QuoteBhagavad Gita is a world heritage which has been enlightening generations across the world since thousands of years: PM
QuoteGita teaches us harmony and brotherhood, says PM Modi
QuoteGita is not only a ‘Dharma Granth’ but also a ‘Jeevan Granth’: PM Modi

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હી સ્થિત ઇસ્કોન મંદિરનાં ગીતા આરાધના મહોત્સવ – ભારતનાં સાંસ્કૃતિક ગૌરવ કેન્દ્રમાં સામેલ થયા હતાં.

પ્રધાનમંત્રીએ ઇસ્કોનનાં શ્રદ્ધાળુઓએ તૈયાર કરેલી એક અનોખી ભગવદગીતાનું વિમોચન કર્યું હતું. આ ગીતાનો આકાર 2.8 મીટર છે અને તેનું વજન 800 કિલોગ્રામ છે.

|

જનસમૂહને સંબોધિત કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ ભવ્ય ભગવદગીતાનું વિમોચન એક વિશેષ પ્રસંગ છે. તેમણે કહ્યું હતું કે, આ અનોખું પુસ્તક દુનિયા માટે ભારતનાં જ્ઞાનનું પ્રતીક બનશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, લોકમાન્ય તિલકે જેલમાં કારાવાસ દરમિયાન ‘ગીતા રહસ્ય’ લખ્યું હતું, જેમાં તેમણે સરળ રીતે નિષ્કામ કર્મનાં ભગવાન કૃષ્ણનાં સંદેશનું વર્ણન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, મહાત્મા ગાંધીએ પણ ”ગાંધી અનુસાર ભગવદગીતા.” લખી છે, આ પુસ્તકની એક પ્રત તેમણે અમેરિકાનાં ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાને ભેટમાં આપી હતી.

 

|

 

પ્રધાનમંત્રીએ આ ગ્રંથ વિશે વિશ્વ સ્તરે જાગૃતિ વધારવામાં શ્રીલ ભક્તિવેદાંત પ્રભુપાદજીનાં પ્રયાસોની પ્રશંસા કરી હતી.

|

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જ્યારે આપણે જીવનમાં સંકટની સ્થિતિનો સામનો કરતાં હોઈએ, ત્યારે ભગવદગીતા હંમેશા આપણી માર્ગદર્શક બની શકે છે. ગીતાનાં પ્રસિદ્ધ શ્લોકને આદ કરીને તેમણે કહ્યું હતું કે, જ્યારે આપણે માનવતાનાં દુશ્મનો સાથે લડતાં હોઈએ છીએ, ત્યારે દૈવી શક્તિ હંમેશા આપણી સાથે હોય છે. તેમણે કહ્યું હતું કે, ગીતા આપણને લોકો માટે રાષ્ટ્રની સેવા કરવા માટે પ્રેરિત કરે છે.

|

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતીય મૂલ્ય અને સંસ્કૃતિ માનવતાની સામે હાલનાં અનેક સમસ્યાઓનું સમાધાન આપે છે. આ સંદર્ભમાં તેમણે યોગ અને આયુર્વેદનો પણ ઉલ્લેખ કર્યો હતો.

|

 

 

Click here to read PM's speech

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

Media Coverage

"This kind of barbarism totally unacceptable": World leaders stand in solidarity with India after heinous Pahalgam Terror Attack
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 25 એપ્રિલ 2025
April 25, 2025

Appreciation From Citizens Farms to Factories: India’s Economic Rise Unveiled by PM Modi