દક્ષિણ આફ્રિકાનાં રાષ્ટ્રપતિ,
મહામહિમ શ્રી સિરિલ રામાફોસા,
ભારત અને દક્ષિણ આફ્રિકાનાં ઔદ્યોગિક ક્ષેત્રનાં આગેવાનો;
દેવીઓ અન સજ્જનો.
નમસ્કાર!
અહિં ભારત – દક્ષિણ આફ્રિકા ફોરમમાં તમને બધાને મળવાની મને ખુશી છે. મહામહિમ શ્રી રાષ્ટ્રપતિ અને તમારી સાથે હોવા બદલ અમે સન્માનની લાગણી અનુભવીએ છીએ.
આવતીકાલે આપ અમારા 70મા પ્રજાસત્તાક દિવસની પરેડમાં મુખ્ય મહેમાન બનશો એ અમારા માટે ગર્વની વાત છે. ભારત અને દક્ષિણ આફ્રિકા એમ બંને દેશો સદીઓથી અતૂટ સંબંધ ધરાવે છે, જે ભારત અને દક્ષિણ આફ્રિકાનો રાષ્ટ્રીય સ્વતંત્રતા સંગ્રામ એકબીજા સાથે જોડાયેલો છે. અત્યારે આપણા સહિયારા સંબંધો, સહિયારા અને સમૃદ્ધ ભવિષ્યને લઈને છે, જે આપણા લોકો માટે મહાત્મા ગાંધી અને મડિબાએ જોયેલા સ્વપ્નોને સાકાર કરે છે. આપણે આપણા લોકો અને દુનિયા માટે ઉજ્જવળ ભવિષ્ય માટે સતત સાથ-સહકાર અને જોડાણ કરવા ઇચ્છીએ છીએ.
આપણે 22 વર્ષ અગાઉ રેડ ફૉર્ડ ડેક્લેરેશન મારફત વ્યૂહાત્મક જોડાણ કર્યું હતું. મારું માનવું છે કે, બંને દેશો વચ્ચ સદીઓ જૂનાં સંબંધો અને ભાગીદારી વચ્ચે સંવાદથી આપણે દરેક રીતે એકબીજાની વધુ નજીક આવીશું, આપણાં સંબંધોન વધારે ગાઢ બનાવી શકીશું. આપણે દ્વિપક્ષીય અને પારસ્પરિક ગાઢ સાથ-સહકાર માટે આપણી કટિબદ્ધતામાં સતત પ્રતિબદ્ધ રહ્યાં છીએ. છેલ્લાં થોડાં વર્ષોમાં કેટલાંક ક્ષેત્રોમાં નવેસરથી શરૂઆત કરી છે અને બંને જૂના મિત્ર દેશો વચ્ચે સંબંધો વધારે ગાઢ અને રસપ્રદ બન્યાં છે.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વેપારી સંબંધોમાં સતત વધારો થઈ રહ્યો છે અને વર્ષ 2017-18માં 10 અબજ ડોલરનાં આંકડાને આંબી ગયો છે. વર્ષ 2018માં બે મોટી વ્યાવસાયિક પહેલથી મદદ મળી છે. તેમાં એક પહેલ ભારત-દક્ષિણ આફ્રિકા બિઝનસ સમિટ છ, જે એપ્રિલ, 2018માં જ્હોનિસબર્ગમાં યોજાઈ હતી. બીજી પહેલ ઇન્વેસ્ટ ઇન ભારત બિઝનસ ફોરમ છે, જે નવેમ્બર, 2018માં જ્હોનિસબર્ગમાં યોજાઈ હતી.
જો કે હજુ પણ મોટી સંભવિતતા છે. હું ભારત અને દક્ષિણ આફ્રિકાની સરકારી સંસ્થાઓને, રોકાણ સંવર્ધન સંસ્થાઓને તેમજ બંને દેશોનાં વ્યાવસાયિક આગેવાનોને ખરી સંભવિતતા પ્રાપ્ત કરવા સક્રિયપણે કામ કરવા અપીલ કરું છું. મને એ જોઈને આનંદ થયો હતો કે, આપણા રાજ્યોમાં આફ્રિકાનાં દેશોની કંપનીઓની હાજરી અને કામગીરી નોંધપાત્ર છે.
મને ખુશી છે કે જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો, ત્યારે મને દક્ષિણ આફ્રિકાનાં પ્રસિદ્ધ સહભાગીઓને આવકારવાનો અવસર મળ્યો હતો. ગયા અઠવાડિયે વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટમેન્ટ સમિટ યોજાઈ હતી, જેમાં અમારા મિત્રો અને દક્ષિણ આફ્રિકામાંથી મોટી સંખ્યામાં સહભાગીઓ જોઈને મને ખુશી થઈ છે, એક દિવસે વિશેષ રૂપે ‘આફ્રિકા ડે’ તરીકે ઉજવાયો હતો.
આ દર્શાવે છે કે, બંને દેશો વચ્ચેનું જોડાણ અગાઉ કરતાં વધારે ગાઢ થયું છે. આ આપણા દ્વિપક્ષીય આર્થિક સંબંધો માટે ખરેખર અદભુત બાબત છે. દેવીઓ અને સજ્જનો, ભારતનું અર્થતંત્ર અત્યારે 2.6 ટ્રિલિયન ડોલરનું છે. દુનિયામાં ભારતનું અર્થતંત્ર સૌથી વધુ ઝડપથી વિકસતાં અર્થતંત્રોમાં સામેલ છે.
અમે આંતરરાષ્ટ્રીય સ્તરે પાંચમું સૌથી મોટું અર્થતંત્ર બનવાનાં માર્ગે અગ્રેસર છીએ. વર્લ્ડ બેંકનાં ઇઝ ઑફ ડૂઇંગ બિઝનેસનાં તાજેતરનાં અહેવાલમાં ભારત 77મું સ્થાન ધરાવે છે અને આ ક્રમાંકમાં છેલ્લાં ચાર વર્ષમાં ભારતે 65 ક્રમની હરણફાળ ભરી છે.
અમે અંકટાડ દ્વારા જાહેર થયેલી યાદીમાં એફડીઆઈ (પ્રત્યક્ષ વિદેશી રોકાણ) મેળવતાં ટોચનાં દેશોમાં સામેલ છે. પણ અમે સંતુષ્ટ નથી. દરરોજ અમે અર્થતંત્રનાં મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં જરૂરી પરિવર્તનો અને સુધારા કરી રહ્યાં છીએ.
મેક ઇન ભારત, ડિજિટલ ભારત અને સ્ટાર્ટ-અપ ભારત જેવા અમારા વિશેષ કાર્યક્રમે દુનિયાનાં રોકાણકારોને ભારત માટે આકર્ષણ ઊભું કર્યું છે.
અમારા ઉદ્યોગો ઇન્ડસ્ટ્રી 4.0 તરફ અગ્રેસર છે અને અમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, 3-ડી પ્રિન્ટિંગ, રોબોટિક્સ સહિત અમારી વિવિધ ટેકનોલોજીઓ સહિત અન્ય નવીન ટેકનોલોજીઓ અપનાવી છે. અમારી સરકાર 1.3 અબજ લોકોનાં જીવનધોરણને સુધારવા તમામ પ્રયાસો કરી રહી છે, જે દુનિયાની છઠ્ઠા ભાગની વસતિ છે.
અમે ‘નવા ભારત’નાં નિર્માણ પ્રત્યે કટિબદ્ધ છીએ, જેમાં અત્યાધુનિક માળખાગત સુવિધા હશે તથા ઝડપ, કૌશલ્ય અને વ્યાપ પર ભાર મૂકવામાં આવશે.
અહિં હું તમને અભિનંદન આપવાની તક પણ ઝડપું છું,
મહામહિમ,
વર્ષ 2018માં તમે નવા દક્ષિણ આફ્રિકાનાં વિઝન માટે વિવિધ પહેલો શરૂ કરી હતી. અમે દક્ષિણ આફ્રિકામાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઇ)ને આકર્ષવાનાં તમારા પ્રયાસોમાં સફળતા મળે એવી શુભેચ્છા પાઠવું છું તેમજ ત્રણ વર્ષમાં યુવાનો માટે એક મિલિયન રોજગારીનું સર્જન થાય એવું ઇચ્છું છું
મને ખુશી છે કે, આ ઉદ્દેશો પાર પાડવામાં ભારત યોગદાન આપી રહ્યું છે. દક્ષિણ આફ્રિકામાં અમારું રોકાણ સતત વધી રહ્યું છે. આ આશરે 10 અબજ ડોલર છે, જેનાથી સ્થાનિક સ્તરે 20,000થી વધારે રોજગારીનું સર્જન થયું છે.
એક મૈત્રીપૂર્ણ દેશ તરીકે ભારતને નીતિગત આર્થિક સુધારા અને સંતુલિત સંસ્થાઓ સ્થાપિત કરવામાં પોતાનાં અનુભવને વહેંચવાની ખુશી થશે. અમે દક્ષિણ આફ્રિકામાં ભારતીય કંપનીઓ દ્વારા વધારે રોકાણને પ્રોત્સાહન આપીએ છીએ તથા અમને ખાતરી છે કે દક્ષિણ આફ્રિકાની વધુ કંપનીઓ ભારતીય બજારમાં પ્રવેશ કરશે.
હું તમને ખાતરી આપુ છું કે, નવું ભારત તમને આવકારશે, અમારે ત્યાં રહેલી તમામ તકો પર તમે નજર દોડાવી શકો છો, ખાસ કરીને ખાદ્ય અને કૃષિ પ્રસંસ્કરણ, ખાણ કામ, સંરક્ષણ, ફિન-ટેક, વીમો અને માળખાગત ક્ષેત્રોમાં.
આ રીતે ભારત સ્ટાર્ટ-અપ, હેલ્થકેર અને ફાર્મા, બાયોટેક, આઇટી તથા આઇટી સાથે સંકળાયેલા ક્ષેત્રોમાં પણ દક્ષિણ આફ્રિકા સાથે જોડાણ કરી શકે છે.
અમને તાજેતરમાં શરૂ થયેલી ગાંધી મંડેલા સ્કિલ્સ ઇન્સ્ટિટ્યૂટ મારફતે દક્ષિણ આફ્રિકાની કૌશલ્યની ગાથામાં સહભાગી બનવાની ખુશી છે. આ પહેલ યુવાનોને સક્ષમ બનાવશે.
અમારા બંને દેશો વચ્ચે અન્ય મહત્વપૂર્ણ જોડાણ જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રમાં થઈ શકશે. બંને દેશો ડાયમન્ડની સીધી ખરીદી માટે વિવિધ તકો શોધી શકે છે.
આ ઇકોનોમિઝ ઑફ સ્કેલ સુનિશ્ચિત કરશે તથા ગ્રાહક અને વિક્રેતા એમ બંને માટે ખર્ચમાં ઘટાડો પણ કરશે. દક્ષિણ આફ્રિકા અમારા નવી અને પુનઃપ્રાપ્ત ઊર્જા માટે ભારત સાથે જોડાણ પણ કરી શકે છે, ખાસ કરીને “આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન” મારફતે.
વ્યાવસાયિકો અને પ્રવાસીઓ માટે હાલની વિઝા નીતિને સરળ બનાવવાથી અને પ્રત્યક્ષ જોડાણથી વ્યવસાય સરળ થશે અને બંને દેશો વચ્ચે લોકોનું આદાન-પ્રદાન સરળ બનશે.
દેવીઓ અને સજ્જનો,
ભારત – દક્ષિણ આફ્રિકા ભાગીદારીમાં વણખેડાયેલી શક્યતાઓ મોટા પ્રમાણમાં છે. આપણે આપણા બંને દેશો અને લોકોનાં લાભ માટે વૃદ્ધિ અને સમૃદ્ધિ વહેંચવાનાં નવા યુગ માટે સંયુક્તપણે કામ કરવાની જરૂર છે.
મહામહિમ તમારી મુલાકાત અમને આ મૈત્રીપૂર્ણ સંબંધોને આગળ વધારવાની, ગાઢ બનાવવાની જરૂરી તક પ્રદાન કરે છે.
મહામહિમ, હું આ સહિયારા પ્રયાસમાં ખભે-ખભો મિલાવીને કામ કરવા પ્રતિબદ્ધ છું.
ધન્યવાદ.
તમારો ખૂબ-ખૂબ આભાર.