Digital technology has emerged as a great enabler. It has paved the way for efficient service delivery and governance: PM Modi
We are using mobile power or M-power to empower our citizens: PM Narendra Modi
Through better targeting of subsidies, the JAM trinity has prevented leakages to the tune of nearly ten billion dollars so far: PM
Citizens of India are increasingly adopting cashless transactions; BHIM App is helping the movement towards a less cash and corruption free society: PM
Technology breaks silos; PRAGATI has put back on track infrastructure projects worth billions of dollars which were stuck in red-tape: PM
Cyber-space remains a key area for innovation. Our startups today are looking to provide solutions to everyday problems and improving lives: PM
Nations must take responsibility to ensure that the digital space does not become a playground for the dark forces of terrorism and radicalization: PM

શ્રીલંકાના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી રાનિલ વિક્રમસિંઘે,

ભારત અને વિદેશના મંત્રીઓ

આઈટીયુના સેક્રેટરી જનરલ,

અન્ય માનનીય મહાનુભાવો

120 દેશોમાંથી આવેલા પ્રતિનિધિઓ

વિદ્યાર્થીઓ,

સન્નારીઓ અને સજ્જનો,

 

સાયબર સ્પેસ અંગેની વૈશ્વિક પરિષદ માટે હું આપ સહુનું નવી દિલ્હીમાં સ્વાગત છું. વિશ્વભરમાં ઈન્ટરનેટનાં માધ્યમથી આ કાર્યક્રમમાં ભાગ લઈ રહેલા તમામ લોકોનું પણ હું સ્વાગત કરું છું.

 

મિત્રો,

આપણે સહુ જાણીએ છીએ કે છેલ્લા કેટલાક દાયકાઓમાં સાયબર સ્પેસને કારણે દુનિયામાં કેવું પરિવર્તન આવ્યું છે. અહીં ઉપસ્થિત લોકોમાં વરિષ્ઠ પેઢીને 70 અને 80ના દાયકાની મસમોટી મેઇનફ્રેમ કોમ્પ્યુટર સિસ્ટમ્સ યાદ હશે. એ પછી અત્યાર સુધીમાં ઘણું બધું બદલાયું. ઈમેઇલ અને પર્સનલ કોમ્પ્યુટર્સને કારણે નેવુંના દાયકામાં નવી ક્રાંતિ આવી. એને પગલે સોશિયલ મીડિયાનું આગમન થયું અને મોબાઈલ ફોન, ડેટા સ્ટોરેજ તેમજ કોમ્યુનિકેશન માટેનાં મહત્ત્વનાં સાધનો બન્યાં. ઈન્ટરનેટ ઑફ થિન્ગ્સ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જેવી અભિવ્યક્તિઓ હવે સામાન્ય બની ગઈ છે. આ સૂચવે છે કે, પરિવર્તન ચાલુ છે, હવે કદાચ વધુ ઝડપે ચાલુ છે.

ડિજિટલ ક્ષેત્રે આ વેગવંતા વિકાસને ભારતમાં થયેલા ધરખમ ફેરફારોમાં પ્રતિબિંબિત થયેલો જોઈ શકાય છે. ભારતના આઈટી ટેલેન્ટને વિશ્વભરમાં સન્માન મળ્યું. ભારતીય આઈટી કંપનીઓએ વૈશ્વિક સ્તરે નામના મેળવી.

આજે ડિજિટલ ટેકનોલોજી મહા શક્તિશાળી બનીને ઊભરી આવી છે. તેના પગલે વધુ કાર્યક્ષમ રીતે સેવાઓ આપવાનો તેમજ સુશાસનનો માર્ગ મોકળો બન્યો છે. તેના કારણે શિક્ષણથી માંડીને સ્વાસ્થ્ય સુધીનાં ક્ષેત્રોમાં વધારે પ્રગતિ જોવા મળી રહી છે. અને તે વ્યાપાર અને અર્થતંત્રનાં ભાવિ ઘડતરમાં પણ મદદગાર બની રહી છે. આ પ્રત્યેક માર્ગો દ્વારા તે સમાજનાં વંચિત વર્ગને વધુ તકો આપે છે. વધુ બારીકાઈથી જોઈએ તો, ડિજિટલ ટેકનોલોજીએ સમાન વિશ્વ, જ્યાં ભારત જેવા વિકસતા દેશો વિકસિત દેશો સાથે સમાન કક્ષાએ સ્પર્ધા કરી શકે, તેવા વિશ્વના સર્જન માટે યોગદાન આપ્યું છે.

મિત્રો,

ટેકનોલોજી અવરોધો દૂર કરે છે. અમે માનીએ છીએ કે તે  “વસુધૈવ કુટુંબકમ” – સમગ્ર વિશ્વ એક પરિવારનાં ભારતીય દર્શનને સમર્થન આપે છે. આ અભિવ્યક્તિ અમારી પ્રાચીન, વ્યાપક પરંપરાઓ પ્રતિબિંબિત કરે છે. ટેકનોલોજી દ્વારા અમે આ અભિવ્યક્તિને અને ખરેખર તો શ્રેષ્ઠ લોકશાહી મૂલ્યોને સાર્થક કરી શકીએ છીએ.

અમે, ભારતમાં ટેકનોલોજીનાં માનવીય ચહેરાને પ્રાધાન્ય આપીએ છીએ અને સુધારા માટે તેને માટે ઉપયોગમાં લઈએ છીએ. હું એને “ઈઝ ઑફ લિવિંગ” કહીશ, ભારત સરકાર ડિજિટલ પહોંચ દ્વારા સશક્તીકરણનું ધ્યેય ધરાવે છે અને તેના માટે સવિશેષ પ્રતિબદ્ધ છે. ડિજિટલ ઈન્ડિયા વિશ્વનો સૌથી મોટો ટેકનોલોજી આધારિત પરિવર્તનકારી કાર્યક્રમ છે, જે અમારા નાગરિકો માટે ડિજિટલ સેવાઓ ઉપલબ્ધ બનાવવાનો માર્ગ ખોલે છે. અમે મોબાઈલ પાવર એટલે કે એમ-પાવરનો ઉપયોગ નાગરિકોને એમ્પાવર (સશક્ત) બનાવવા માટે કરીએ છીએ.

મને ખાતરી છે કે, તમારામાંના મોટા ભાગના લોકો વ્યક્તિની વિશિષ્ટ બાયોમેટ્રિક ઓળખ – આધાર વિશે જાણતા હશે. અમે આ ઓળખનો ઉપયોગ અમારા લોકોને લાંબી કતારો અને જટિલ પ્રક્રિયાઓમાંથી મુક્ત કરવા માટે કર્યો છે. પહેલું, અમારા જન-ધન બેન્ક ખાતા દ્વારા નાણાંકીય સમાવેશીકરણ, બીજું, આધારનું પ્લેટફોર્મ, અને ત્રીજું, મોબાઈલ ફોન – આ ત્રણ પરિબળોએ ભ્રષ્ટાચાર ઘટાડવામાં ઘણી મદદ કરી છે. અમે એને જામ – જેએએમ અથવા તો જામ ટ્રિનિટી કહીએ છીએ. સબસીડીઓ શ્રેષ્ઠ આયોજન મારફતે તેના લક્ષ્ય સુધી પહોંચે તે માટે જામ ટ્રિનિટીએ અત્યાર સુધીમાં આશરે 10 અબજ ડોલરની ઉચાપતો અટકાવી છે.

“ઈઝ ઑફ લિવિંગ” માટે ડિજિટલ ટેકનોલોજી કેવી રીતે શ્રેષ્ઠ મદદગાર બને એ માટે હું કેટલાંક ઉદાહરણો આપું છું.

આજે ખેડૂત માટીની ચકાસણીના પરિણામો – નિષ્ણાતની સલાહ અને પોતાના પાક માટે શ્રેષ્ઠ ભાવ જેવી વિવિધ સેવાઓ માત્ર એક બટન દબાવીને મળેવી શકે છે. એક નાનો ઉદ્યોગસાહસિક પણ સરકારની ઈ-માર્કેટપ્લેસ પર રજિસ્ટ્રેશન કરીને સરકારને ચીજવસ્તુઓ સપ્લાય કરવા માટે સ્પર્ધાત્મક બિડ ભરી શકે છે. એને જેમ વધુ બિઝનેસ મળે, તેમ તે સરકારનો ઉપલબ્ધિ ખર્ચ ઘટાડી પણ શકે. આને પગલે કાર્યક્ષમતા વધે અને લોકોનાં નાણાંનું વધુ મૂલ્ય મળે.

પેન્શનરોએ હવે પોતે જીવિત છે એનો પુરાવો આપવા માટે બેન્ક અધિકારી સમક્ષ જાતે ઉપસ્થિત થવાની જરૂર નથી રહી. આજે, પેન્શનર પોતાના આધાર – બાયોમેટ્રિક પ્લેટફોર્મનો લાભ લઈને ઓછામાં ઓછા શારીરિક પ્રયત્ન દ્વારા આ પુરાવો આપી શકે છે.

આઈટી ક્ષેત્રે નોકરીઓમાં મહિલાઓ નોંધપાત્ર હિસ્સો ધરાવે છે. ડિજિટલ ટેકનોલોજીને કારણે મહિલાઓનું નેતૃત્ત્વ ધરાવતા કેટલાંક નવાં સાહસો શરૂ થયાં છે. આ રીતે, આઈટી ક્ષેત્રે જાતિ સશક્તિકરણમાં પણ યોગદાન આપ્યું છે.

ભારતના નાગરિકો વધુને વધુ માત્રામાં કેશલેસ ટ્રાન્ઝેક્શન્સ અપનાવી રહ્યા છે. આ માટે અમે ભારત ઈન્ટરફેસ ફોર મની – ભીમ નામની એપ્લિકેશન વિકસાવી છે. આ એપ ઓછી રોકડ અને ભ્રષ્ટાચાર મુક્ત સમાજની ચળવળમાં મદદગાર બની રહી છે.

આ ઉદાહરણો શાસનનાં સુધારામાં ટેકનોલોજીની તાકાત દર્શાવે છે.

મિત્રો,

અમે સહભાગિતા કે જન ભાગીદારી ધરાવતા શાસન માટે ડિજિટલ ક્ષેત્રનો ઉપયોગ કરી રહ્યા છીએ. જ્યારે અમે મે, 2014માં સત્તા સંભાળી, ત્યારે ઘણા લોકો, ખાસ કરીને યુવાનોએ દેશ માટે પોતાના વિચારો અને કાર્યો જણાવવાની પ્રબળ ઈચ્છા વ્યક્ત કરી હતી. અમારૂ દ્રઢપણે માનવું છે કે એવા લાખો ભારતીયો છે, જેમના પરિવર્તનકારી વિચારો, ભારતને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે મહત્ત્વપૂર્ણ બની શકે છે.

એટલે અમે નાગરિકો સાથેનાં સંબંધો સ્થાપવા માટે MyGov પોર્ટલ શરૂ કર્યું. આ પ્લેટફોર્મ પર નાગરિકો, મહત્ત્વના મુદ્દાઓ અંગે પોતાના વિચારો અને મંતવ્યો રજૂ કરી શકે છે. અમને અનેક મહત્ત્વપૂર્ણ નીતિવિષયક બાબતોમાં હજારો મૂલ્યવાન સૂચનો મળે છે. આજે સરકારનાં જુદા જુદા અભિયાનો માટે અનેક લોગો અને પ્રતિકની ડિઝાઈનો મળે છે, તે MyGov પર લોકો દ્વારા મળતા પ્રતિસાદ અને યોજાતી સ્પર્ધાઓનું પરિણામ છે. અલબત્ત, પ્રધાનમંત્રીનાં કાર્યાલય માટે જે એક સત્તાવાર એપ છે, એ સુદ્ધાં MyGov પર યોજાયેલી સ્પર્ધાનું જ પરિણામ છે. આ એપને યુવાનોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. ટેકનોલોજી, લોકશાહીને કેવી રીતે વધુ મજબૂત બનાવી શકે એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ MYGOVવી છે. હું તમને બીજું ઉદાહરણ આપું. મેં જ્યારે કાર્યભાર સંભાળ્યો, ત્યારે મને લાગ્યું કે સરકારની કામગીરીમાં બિનજરૂરી જટિલતાઓને કારણે તેમજ ચોક્કસ લક્ષ્ય ધરાવતા નિર્ણયોના અભાવે સરકારના ઘણી અગત્યની યોજનાઓ અને અભિયાનો ઘણીવાર ઠેબે ચઢે છે. એટલે અમે પ્રોએક્ટિવ ગવર્નન્સ ફોર ટાઈમ્લી ઈમ્પલીમેન્ટેશન – પ્રગતિ નામે સાયબરસ્પેસ આધારિત પ્લેટફોર્મ શરૂ કર્યું. હિન્દીમાં પ્રગતિ એટલે વિકાસ.

દરેક મહિનાના છેલ્લા બુધવારે હું પ્રગતિ સેશન માટે ટોચના કેન્દ્રિય તેમજ રાજ્ય સરકારના અધિકારીઓને મળું છું. ટેકનોલોજીએ જડ માનસિકતાનાં અવરોધો દૂર કર્યા. અમે અમારી પોત-પોતાની ઓફિસોમાં બેઠા બેઠા, સાયબર દુનિયાની મદદથી શાસનનાં મહત્ત્વનાં મુદ્દાઓ વિશે ચર્ચા કરીએ છીએ અને ઉકેલ લાવીએ છીએ. મને તમને જણાવતા આનંદ થાય છે કે, પ્રગતિનાં માધ્યમથી યોજાતી સમીક્ષાઓને પગલે સહમતિ સાધીને દેશના વ્યાપક હિતમાં નિર્ણય લેવાની પ્રક્રિયા ઝડપી બની છે. પ્રગતિને કારણે અબજો ડોલરના તુમારશાહીમાં અટવાઈ પડેલી નિર્માણકારી યોજનાઓ ફરી શરૂ કરી શકાઇ છે.

નરેન્દ્ર મોદી મોબાઈલ એપ દ્વારા મેં મારી જાતે પણ કેટલાક પ્રયત્નો કર્યા. આ એપને કારણે નાગરિકો સાથેના મારા સંપર્કો વધુ ગાઢ બન્યા છે. એપ દ્વારા મને ઘણાં ઉપયોગી સૂચનો મળે છે.

આજે, અમે ઉમંગ નામની મોબાઈલ એપ શરૂ કરી છે, જે સો કરતાં પણ વધુ નાગરિક કેન્દ્રી સેવાઓ આપશે. કેન્દ્ર અને રાજ્ય સરકારોનાં અનેક જુદા જુદા વિભાગો દ્વારા આ સેવાઓ પૂરી પાડવામાં આવશે. આ સંકલિત અભિગમને કારણે આ વિભાગોનાં કામકાજમાં  “પિયર પર્ફોર્મન્સ પ્રેશર”નું સ્તર આપોઆપ ઉમેરાશે.

મિત્રો,

વિશ્વ સમુદાય સમક્ષ અમને અમારા અનુભવો અને સફળતાની કથાઓ જણાવતાં આનંદ થાય છે. બીજી તરફ, ભારત ડિજિટલ ટેકનોલોજીનાં ઉપયોગથી શિક્ષણ અને સ્વાસ્થ્ય માટે માપી શકાય તેવાં મોડેલ્સ અને નવીન ઉકેલો શોધવા આતુર છે. અમે સાયબરસ્પેસને વિકલાંગોની તાકાત પણ બનાવવા ઈચ્છીએ છીએ. તાજેતરમાં, 36 કલાકની હેકેથોન દરમિયાન કોલેજના વિદ્યાર્થીઓએ સૂચવેલી દીર્ઘકાલીન સમસ્યાઓનાં ઉકેલો મંત્રાલયોએ હાથ પર લીધાં છે. અમે વૈશ્વિક અનુભવોમાંથી શીખવા માંગીએ છીએ અને શ્રેષ્ઠ પદ્ધતિઓ અપનાવવા માંગીએ છીએ. અમે માનીએ છીએ કે જો આપણે સહુ સાથે વિકાસ સાધીએ તો જ વિકાસ શક્ય બને છે.

નવિનીકરણ માટે સાયબરસ્પેસ મહત્ત્વપૂર્ણ ક્ષેત્ર રહ્યું છે. આજે અમારા સ્ટાર્ટઅપ્સ રોજિંદી સમસ્યાઓના ઉકેલો આપવા અને લોકોનું જીવનધોરણ સુધારવા માટે કાર્યરત છે. મને વિશ્વાસ છે કે વૈશ્વિક રોકાણકાર સમુદાય, ભારતના સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં રહેલી પારાવાર સંભાવનાઓને ઓળખશે. એમાં રોકાણ કરવા માટે અને ભારતીય સ્ટાર્ટઅપ્સની પ્રારંભિક કથાનો હિસ્સો બનવા હું આપને આમંત્રણ આપું છું.

