It is only partnerships that will get us to our goals: PM Modi
The health of mothers will determine the health of the children and the health of children will determine the health of our tomorrow: PM Modi
The India story is one of hope: PM Narendra Modi at Partners' Forum
We are committed to increasing India’s health spending to 2.5 percent of GDP by 2025: Prime Minister

મંચ પર બિરાજમાન મહાનુભાવો,

ભારત અને વિદેશથી પધારેલા પ્રતિનિધિઓ,

દેવીઓ અને સજ્જનો,

નમસ્તે

પાર્ટનર ફોરમ 2018માં દુનિયાભરથી આવેલા તમામ પ્રતિનિધિઓનું હાર્દિક સ્વાગત છે.

આપણે ફક્ત સહભાગીદારીથી આપણા લક્ષ્યાંકો પ્રાપ્ત કરી શકીએ છીએ. નાગરિકો વચ્ચે જોડાણ, સમુદાયો વચ્ચે સહભાગીદારી, દેશો વચ્ચે સહભાગીદારી – સતત વિકાસનાં એજન્ડાની ઝાંખી છે.

દેશો એકલ પ્રયાસોથી આગળ વધ્યા છે. તેઓ તમામ સમુદાયોને શક્તિસંપન્ન બનાવવા, સ્વાસ્થ્ય અને શિક્ષણમાં સુધારો કરવા, ગરીબી નાબૂદ કરવા, આર્થિક વિકાસમાં ઝડપ લાવવા અને છેલ્લે કોઈ પણ પાછળ ન રહી જાય તેના માટે કટિબદ્ધ છે. માતાનાં સ્વાસ્થ્યથી બાળકોનું આરોગ્ય નક્કી થાય છે અને બાળકોનાં આરોગ્યથી ભવિષ્યનું સ્વાસ્થ્ય નક્કી થાય છે.

આપણે અહીં સ્વાસ્થ્યમાં સુધારો કરવા અને માતાઓ તથા બાળકોનાં આરોગ્યમાં વિકાસ કરવાનાં ઉપાયો પર ચર્ચા કરવા માટે એકત્ર થયા છીએ. અમારી ચર્ચાનાં પરિણામોથી અમારા ભવિષ્ય પર ઊંડો પ્રભાવ પડશે.

પાર્ટનર ફોરમનું વિઝન ભારતનાં ‘वसुधैव कुटुम्बकम्’ નાં પ્રાચીન વિચારથી સુસંગત છે. આ મારી સરકારનાં મહત્ત્વપૂર્ણ લક્ષ્યાંક ‘સબ કા સાથ, સબ કા વિકાસ’ને પણ અનુરૂપ છે, જેનો અર્થ સમાવેશક વિકાસ માટે સામૂહિક પ્રયાસ અને સહભાગીદારી છે.

માતૃત્વ, નવજાત અને બાળવિકાસ માટે સહભાગીદારી એક વિશિષ્ટ અને પ્રભાવશાળી મંચ છે. અમે ફક્ત શ્રેષ્ઠ સ્વાસ્થ્યની વાત કરતાં નથી, પણ ઝડપી વિકાસની વાત પણ કરીએ છીએ.

જ્યારે આખી દુનિયા ઝડપી વિકાસની નવી રીતો શોધી રહી છે, ત્યારે આ જ કામ કરવાની સૌથી શ્રેષ્ઠ રીત મહિલાઓ માટે સારું સ્વાસ્થ્ય સુનિશ્ચિત કરવાનું છે. આ દિશામાં છેલ્લાં થોડાં વર્ષો દરમિયાન અમે ઘણી પ્રગતિ કરી છે. તેમ છતાં હજી ઘણું બધું કરવાનું બાકી છે. મોટા બજેટથી શ્રેષ્ઠ પરિણામો સુધી અને માનસિકતામાં પરિવર્તન સાથે સઘન તપાસ સુધી ઘણું બધું કરવાનું બાકી છે.

ભારતમાં આશાવાદ પ્રવર્તે છે. મને આશા છે કે, અવરોધો દૂર થશે. મને વ્યવહારોમાં પરિવર્તન લાવી શકીશું એવી અપેક્ષા છે. મને વિશ્વાસ છે કે, ઝડપથી પ્રગતિ થઈ શકે છે.

જ્યારે સતત વિકાસનાં લક્ષ્યાંકો પર સંમતિ બની હતી, ત્યારે એ સમયે ભારતમાં મહિલાઓ અને બાળકોનો મૃત્યુદર દુનિયામાં સૌથી વધુ હતો. સતત ઝડપ અને છેલ્લાં થોડાં વર્ષો દરમિયાન મૃત્યુદરમાં ઝડપથી થયેલા ઘટાડા પર ભાર મૂકવા ભારત માતૃત્વ અને બાળકોનાં સ્વાસ્થ્ય માટે એસડીજી લક્ષ્યાંકોનો પ્રાપ્ત કરવાની દિશામાં અગ્રેસર થયું છે. આ વર્ષ 2030ની સંમત સમયમર્યાદાથી બહુ આગળ છે.

ભારત એવા સૌપ્રથમ દેશોમાં સામેલ છે, જે કિશોરાવસ્થા પર વિશેષ ધ્યાન આપવાની વાત કરે છે અને કિશોરો માટે સઘન સ્વાસ્થ્ય સંવર્ધન અને રોગ પ્રતિરોધનનાં કાર્યક્રમોને લાગુ કરે છે. અમારા પ્રયાસોથી એ સુનિશ્ચિત થઈ શક્યું છે કે, વર્ષ 2015માં અપનાવવામાં આવેલી મહિલાઓ, બાળકો અને કિશોરોનાં સ્વાસ્થ્ય સંબંધિત વૈશ્વિક વ્યૂહરચનામાં તેને પોતાની ઓળખ મળી છે.

મને એ જાણીને આનંદ થયો છે કે, આ મંચનાં આયોજન દરમિયાન લેટિન અમેરિકન, કેરેબિયન ક્ષેત્ર અને ભારત વૈશ્વિક વ્યૂહરચના અપનાવવાનાં સંબંધમાં પોતાની રજૂઆત કરી રહ્યો છે. મને આશા છે કે, આ સંયોજનોથી સમાન વ્યૂહરચના વિકસાવવા માટે અન્ય દેશો અને ક્ષેત્રોમાંથી પ્રેરણા મળશે.

મિત્રો,

આપણા ધાર્મિક ગ્રંથો કહે છે કે, ‘यत्र नार्यस्तु पूजयन्ते रमन्ते तत्र देवताः’ એટલે કે જ્યાં નારીનો આદર થાય છે, ત્યાં દેવતાઓનો વાસ હોય છે. મારો દ્રઢ વિશ્વાસ છે કે, જ્યારે દેશનાં લોકો ખાસ કરીને મહિલાઓ અને બાળકો શિક્ષિત થાય તથા તેઓ સ્વતંત્ર, શક્તિસંપન્ન અને સ્વસ્થ જીવન જીવવામાં સક્ષમ હોય, ત્યારે એક રાષ્ટ્ર સમૃદ્ધ હોય છે.

મને આ જાણીને આનંદ થયો છે કે, ભારતનાં રસીકરણ કાર્યક્રમને આ ફોરમમાં ભારતની સફળતા સ્વરૂપે પ્રસ્તુત કરવામાં આવે છે. આ વિષય મારા હૃદયની નજીક છે. ઇન્દ્રધનુષ મિશન અંતર્ગત છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન અમે 32.8 મિલિયન બાળકો અને 8.4 મિલિયન ગર્ભવતી મહિલાઓ સુધી પહોંચ્યાં છીએ. અમે સર્વવ્યાપી રસીકરણ અંતર્ગત રસીની સંખ્યા 7થી વધીને 12 કરી છે. અમે રસીકરણમાં ન્યૂમોનિયા અને ડાયેરિયા જેવા જીવલેણ રોગોને પણ સામેલ કર્યા છે.

મિત્રો,

જ્યારે વર્ષ 2014માં મારી સરકારે કામગીરી સંભાળી હતી, એ સમયે દર વર્ષે પ્રસૂતિ દરમિયાન 44,000થી વધારે માતાઓનાં મૃત્યુ થતાં હતાં. અમે ગર્ભ દરમિયાન માતાઓને દરેક શક્ય સુવિધા પ્રદાન કરવા માટે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાનની શરૂઆત કરી હતી. અમે અમારા ડૉક્ટરોને આગ્રહ કર્યો હતો કે, તેઓ આ અભિયાન માટે દર મહિને એક દિવસ સેવા આપવાનો સંકલ્પ કરે. આ અભિયાન અંતર્ગત 16 મિલિયન પ્રસૂતિ પૂર્વે તપાસ કરવામાં આવી છે.

દેશમાં 25 મિલિયન નવજાત બાળકો છે. અમારે ત્યાં નવજાત શિશુઓની સારવારની શાનદાર વ્યવસ્થા છે, જે 794 ઉત્કૃષ્ટ વિશેષ નવજાત બાળક સુવિધા એકમો મારફતે 10 લાખથી વધારે નવજાત બાળકોની સારવાર કરે છે. આ આપણી એક સફળ વ્યવસ્થા છે. અમારી આ પહેલથી 4 વર્ષ અગાઉની સરખામણીમાં દરરોજ 5 વર્ષથી ઓછી ઉંમર ધરાવતાં 840 વધારે બાળકોનાં જીવનનું રક્ષણ થાય છે.

બાળકોને પોષણયુક્ત આહારની સમસ્યાનું સમાધાન પોષણ અભિયાનનાં માધ્યમથી કરવામાં આવે છે. એમાં વિવિધ યોજનાઓ સામેલ છે, જે ભારતને કુપોષણમુક્ત બનાવવા સમાન લક્ષ્યની દિશામાં કામ કરી રહી છે. બાળકોનાં જીવનની ગુણવત્તામાં સુધારો કરવા માટે આપણે રાષ્ટ્રીય બાળક સ્વાસ્થ્ય કાર્યક્રમ લાગુ કર્યો છે. છેલ્લાં ચાર વર્ષ દરમિયાન તેનાથી 800 મિલિયન બાળકોનાં સ્વાસ્થ્યની તપાસ થઈ છે અને 20 મિલિયન બાળકોને નિઃશુલ્ક સારવાર મોકલવામાં આવ્યાં છે.

ચિકિત્સા પર પરિવારો દ્વારા ખિસ્સામાંથી વધારે ખર્ચની ચિંતા હંમેશા આપણને સતાવી રહી છે. એટલે અમે આયુષમાન ભારત યોજના શરૂ કરવામાં આવી છે. આયુષમાન ભારતની વ્યૂહરચના બે તરફી છે.

પ્રથમ, એમાં સમુદાયની નજીક વ્યાપક પ્રાથમિક આરોગ્ય સુવિધાની જોગવાઈ છે, જેમાં સ્વસ્થ જીવનશૈલી તથા સ્વાસ્થ્ય અને સુખાકારી કેન્દ્રોનાં માધ્યમથી તેમા યોગ પણ સામેલ છે. સ્વાસ્થ્ય અને આરોગ્ય માટે ‘ફિટ ઇન્ડિયા’ અને ‘ઇટ રાઈટ’ અભિયાન પણ અમારી વ્યૂહરચનાનાં મહત્ત્વપૂર્ણ અંગો છે. એનાથી સમુદાયને બીપી, ડાયાબીટિસ તથા સ્તન, ગર્ભાશય અને મુખનાં કેન્સર સહિત સામાન્ય બિમારીઓની નિઃશુલ્ક તપાસ અને ચિકિત્સામાં મદદ મળશે. દર્દી પોતાનાં ઘરની નજીક નિઃશુલ્ક દવાઓ અને નિદાન સમર્થન પ્રાપ્ત કરી શકશે. અમારી યોજના વર્ષ 2022 સુધી આ પ્રકારનાં 150 હજાર સ્વાસ્થ્ય અને આરોગ્ય કેન્દ્ર શરૂ કરવાની છે.

આયુષમાન ભારત યોજનાનું બીજું ઘટક પ્રધાનમંત્રી જન-આરોગ્ય યોજના છે. આ અંતર્ગત દર વર્ષે દરેક કુટુંબને પાંચ લાખ રૂપિયાનો રોકડ રહિત સ્વાસ્થ્ય વીમો આપવાની જોગવાઈ છે. આ અંતર્ગત સૌથી વધુ ગરીબ અને નબળાં તબક્કાનાં 500 મિલિયન નાગરિકોને આવરી લેવામાં આવશે. આ સંખ્યા કેનેડા, મેક્સિકો અને અમેરિકાની કુલ વસતિને સમકક્ષ છે. અમે આ યોજનાની શરૂઆત થયાનાં દસ અઠવાડિયાની અંદર નિઃશુલ્ક ચિકિત્સા ઉપલબ્ધ કરાવવા માટે 700 કરોડ રૂપિયા પાંચ લાખ પરિવારો માટે આપવામાં આવ્યાં છે.

આજે વૈશ્વિક સાર્વભૌમિક સ્વાસ્થ્ય વીમાકવચ દિવસ છે. આ પ્રસંગે હું ફરી કહું છું કે, આપણા બધા માટે વ્યાપક સ્વાસ્થ્ય કવચ પ્રદાન કરવાની દિશામાં સંકલ્પબદ્ધ છે. આપણી પાસે એક મિલિયન નોંધાયેલા સામાજિક સ્વાસ્થ્ય કાર્યકર્તા કે આશા કાર્યકર્તા તથા 2.32 લાખ આંગણવાડી નર્સ છે, જે આગળની હરોળની મહિલા સ્વાસ્થ્ય કર્મચારીઓ છે. આ અમારા કાર્યક્રમની શક્તિ છે.

ભારત એક વિશાળ દેશ છે. થોડાં રાજ્યો અને જિલ્લાઓને વિકસિત દેશોની સમકક્ષ કાર્ય પ્રદર્શન કર્યું છે. અન્ય જિલ્લાઓને હજી કામ કરવાનું છે. હું મારા અધિકારીઓને 117 ‘આકાંક્ષી જિલ્લાઓની’ ઓળખ કરવાની સૂચના આપી છે. આ પ્રકારનાં દરેક જિલ્લાને એક ટીમ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જે શિક્ષણ, જળ અને સ્વચ્છતા, ગ્રામીણ વિકાસનાં ક્ષેત્રમાં સ્વાસ્થ્ય અને પોષણ આહારને સૌથી વધુ પ્રાથમિકતા આપીને કામ કરશે.

આપણે અન્ય વિભાગોનાં માધ્યમથી મહિલા કેન્દ્રિત યોજનાઓ પર કામ કરી રહ્યાં છીએ. વર્ષ 2015 સુધી ભારતમાં અડધાથી વધારે મહિલાઓ પાસે રસોઈ કરવા માટે સ્વચ્છ ઇંધણ ઉપલબ્ધ નહોતું. અમે ઉજ્જવલા યોજનાનાં માધ્યમથી એમાં પરિવર્તન કર્યું છે. ઉજ્જવલા યોજનાએ 58 મિલિયન મહિલાઓને સ્વચ્છ રસોઈનો વિકલ્પ ઉપલબ્ધ કરાવીશું.

અમે યુદ્ધનાં ધોરણે સ્વચ્છ ભારત મિશન ચલાવી રહ્યાં છીએ, જેથી ભારત વર્ષ 2019 સુધી ખુલ્લામાં શૌચમુક્ત થઈ શકે. છેલ્લાં ચાર વર્ષ દરમિયાન ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતાનો વ્યાપ 39 ટકાથી વધીને 95 ટકા થઈ ગયો છે.

આપણે બધા એક કહેવતથી પરિચિત છીએ કે જો તમે એક પુરુષને શિક્ષિત કરશો, તો એક વ્યક્તિને શિક્ષિત કરશો, પણ જો આપણે એક મહિલાને શિક્ષિત કરીશું, તો સંપૂર્ણ પરિવારને શિક્ષિત કરીએ છીએ. એને અમે બેટી બચાઓ, બેટી પઢાઓ કાર્યક્રમ સ્વરૂપે અપનાવ્યો છે. આ કાર્યક્રમનું ધ્યાન છોકરી પર અને એને સૌથી સારું જીવન અને શિક્ષણ પ્રદાન કરવા પર કેન્દ્રિત છે. આ ઉપરાંત અમે છોકરીઓ માટે જમા બચત યોજના – ‘સુકન્યા સમૃદ્ધિ યોજના’ શરૂ કરી છે. આ યોજના અંતર્ગત 12.6 મિલિયન ખાતાં ખોલવામાં આવ્યાં છે અને આ યોજના છોકરીઓનું ભવિષ્ય સુનિશ્ચિત કરવામાં અમારી મદદ કરી રહી છે.

અમે પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના પણ શરૂ કરી છે. આ યોજનાથી 50 લાખ ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવતી માતાઓને લાભ થશે. આ યોજના માતાને વેતન નુકસાનની ભરપાઈ કરવા માટે બાળકના જન્મ પહેલા અને પછી શ્રેષ્ઠ પોષણ તથા જરૂરી આરામ માટે માતાને ખાતામાં પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણ માટે સક્ષમ બનાવે છે.

અમે માતૃત્વ રજાને 12 અઠવાડિયાથી વધારીને 26 અઠવાડિયા કરી દીધી છે. અમે વર્ષ 2025 સુધી સ્વાસ્થ્ય પરનો ખર્ચ વધારીને કુલ સ્થાનિક ઉત્પાદનનો 2.5 ટકા હિસ્સો કરવા સંકલ્પ કર્યો છે. આ 100 અબજ અમેરિકન ડોલરથી વધારે છે. એનો અર્થ એ હશે કે ફક્ત આઠ વર્ષ દરમિયાન હાલનાં હિસ્સાથી 345 ટકાની વાસ્તવિક વૃદ્ધિ થશે. અમે લોકોનાં જીવનની ગુણવત્તા વધારવા માટે કામ કરતાં રહીશું. દરેક નીતિ, કાર્યક્રમ અને પહેલનાં કેન્દ્રમાં મહિલાઓ, બાળકો અને યુવાનોને  રાખીશું.

હું સફળતા પ્રાપ્ત કરવા માટે વિવિધ હિતધારકોની ભાગીદારીની જરૂરિયાત પર ભાર આપવા ઇચ્છું છું. અમને ખબર છે કે, સ્વાસ્થ્ય માટેની શ્રેષ્ઠ દેખભાળ, ખાસ કરીને મહિલાઓ અને બાળકોનાં સ્વાસ્થ્ય માટે મિશ્ર કાર્યવાહી કરવાનું સૌથી ઉત્તમ પગલું છે.

મિત્રો,

મારું માનવું છે કે, આગામી બે દિવસ દરમિયાન આ ફોરમ દુનિયાભરની 12 સફળતા ગાથાઓ પર ચર્ચા કરશે. હકીકતમાં આ વિવિધ દેશો વચ્ચે સંવાદની તક છે, આપણે એકબીજામાંથી શીખી શકીએ એને એકબીજા સાથે વહેંચવાની તક છે. ભારત કૌશલ્ય અને તાલીમ કાર્યક્રમો, છૂટછાટ ધરાવતી દવાઓની જોગવાઈ અને રસીકરણ, જ્ઞાન અને માહિતીનું હસ્તાંતરણ તથા આદાન-પ્રદાન કાર્યક્રમોનાં માધ્યમથી સહયોગી દેશોને એમનાં વિકાસનાં લક્ષ્યાંકો હાંસલ કરવામાં સમર્થન આપવા માટે તૈયાર છે.

 

હું મંત્રીસ્તરીય સંમેલનનાં પરિણામોને જાણવા ઇચ્છું છું. આ ફોરમ એક જીવંત મંચ સ્વરૂપે આપણને ‘જીવંતતા – સમૃદ્ધિ – પરિવર્તન (Suvive – Thrive – Transform) પ્રત્યે દ્રઢતા પ્રદાન કરશે.

આપણા કાર્યક્રમો નક્કી છે અને આપણે સૌથી વધુ સમર્પણ સાથે તમામ માટે સ્વાસ્થ્ય સુવિધા આપવા માટે કામ કરતાં રહીશું. ભારત તમામ સહયોગી દેશો સાથે હંમેશા ઊભો રહેશે.

અહીં હું તમને બધાને આગ્રહ કરું છું કે, આને સાચી ભાવના સાથે અપનાવો, જેથી આપણે સંપૂર્ણ માનવતાને આપણું સમર્થન આપવા માટે સક્ષમ થઈ શકીએ.

આવો, આપણે બધા મળીને આ નેક કામ કરવા માટે આપણો સંકલ્પ વ્યક્ત કરીએ.

ધન્યવાદ.

 

 

 

 

 

 

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India’s Biz Activity Surges To 3-month High In Nov: Report

Media Coverage

India’s Biz Activity Surges To 3-month High In Nov: Report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM to participate in ‘Odisha Parba 2024’ on 24 November
November 24, 2024

Prime Minister Shri Narendra Modi will participate in the ‘Odisha Parba 2024’ programme on 24 November at around 5:30 PM at Jawaharlal Nehru Stadium, New Delhi. He will also address the gathering on the occasion.

Odisha Parba is a flagship event conducted by Odia Samaj, a trust in New Delhi. Through it, they have been engaged in providing valuable support towards preservation and promotion of Odia heritage. Continuing with the tradition, this year Odisha Parba is being organised from 22nd to 24th November. It will showcase the rich heritage of Odisha displaying colourful cultural forms and will exhibit the vibrant social, cultural and political ethos of the State. A National Seminar or Conclave led by prominent experts and distinguished professionals across various domains will also be conducted.