મહામહિમ રાષ્ટ્રપતિ સોલિહ

માલદિવથી પધારેલા અન્ય સન્માનનિય મંત્રીઓ તથા મહેમાનો,

રાષ્ટ્રપતિ સોલિહ આપનું તથા શ્રીમતિ સોલિહનું અને આપના પ્રતિનિધિમંડળનાં સભ્યોનું ભારતમાં હાર્દિક સ્વાગત કરતાં મને અત્યંત આનંદ થઈ રહ્યો છે. માલદિવના રાષ્ટ્રપતિનું પદ સંભાળવા બદલ ફરી એક વાર હું આપને અભિનંદન પાઠવું છું. માલદિવ માટે જ નહીં, પણ સમગ્ર વિશ્વના લોકતંત્ર માટે તમારો સંઘર્ષ અને તમારી સફળતા પ્રેરણાસ્રોત બની છે. ગયા મહિને તમારા શપથ ગ્રહણ સમારંભમાં સામેલ થવાની બાબત માત્ર મારા માટે જ નહીં, પણ ભારત માટે પણ ખૂબ સન્માનની બાબત હતી. રાષ્ટ્રપતિનું પદ સંભાળ્યાના એક મહિનાની અંદર જ તમારી આ પહેલી વિદેશ યાત્રા માટે તમે ભારતને પસંદ કર્યું છે તે પણ અમારા માટે ઘણાં સન્માન અને ગર્વનો વિષય છે. તમારી આ મુલાકાતથી પરસ્પર પરના ઊંડા ભરોંસા અને મિત્રતાની ઝલક પ્રાપ્ત થાય છે, જે ભારત- માલદિવ સંબંધ ઉપર આધારિત છે. આપણી મિત્રતા માત્ર આપણી ભૌગોલિક નિકટતાને કારણે જ નથી, પણ સાગરની લહેરોએ આપણાં કાંઠાઓને જોડ્યા છે.

ઈતિહાસ, સંસ્કૃતિ, વ્યાપાર અને સામાજીક સંબંધો આપણને હંમેશા વધુ નિકટ લાવતા રહ્યા છે. બંને દેશોના લોકોએ આજે લોકતંત્રમાં પોતાનો વિશ્વાસ અને વિકાસની અપેક્ષાઓને કારણે પણ એક બીજા સાથે જોડાયેલા છે. તમારી આ મુલાકાતથી બંને દેશો વચ્ચેના આ સંબંધોના ઈતિહાસમાં એક નવા ઈતિહાસની શરૂઆત થશે.

મિત્રો,

રાષ્ટ્રપતિ સોલિહ અને મારી વચ્ચે આજે ખૂબ જ સૌહાર્દ અને મૈત્રીપૂર્ણ વાતાવરણમાં સફળ ચર્ચા થઈ છે. અમે બંને દેશો વચ્ચે પરંપરાગત મજબૂત તથા મૈત્રીપૂર્ણ સંબંધોને વધુ ગાઢ બનાવવાની અમારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે.

મહામહિમ,

તમારી સરકારના લોકલક્ષી વિકાસના વિઝનની હું વધુને વધુ પ્રશંસા કરૂં છું. એક ઘનિષ્ઠ મિત્ર અને પડોશી તરીકે આપણે માલદિવની સફળતાની ઈચ્છા રાખીએ છીએ. માલદિવના લોકોના જીવનને બદલવાની તમારી સરકારની મહત્વાકાંક્ષી યોજનાઓને આખરી સ્વરૂપ આપવા માટે હું માલદિવના વિકાસના માનવીય રૂપ એટલે કે માનવીય ચહેરાને વધુ નિખારવાના તમારા પ્રયાસમાં ભારત હંમેશા તમારી સાથે છે.

મને એ બાબતનો આનંદ છે કે આ પ્રતિબદ્ધતાની પ્રત્યક્ષ અભિવ્યક્તિના ઉદાહરણ તરીકે માલદિવના સામાજિક-આર્થિક વિકાસ માટે બજેટ સહકાર, ચલણના પરસ્પર વપરાશ અને સુવિધા તરીકે ભારત લાઈન ઓફ ક્રેડિટના સ્વરૂપે 1.4 બિલિયન અમેરિકન ડોલરની આર્થિક સહાય માલદિવને આપશે.

બંને દેશોની વચ્ચે કનેક્ટિવિટીને બહેતર બનાવવા માટે ભારતનો સંપૂર્ણ સહયોગ મળી રહેશે. બહેતર કનેક્ટિવિટીને કારણે માલ-સામાન અને સેવા અને માહિતી, વિચારો, સંસ્કૃતિ અને લોકોના આદાન-પ્રદાનને વેગ મળશે. સ્વાસ્થ્ય, માનવ સંસાધન વિકાસ, માળખાગત સુવિધાઓ, કૃષિ, ક્ષમતા નિર્માણ, આઈસીટી અને પ્રવાસના ક્ષેત્રમાં પણ આપણી ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે મેં રાષ્ટ્રપતિ સોલિહને સધિયારો આપ્યો છે.