મિત્રો,

ઈન્ટરનેટની પ્રકૃતિ જ સમાવેશકતાની છે, અનોખા વિશિષ્ટપણાની નહીં. તે પહોંચની ન્યાયસંગતતા અને તકની સમાનતા આપે છે. આજનો વાર્તાલાપ ફેસબૂક, ટ્વીટર અને ઈન્સ્ટાગ્રામનાં વપરાશકર્તાઓ વચ્ચે આકાર લઈ રહ્યો છે. સોશિયલ મીડિયાનાં પ્લેટફોર્મ્સ પર સૌ કોઈ સાયબરસ્પેસનાં માધ્યમથી ભાગ લઈ રહ્યાં છે. સ્ટુડિયોમાંથી નિષ્ણાતો જે સમાચારો કહે છે, તે હવે સોશિયલ મીડિયા પર ચર્ચાતા અનુભવોનો પડઘો હોય છે. આ સંક્રાંતિ, જેમાં કુશળતા અને અનુભવનું મિશ્રણ છે, તે સાયબર વિશ્વની દેન છે. યુવાનો દ્વારા પોતાની સર્જનાત્મકતા, કાબેલિયત અને ક્ષમતા દર્શાવવા માટે ઈન્ટરનેટ આદર્શ પ્લેટફોર્મ બન્યું છે, પછી તે આંતરસૂઝ ધરાવતા બ્લોગ હોય, સુંદર મ્યુઝિકલ પ્રસ્તુતિ હોય, આર્ટવર્ક હોય કે અભિનય.. બધુ અમાપ છે.

મિત્રો,

અધિવેશનનું વિષય-વસ્તુ – “સાતત્યપૂર્ણ વિકાસ માટે સલામત અને સમાવેશક સાયબરસ્પેસ”, પણ માનવજાત માટે આ અગત્યની સંપત્તિ સુરક્ષિત કરવાના મહત્ત્વ પર ભાર મૂકે છે. વૈશ્વિક સમુદાયે સાયબર-સલામતિની સમસ્યાનો ઉકેલ નિશ્ચયપૂર્વક તેમજ આત્મવિશ્વાસ સાથે ઉકેલવાની જરૂર છે. સાયબરસ્પેસ ટેકનોલોજી આપણા લોકો માટે શક્તિસ્વરૂપ બની રહેવી જોઈએ.

ઓપન અને એક્સેસિબલ (મુક્ત અને સરળ પહોંચ ધરાવતા) ઈન્ટરનેટની શોધ ઘણીવાર નબળાઈ બની જાય છે. વેબસાઈટ હેક થવાની અને ડિફેસ થઈ જવાના સમાચારો મસમોટાં જોખમોનાં એંધાણમાત્ર છે. એ સૂચવે છે કે સાયબર હુમલાઓ, ખાસ કરીને લોકશાહી દેશો માટે ઘણો મોટો પડકાર છે. આપણે એ બાબતની ખાતરી મેળવવી જોઈએ કે આપણા સમાજના નબળા વર્ગો, સાયબર ગુનેગારોના છળકપટમાં ન ફસાય. સાયબર સલામતિનાં જોખમો પ્રત્યે સજગતા રોજિંદા જીવનનો હિસ્સો બનવી જોઈએ.

જે ક્ષેત્રો પ્રત્યે વધુ ધ્યાન આપવાનું છે, તેમાંનું એક સાયબર ક્ષેત્રના પડકારોને પહોંચી વળવા સુસજ્જ અને સક્ષમ વ્યવસાયિકોને તાલીમ આપવાનું છે. સાયબર-યોદ્ધાઓ, જે સાયબર-હુમલાઓ સામે સતત સજાગ રહે. હેકિંગ જેવો શબ્દ ભલે નકારાત્મક ભાવના જન્માવતો લાગે, પરંતુ તે રોમાંચક બની શકે છે. સાયબર સંરક્ષણ, યુવાનો માટે કારકિર્દીનો એક આકર્ષક અને કાર્યક્ષમ વિકલ્પ બની શકે તે આપણે સુનિશ્ચિત કરવું જરૂરી છે. 

