India and Turkey have nurtured deep and historical links. Ties of culture and language connect our societies for hundreds of years: PM
India and Turkey present enormous opportunity to expand and deepen commercial linkages between our countries: PM Modi
The constantly evolving threat from terrorism is our shared worry: PM Modi to President Erdogan of Turkey
The nations of the world need to work as one to disrupt the terrorist networks and their financing, says PM Modi

મહામહિમ રાષ્ટ્રપતિ એરડોગન,

પ્રતિનિધિમંડળના સભ્યો,

મીડિયાના પ્રતિનિધિઓ,

 

રાષ્ટ્રપતિ અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં સ્વાગત કરવાની મને ખુશી છે.

મહામહિમ,

હું હંમેશા નવેમ્બર, 2015માં જી-20 સમિટ માટે તુર્કીની મારી મુલાકાતને યાદ રાખીશ. મને તમારા સુંદર દેશમાં મારી મુલાકાત દરમિયાન ભાવભર્યો આવકાર મળ્યો હતો અને તમારી મુલાકાતે મને ઉષ્માસભર આવકાર આપવાની તક આપી છે.

 

મિત્રો,

ભારત અને તુર્કીના લોકો ગાઢ ઐતિહાસિક સંબંધો ધરાવે છે. સંસ્કૃતિ અને ભાષાનો સંબંધ સેંકડો વર્ષોથી આપણા સમાજને એકબીજા સાથે જોડે છે.

જ્યારે રુમીને તુર્કીમાં તેમનું ઘર, આશરો મળ્યો હતો, ત્યારે તેમના વારસાએ ભારતમાં સુફી પરંપરાને સમૃદ્ધ કરી છે.

મિત્રો, આજે અમે વિસ્તૃત ચર્ચાવિચારણા કરી હતી. તેમાં રાષ્ટ્રપતિ એરડોગન અને મેં આપણા સંબંધોનાં તમામ પાસાઓની સમીક્ષા કરી હતી, જેમાં આપણા રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક સંબંધો સામેલ છે. આપણે આપણા વિસ્તારમાં વિકાસ પર સહિયારા પાસા પણ ધરાવીએ છીએ.

મિત્રો,

ભારત અને તુર્કી બે મોટા અર્થતંત્રો છે. રાષ્ટ્રપતિ અને મેં સ્પષ્ટ કર્યું છે કે અત્યારે આપણા અર્થતંત્રો આપણા દેશો વચ્ચે વાણિજ્યિક સંબંધોનું વિસ્તરણ કરવાની અને તેને વધુ ગાઢ બનાવવાની પ્રચૂર તકો ધરાવે છે. મને પણ એવું લાગે છે કે, બે સરકારના સ્તર પર આપણે વ્યૂહાત્મક અને લાંબા ગાળા માટે વાણિજ્યિક તકોનું સંપૂર્ણ માળખું બનાવવાનો અભિગમ કેળવવાની જરૂર છે. આપણો દ્વિપક્ષીય વેપાર આશરે 6 અબજ ડોલરનો છે, જે આપણા અર્થતંત્રોના કદને જોતા પર્યાપ્ત નથી. તેના પરથી સ્પષ્ટ છે કે, બંને દેશો પાસે વેપારવાણિજ્ય અને ઔદ્યોગિક સંબંધ વિકસાવવા ઘણી તકો છે.

મને ખુશી છે કે રાષ્ટ્રપતિ એરડોગન સાથે ઉચ્ચ સ્તરીય વેપારી પ્રતિનિધિમંડળ આવ્યું છે. આજે સવારે અમે બંનેએ તેમને અને ભારતીય ઉદ્યોગના દિગ્ગજોને સંબોધન કર્યું હતું.

મને ખાતરી છે કે તુર્કીના વ્યવસાયો ઝડપથી વૃદ્ધિના માર્ગે અગ્રેસર ભારતમાં રહેલી વિવિધ અને વિશિષ્ટ તકો ઝડપવા આતુર બનશે. હું એવું પણ માનું છું કે ભારતની માળખાગત જરૂરિયાતો, જેમાંથી કેટલીકની યાદી આજે સવારે બિઝનેસ સમિટમાં રજૂ કરી હતી, અને સ્માર્ટ સિટીઝ વિકસાવવાનું અમારું વિઝન તુર્કીની ક્ષમતાઓને અનુરૂપ છે.

અમે અમારા મહત્વાકાંક્ષી કાર્યક્રમો અને પ્રોજેક્ટ્સ સાથે તુર્કીની કંપનીઓને ભાગીદાર બનાવવા પ્રોત્સાહન આપીશું, જેમાં તેઓ પોતાની રીતે રોકાણ કરી શકશે કે ભારતીય કંપનીઓ સાથે જોડાણમાં.

મને એ વાતમાં કોઈ શંકા નથી કે આજે થયેલી સમજૂતીઓ અને અમારી વાતચીત અમારા બંને દેશો વચ્ચે સંસ્થાગત સહકારને વધારે મજબૂત બનાવશે.

 

મિત્રો,

આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ, જેમાં આપણા સમાજો દરરોજ નવા જોખમો અને પડકારોનો સામનો કરે છે. તેમાંથી કેટલાંક જોખમો અને સુરક્ષા સંબંધિત નવા પડકારોનો સંદર્ભ આપણી સામાન્ય ચિંતા છે.

ખાસ કરીને આતંકવાદની સતત પરિવર્તન પામતી સમસ્યા આપણી સહિયારી ચિંતા છે. મેં આ મુદ્દે રાષ્ટ્રપતિ સાથે વિગતવાર વાત કરી હતી. અમે સંમત થયા હતા કે કોઈ ઇરાદો કે લક્ષ્યાંક કે કારણ કે તર્ક આતંકવાદને ઉચિત ઠેરવી ન શકે.

એટલે દુનિયાના રાષ્ટ્રોએ આતંકવાદી નેટવર્ક તોડી પાડવા અને તેમને મળતી નાણાકીય સહાય બંધ કરવા તથા આંતરરાષ્ટ્રીય સરહદો પર આતંકવાદીઓની અવજવર બંધ કરવા એક થઈને કામ કરવાની જરૂર છે. તેમણે આતંકવાદીઓ ઊભા કરતા, તેમને સાથસહકાર આપતા, તેમને આશ્રય આપતા અને તેમની વિચારધારા ફેલાવતા લોકો સામે કામ કરવાની જરૂર પર ભાર મૂક્યો હતો.

રાષ્ટ્રપતિ અને હું આ સમસ્યાનો અસરકારક રીતે સામનો કરવા દ્વિપક્ષીય અને બહુપક્ષીય એમ બંને રીતે અમારો સાથસહકાર આપવા અને સંયુક્તપણે કામ કરવા સંમત થયા હતા.

મિત્રો,

અમે સંયુક્ત રાષ્ટ્રમાં વિસ્તૃત સુધારાની જરૂરિયાત અંગે પણ ચર્ચા કરી હતી, જેમાં સુરક્ષા પરિષદનું વિસ્તરણ કરીને તેને વધારે જવાબદાર અને અસરકારક બનાવવા વધારે પ્રતિનિધિઓ ધરાવતી સંસ્થા બનાવવાની બાબત પણ સામેલ છે. અમે બંનેએ એ જરૂરિયાત અનુભવી છે કે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદે 20મી સદીનું નહીં, પણ 21મી સદીનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા બનવાની જરૂર છે.

 

મહામહિમ,

હું ભારતમાં તમારું એક વખત ફરી સ્વાગત કરું છું. હું તમારો અતિ ફળદાયક ચર્ચાવિચારણા માટે આભાર માનું છું. આજે આપણી ચર્ચા ભારત-તુર્કીના સંબંધને નવી ઊંચાઈએ લઈ જશે. હું ભારતમાં તમારું રોકાણ ફળદાયક રહે તેવી શુભેચ્છા પાઠવું છું.

તમારો આભાર.

તમારો ખૂબ ખૂબ આભાર.

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi