PM Modi dedicates multiple development projects worth Rs. 22,000 crores in Bhilai, Chhattisgarh
The expansion of Bhilai Steel Plant will further strengthen the foundation of a New India: PM Modi
Continuous efforts are being made to enhance water, land and air connectivity: PM Modi
Under UDAN Yojana, we are opening new airports at places where the previous government even refrained to construct roads: PM
Naya Raipur is now the country’s first Greenfield Smart City; be it electricity, water or transport, everything will be controlled from a single command centre: PM Modi
Development is necessary to eliminate any kind of violence: PM Modi

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે છત્તીસગઢની મુલાકાત લીધી હતી. તેમણે નવા રાયપુર સ્માર્ટ સિટી ખાતે ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું ઉદઘાટન કર્યું. તેમને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર અંગેના વિવિધ પાસાઓની ટૂંકમાં જાણકારી આપવામાં આવી હતી.

ત્યારબાદ તેમણે ભિલાઈ સ્ટીલ પ્લાન્ટ ખાતે બ્લાસ્ટ ફર્નેસ-8ની મુલાકાત લીધી અને ત્યાં પણ તેમને પ્લાન્ટની વિવિધ બાબતોની માહિતી આપવામાં આવી હતી. પ્રધાનમંત્રીને આવકારવા માટે ભિલાઈની શેરીઓમાં લોકો કતારબંધ ઉભા હતા.

એક વિશાળ જાહેર સભા ખાતે પ્રધાનમંત્રીએ આધુનિક અને વિસ્તૃતીકરણ પામેલો ભિલાઈ સ્ટીલ પ્લાન્ટ દેશને સમર્પિત કર્યો હતો. તેમણે આઈઆઈટી ભિલાઈનો શિલાન્યાસ પણ કરાવ્યો. ત્યારબાદ તેમણે ભારતનેટના બીજા તબક્કાનો પ્રારંભ દર્શાવતી એક તકતીનું અનાવરણ પણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ જગદલપુર અને રાયપુર વચ્ચે હવાઈસેવાનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે વિવિધ યોજનાઓ અંતર્ગત લાભાર્થીઓને લેપટોપ, પ્રમાણપત્રો અને ચેક વગેરેનું પણ વિતરણ કર્યું હતું.

જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રી એ બાબતની ખાતરી ઉચ્ચારી હતી કે વિકાસ એ જ તમામ પ્રકારની હિંસાનો શ્રેષ્ઠ ઉત્તર છે.

તેમણે કહ્યું કે ભિલાઈ સ્ટીલ પ્લાન્ટે દેશના નિર્માણમાં સિંહફાળો આપ્યો છે. તેમણે જણાવ્યું કે આધુનિક અને વિસ્તૃતીકરણ પામેલો પ્લાન્ટ નવા ભારતના મજબુત પાયાનું નિર્માણ કરવામાં અગત્યની ભૂમિકા ભજવશે. આજના દિવસે અન્ય વિકાસ કાર્યો કે જેમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેમના ફાયદાઓ અંગે પણ તેમણે માહિતી આપી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે છેલ્લા બે મહિનામાં ગ્રામ સ્વરાજ અભિયાનની હકારાત્મક અસર જોવા મળી છે. તેમણે વધુમાં કહ્યું કે આ અભિયાન મિશનને 115 મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં મજબુત રીતે પાલન કરવમાં આવી રહ્યું છે કે જેમાંથી 12 જિલ્લાઓ છત્તીસગઢના છે. રાજ્યમાં જન ધન યોજના, મુદ્રા યોજના, ઉજ્જવલા યોજના, પાક વીમા યોજના અને સૌભાગ્ય યોજના દ્વારા પ્રાપ્ત થયેલ લાભો અંગે પણ તેમણે માહિતી આપી હતી.

શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે જનજાતિના લોકોની હિતને ધ્યાનમાં રાખીને જંગલ અધિકાર કાયદો કડકાઈથી અમલમાં મુકવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે સરકાર આદિજાતિના કલ્યાણ માટે કાર્ય કરી રહી છે અને સમગ્ર દેશમાં એકલવ્ય વિદ્યાલયોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Click here to read PM's speech

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Mann Ki Baat: Who are Kari Kashyap and Punem Sanna? PM Modi was impressed by their story of struggle, narrated the story in Mann Ki Baat

Media Coverage

Mann Ki Baat: Who are Kari Kashyap and Punem Sanna? PM Modi was impressed by their story of struggle, narrated the story in Mann Ki Baat
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 30 ડિસેમ્બર 2024
December 30, 2024

Citizens Appreciate PM Modis efforts to ensure India is on the path towards Viksit Bharat