આ સંબંધે, ડિજિટલ સ્પેસ, આતંકવાદ અને ત્રાસવાદની અંધારી આલમ માટે રમતનું મેદાન ન બની જાય તે સુનિશ્ચિત કરવાની જવાબદારી રાષ્ટ્રોની છે. સિક્યોરિટી એજન્સીઝ વચ્ચે માહિતીનું આદાનપ્રદાન અને સંકલન, આ સતત બદલાતા જતા પડકારનો સામનો કરવા અત્યંત જરૂરી છે.

આપણે નિશ્ચિત રૂપે, એક તરફ ગુપ્તતા અને મુક્તપણા તેમજ બીજી તરફ રાષ્ટ્રની સુરક્ષા વચ્ચે સંતુલન રાખીને ચાલી શકીએ એમ છીએ. સાથે મળીને આપણે વિશ્વ તેમજ મુક્ત પ્રણાલિઓ વચ્ચેના તફાવતો દૂર કરી શકીએ તેમ છીએ અને બીજી તરફ રાષ્ટ્ર માટે મહત્વની કાયદાકીય જરૂરિયાતો પણ પૂર્ણ કરી શકીએ તેમ છીએ.

મિત્રો,

વિકસી રહેલી ડિજિટલ ટેકનોલોજી આપણા ભવિષ્યને એવી રીતે અસર કરી શકે છે, જેનું આપણે અત્યારે અનુમાન પણ કરી શકતા નથી. પારદર્શિતા, ગુપ્તતા, વિશ્વાસ અને સુરક્ષાના મહત્ત્વના પ્રશ્નો તરફ ધ્યાન આપવું જરૂરી છે. ડિજિટલ ટેકનોલોજી માનવજાતને સશક્ત બનાવે છે. આપણે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે તેની આ જ ભૂમિકા ચાલુ રહે.

આ પ્રસંગે વિશાળ સંખ્યામાં બહુવિધ હિસ્સેદારો ઉપસ્થિત છે, જે આ મંચને મળેલા વૈશ્વિક સમર્થનનો પુરાવો છે. રાષ્ટ્ર, રાજ્યો, ઉદ્યોગ, શિક્ષણ જગત અને નાગરિક સમાજ, સહુ ઔપચારિક સહયોગી માળખા માટે કાર્યરત બને તે જરૂરી છે. આને કારણે સલામત સાયબરસ્પેસ ઉપલબ્ધ થશે, જે જીવનની ગુણવત્તા સુધારશે.

મિત્રો,

સંખ્યાની દ્રષ્ટિએ કદાચ આ, આ પ્રકારની સૌથી મોટી પરિષદ હોઈ શકે. મને કહેવાયું હતું કે તમામ પશ્ચાદ્ભૂમિકા અને લોજિસ્ટિક્સ ડિજિટલ પદ્ધતિ દ્વારા સંચાલિત કરવામાં આવશે. મને આશા છે કે સમગ્ર વિશ્વમાંથી પધારેલા પ્રતિનિધિઓને પરિષદમાં સુગમ અને અમર્યાદ અનુભવ મળે. તમને સહુને આ પરિષદમાં ફળદાયી અને ઉપયોગી વિચારો અને પરિણામો મળે તેવી શુભેચ્છાઓ સાથે વિરમું છું. ફરી એકવાર, હું આપ સહુનું સ્વાગત કરું છું અને પરિષદને તમામ સફળતાઓ સાંપડે તેવી શુભેચ્છાઓ પાઠવું છું.

આભાર.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
When PM Modi Fulfilled A Special Request From 101-Year-Old IFS Officer’s Kin In Kuwait

Media Coverage

When PM Modi Fulfilled A Special Request From 101-Year-Old IFS Officer’s Kin In Kuwait
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Under Rozgar Mela, PM to distribute more than 71,000 appointment letters to newly appointed recruits
December 22, 2024

Prime Minister Shri Narendra Modi will distribute more than 71,000 appointment letters to newly appointed recruits on 23rd December at around 10:30 AM through video conferencing. He will also address the gathering on the occasion.

Rozgar Mela is a step towards fulfilment of the commitment of the Prime Minister to accord highest priority to employment generation. It will provide meaningful opportunities to the youth for their participation in nation building and self empowerment.

Rozgar Mela will be held at 45 locations across the country. The recruitments are taking place for various Ministries and Departments of the Central Government. The new recruits, selected from across the country will be joining various Ministries/Departments including Ministry of Home Affairs, Department of Posts, Department of Higher Education, Ministry of Health and Family Welfare, Department of Financial Services, among others.