અમે હવે પછીના 5 વર્ષમાં માલદિવના નાગરિકોની તાલિમ અને ક્ષમતા નિર્માણ માટે વધારાની 1000 બેઠકો આપવાનો પણ નિર્ણય કર્યો છે. અમારા નાગરિકો વચ્ચે સૌહાર્દ એ અમારા સંબંધોનું વિશેષ પાસું છે. એટલા માટે આજે અમે નવી વિઝા સમજૂતી પર કરાયેલા હસ્તાક્ષરનું સ્વાગત કરીએ છીએ. આપણે આપણાં વ્યાપારી સંબંધો તથા દ્વિપક્ષી વ્યાપારમાં થતી વૃદ્ધિ જોવા માંગીએ છીએ. વ્યાપારમાં માલદિવમાં વિવિધ ક્ષેત્રોમાં ભારતીય કંપનીઓના મૂડી રોકાણ માટે વધતી જતી તકોનું હું સ્વાગત કરૂં છું. આ તકો બંને દેશો માટે પરસ્પર લાભદાયી છે.

માલદિવમાં પારદર્શી, જવાબદાર અને નિયમો પર આધારિત શાસનનું વિઝન ભારતના વ્યાપારી સમુદાયને એક સ્વાગત લાયક સંદેશ આપે છે. રાષ્ટ્રપતિજી, ભારતને એ બાબતનો ગર્વ છે કે અમારા મિત્ર અને પડોશી માલદિવે "એલ.ડી.સી." શ્રેણીનો મધ્યમ આવક ધરાવતો દેશ બનવાનું ઉદાહરણ જાળવી રાખ્યું છે અને માલદિવની આ સિદ્ધિ સાતત્યપૂર્ણ વિકાસ અને જળવાયુ પરિવર્તનના ગંભીર પડકારો હોવા છતાં પ્રાપ્ત થઈ છે. આ પડકારોના ઉકેલમાં અને સામુદ્રિક સાધનોના સાતત્યપૂર્ણ વિકાસમાં માલદિવની ભૂમિકા દુનિયાભરમાં મહત્વની રહે છે. એટલા માટે ભારત અને માલદિવની વચ્ચે દરિયાઈ સહયોગના વિવિધ પાસાંઓ પર પરસ્પરનો સહયોગ વધારવા માટે આપણે સંમત થયા છીએ.

મહામહિમ

રાષ્ટ્રમંડળ દેશોમાં ફરીથી જોડાવાના તમારા નિર્ણયનું અમે સ્વાગત કરીએ છીએ. અમે આ નિર્ણયનું મજબૂતી સાથે સમર્થન કરીશું. અમે ઇન્ડિયન ઓશન રીમ એસોસિએશન (આઈઓઆરએ) પરિવારમાં પણ આપનું સ્વાગત કરીએ છીએ. રાષ્ટ્રપતિ સોલિહ અને એ બાબતે પણ સંમત થયા છીએ કે હિંદ મહાસાગરના ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષા જાળવી રાખવા માટે આપણે આપણાં સહયોગને વધુ ગાઢ બનાવવાની જરૂર છે. બંને દેશો સુરક્ષાના હિતમાં એક બીજા સાથે જોડાયેલા છે. આ ક્ષેત્રની સ્થિરતા માટે એક બીજાના હિતો અને ચિંતાઓ તરફ સચેત રહેવા બાબતે પણ અમે એક મત ધરાવીએ છીએ.

સાથે સાથે એવી કોઈપણ ગતિવિધિ માટે આપણે પોતાના દેશનો ઉપયોગ નહીં થવા દઈએ, કે જેના કારણે એક-બીજાને નુકસાન થાય. આપણા ક્ષેત્રમાં વિકાસ અને સ્થિરતામાં ભારત અને માલદિવ બંને દેશો એક સરખી રૂચિ અને ભાગીદારી ધરાવે છે. હું માલદિવ અને અમારા ક્ષેત્રના ઉજ્જવળ ભવિષ્ય માટે રાષ્ટ્રપતિ સોલિહની સાથે મળીને કામ કરવાની ઈચ્છા ધરાવું છું, જેમાં ભારત અને માલદિવના સંબંધોની અનંત સંભાવનાઓનો પૂરો વિકાસ થશે અને તેનો પૂરે પૂરો લાભ બંને દેશોના નાગરિકો અને આ ક્ષેત્રના લોકોને મળશે.

ખૂબ-ખૂબ ધન્યવાદ…!

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi