ્રયાસોમાં મલેશિયાની સરકાર સાથે આપણા સતત સહકારની પ્રશંસા કરું છું.

મહામહિમ,

તમે કટ્ટરવાદ અને આતંકવાદમાં સંપૂર્ણ વિસ્તાર માટે પ્રેરક નેતૃત્વ પ્રદાન કર્યું છે. સંરક્ષણ ક્ષેત્રમાં આપણી વિસ્તૃત ભાગીદારી બંને દેશોના સૈન્યને એકબીજાની વધુ નજીક લાવી છે.

આપણે આ ક્ષેત્રોમાં જોડાણ ધરાવીએ છીએઃ

  • તાલીમ અને ક્ષમતા નિર્માણ;
  • ઉપકરણ અને સૈન્ય સાધનસામગ્રીની જાળવણી;
  • દરિયાઈ સુરક્ષા;અને
  • આપત્તિ નિવારણમાં.

મહામહિમ પ્રધાનમંત્રી નજીબ,

હું ભારતમાં તમારું ફરી એક વખત સ્વાગત કરું છું. આપણી વચ્ચે ફળદાયક ચર્ચા થઈ એ બદલ હું આપનો આભાર માનું છું. મને ખાતરી છે કે આપણે આજે લીધેલા નિર્ણયો આપણી વ્યૂહાત્મક ભાગીદારીને નવા સ્તરે, નવી ઊંચાઈએ લઈ જશે. હું તમને ભારતમાં આનંદદાયક અને ફળદાયક રોકાણની શુભેચ્છા પાઠવું છું.

ધન્યવાદ

આપ સહુનો ખૂબ ખૂબ આભાર.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
25% of India under forest & tree cover: Government report

Media Coverage

25% of India under forest & tree cover: Government report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi