પ્રધાનમંત્રી અને મારાં ઘનિષ્ઠ મિત્ર આબેજી,
પ્રતિષ્ઠિત પ્રતિનિધિઓ,
મિત્રો,
નમસ્તે!
કોન્નચિવા!
અહીં ટોક્યોમાં અને આ અગાઉ યામાનાશીમાં અને પોતાનાં ઘરમાં આબે સાને મારું જે આત્મીયતા સાથે સ્વાગત કર્યું એણે મારી જાપાનની આ યાત્રાની સફળતાને વધારે અવિસ્મરણીય બનાવી દીધી છે. જાપાનમાં પૂર્વ અને પશ્ચિમની સભ્યતાઓનાં સર્વશ્રેષ્ઠ પાસાઓનો સંગમ થાય છે. આ એ જ મહાન દેશ છે, જેણે શીખવ્યું છે કે, માનવજાતિનાં વિકાસનો માર્ગ પ્રાચીનતા અને આધુનિકતા વચ્ચે સંઘર્ષનો નથી, પણ એનાં સહઅસ્તિત્વ અને સર્જનનો છે. નવાનું સ્વાગત અને જૂનાનું સન્માન – આ જાપાનની વિશ્વ સભ્યતાને મુખ્ય ભેટ છે. સાથે સાથે ભારત અને જાપાન વચ્ચે એક મહત્ત્વપૂર્ણ સમાનતા પણ છે.
Excellencies,
જાપાન અને ભારતનાં સંબંધોને હિંદ અને પ્રશાંત મહાસાગરોનું ઊંડાણ અને વિસ્તાર પ્રાપ્ત થયો છે. આ સંબંધ લોકતાંત્રિક મૂલ્યો અને સ્વતંત્રતાઓ પ્રત્યે અને કાયદાના નિયમો (Rule of Law) પ્રત્યે સહિયારી કટિબદ્ધતાઓ પર આધારિત છે. આપણાં સંબંધોને વિકાસની નવી ઊંચાઈ પર લઈ જવા માટે એક વિશાળ વિઝન પર ગઈ કાલે અને આવતીકાલે આબે સાનની સાથે મારી બહુ ઉપયોગી વાતચીત થઈ છે. આજે આ સહિયારા વિઝન પર અમે સહી કરી છે. હવે આ આપણાં ભવિષ્યને નવી રોશની આપશે. અમારી વચ્ચે સંપૂર્ણ સંમતિ પ્રવર્તે છે કે, અમે અમારાં સહયોગને ડિજિટલ ભાગીદારીથી સાયબર સ્પેસ સુધી સ્વાસ્થ્ય સુધી રક્ષા-સુરક્ષા સુધી અને સાગરથી અંતરિક્ષ સુધી દરેક ક્ષેત્રમાં અબાધ ગતિ આપીશું. મને જણાવવામાં આવ્યું કે, આજે જાપાનનાં રોકાણકારોએ ભારતમાં 2.5 અબજ ડોલરનાં નવા રોકાણની જાહેરાત કરી છે. એનાથી ભારતમાં લગભગ 30,000 લોકોને રોજગારી મળશે. આ યાત્ર દરમિયાન દ્વિપક્ષીય ચલણ સ્વેપ વ્યવસ્થા પર પણ સંમતિમાં અમારો પારસ્પરિક વિશ્વાસ અને અમારી આર્થિક ભાગીદારીની સતત વધતી નિકટતા સ્પષ્ટરૂપે દેખાય છે.
મિત્રો,
21મી સદી એશિયાની સદી છે. તેમાં એનાં સ્વરૂપ પર પ્રશ્ર છે. કોને ફાયદો થશે, શું કરવું પડશે – આવા અનેક સવાલો છે. પણ એક વાત સ્પષ્ટ છે. ભારત અને જાપાનનાં સહયોગ વિના 21મી સદી એશિયાની સદી ન બની શકે. આબે સન અને હું અમારાં વિદેશ અને સંરક્ષણ મંત્રીઓ વચ્ચે2+2 સંવાદ માટે સંમત થયા છીએ. એનો ઉદ્દેશ વિશ્વમાં શાંતિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપવાનો છે. આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનમાં જાપાનનો પ્રવેશ વૈશ્વિક હિતમાં આ પ્રકારનાં સહયોગનું વધુ એક ઉજ્જવળ ઉદાહરણ બની રહેશે.
મિત્રો,
આગામી વર્ષે જાપાન ઓસાકામાં જી-20 શિખર સંમેલનનું યજમાન બનશે. આગામી વર્ષે રગબી World Cupનું આયોજન પણ જાપાનમાં થશે. પહેલી વાર આ ટુર્નામેનન્ટનું આયોજન એશિયામાં થશે. અને પછી 2020માં Olympics (ઓલિમ્પિક્સ)નું આયોજન ટોક્યોમાં થશે. આ તમામ મહત્ત્વપૂર્ણ વૈશ્વિક કાર્યોક્રમો માટે અને સમગ્ર ભારત તરફથી અમારી હાર્દિક શુભેચ્છાઓ તમારી સાથે છે.
મિત્રો,
ભારત-જાપાનનાં સંબંધોમાં પ્રગતિ જાપાનની કાઈઝન ફિલસુફીની જેમ અસીમ છે. પ્રધાનમંત્રી આબેની સાથે મળીને આ સંબંધોને વધારે મજબૂત બનાવવા માટે હું કટિબદ્ધ છું. હું ફરી એક વાર આબે સાનને, જાપાન સરકારને અને તમને બધાને હાર્દિક ધન્યવાદ અને શુભકામનાઓ આપું છું.
દોમો અરિગાતો ગોજાઈમસ.
जापान पूरब और पश्चिम की सभ्यताओं के सर्वश्रेष्ठ पहलुओं का संगम है।
— PMO India (@PMOIndia) October 29, 2018
यह वही महान देश है जिसने सिखाया है कि मानव जाति के विकास का रास्ता पुरातन और नूतन के बीच टकराव का नहीं, बल्कि उनके सह-अस्तित्व और सृजन का है: PM
जापान और भारत के सम्बन्धों को हिन्द और प्रशांत महासागरों सी गहराई और विस्तार प्राप्त हैं।
— PMO India (@PMOIndia) October 29, 2018
ये सम्बन्ध लोकतांत्रिक मूल्यों और स्वतंत्रताओं के प्रति और Rule of Law के प्रति साझा प्रतिबद्धता पर आधारित हैं: PM
हमारे बीच पूरी सहमति है कि हम अपने सहयोग को digital partnership से cyber space तक, स्वास्थ्य से रक्षा-सुरक्षा तक और सागर से अंतरिक्ष तक, हर क्षेत्र में अबाध गति देंगे।
— PMO India (@PMOIndia) October 29, 2018
मुझे बताया गया है कि आज जापान के निवेशकों ने भारत में 2.5 बिलियन यू एस डॉलर के नए निवेश की घोषणा की है: PM
इसी यात्रा के दौरान द्विपक्षीय करेन्सी स्वाप व्यवस्था पर हुई सहमति में हमारा आपसी विश्वास और हमारी आर्थिक साझेदारी की निरन्तर बढ़ती हुई नज़दीकी साफ़ तौर पर झलकते हैं: PM
— PMO India (@PMOIndia) October 29, 2018
इसी यात्रा के दौरान द्विपक्षीय करेन्सी स्वाप व्यवस्था पर हुई सहमति में हमारा आपसी विश्वास और हमारी आर्थिक साझेदारी की निरन्तर बढ़ती हुई नज़दीकी साफ़ तौर पर झलकते हैं: PM
— PMO India (@PMOIndia) October 29, 2018
भारत और जापान के सहयोग के बिना 21वीं सदी एशिया की सदी नहीं हो सकती।
— PMO India (@PMOIndia) October 29, 2018
आबे सान और मैं हमारे विदेश और रक्षा मंत्रियों के बीच 2+2 Dialogue के लिए सहमत हुए हैं।
इसका उद्देश्य विश्व में शांति और स्थिरता को बढ़ावा देना है: PM