- ગુજરાત, રાજસ્થાન, આસામ, અરુણાચલ પ્રદેશ, નાગાલેંડ અને મણીપુરમાં 2017ના મધ્યમાં આવેલા પૂરે ભરી ન શકાય તેવી જીવક્ષતિ,મિલકત તેમજ પશુઓને નુકસાન કર્યું છે. જેવા આ અંગેના સમાચાર આવ્યા સંબંધિત સરકારી સંસ્થાઓ તેમજ વિભાગોને કાર્યરત કરવામાં આવ્યા અને તેમની સાથે વડાપ્રધાન અંગતરીતે ડિઝાસ્ટર રિસ્પોન્સ પર નજર રાખી રહ્યા હતા.
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર દ્વારા થનારી ક્ષતિની અસરને બને તેટલી ઓછી કરવા લેવામાં આવેલા પગલાંઓ અંગે પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું અને રાજ્ય તેમજ કેન્દ્ર સરકારના અધિકારીઓ સાથે બેઠકો કરી હતી. તેમણે પૂરગ્રસ્ત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ઉચ્ચકક્ષાની બેઠક કરી હતી અને કેન્દ્ર તરફથી બનતી તમામ સહાયતાની ખાતરી આપી હતી.
- ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમયગાળામાં જ તેમણે ગુજરાતમાં આવેલા ભૂકંપથી અસરગ્રસ્ત વિસ્તારોમાં વ્યાપક પુનર્વસનનું કાર્ય હાથ ધરીને રાજ્યની મશીનરીના ડિઝાસ્ટર રિસ્પોન્સને વ્યવસ્થિત બનાવ્યો હતો. ભૂજ, એક શહેર જે ગુજરાતના ભૂકંપ (2001માં) સંપૂર્ણપણે જમીનદોસ્ત થઇ ગયું હતું તે નવનિયુક્ત મુખ્યમંત્રી મોદીની સીધી દેખરેખ હેઠળ અભૂતપૂર્વ ઝડપ અને સ્તરથી ફરીથી સજીવન થયું હતું. તેમની તત્કાળ કાર્ય કરવાની પદ્ધતિ બાદમાં જ્યારે મુખ્યમંત્રી પોતે પૂરગ્રસ્ત ઉત્તરાખંડ ખીણમાં ગુજરાતના લોકોના બચાવ માટે ઉતરી આવ્યા હતા ત્યારે ફરીથી સામે આવી હતી.
- વડાપ્રધાન મોદીના મુખ્યમંત્રી તરીકે હોનારત સંબંધી વિપુલમાત્રામાં રહેલા વ્યવહારુ અનુભવોએ દેશના અન્ય ભાગોમાં થયેલી આપત્તિ સમયે પણ મદદરૂપ થઇ છે. 2014નું પૂર જેણે જમ્મુ અને કાશ્મીરમાં બરબાદી લાવી હતી, વડાપ્રધાન મોદીએ રાજ્યની મૂલાકાત લઈને પરિસ્થિતિની જાણકારી મેળવી હતી. આ પૂરને ‘રાષ્ટ્રીય આપદા’ ઘોષિત કરીને તેમણે વધારાના રૂ. 1000 કરોડ રૂપિયા રાજ્યમાં પૂર રાહત તેમજ તેના પુનઃનિર્માણ માટે છૂટા કર્યા હતા. બચાવકાર્યમાં લશ્કરની સમયસરની ગોઠવણીએ અસંખ્ય જીવ બચાવ્યા હતા.
- હોનારત સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાયમ કુદરતની થપાટ લાગેલા રાજ્યોને પોતાના પગ પર બને તેટલા ઝડપથી ઉભા થવા માટે મશીનરીની ગોઠવણી માટે સક્રિય અભિગમ દાખવ્યો છે. 2015માં જ્યારે ચેન્નાઈ અભૂતપૂર્વ પૂર દ્વારા આહત થયું હતું ત્યારે વડાપ્રધાન ખુદે પરિસ્થિતિ પર નજર રાખી હતી. મેડીકલ ચીજવસ્તુઓ, દવાઓ અને ડોકટરોની આપૂર્તિ માટે નેવીના INS ઐરાવતને ચેન્નાઈ બંદર પર ખડું કરી દેવામાં આવ્યું હતું કારણકે ચેન્નાઈ તમામ રસ્તાઓના માર્ગથી કપાઈ ચુક્યું હતું.
- 2015માં નેપાળમાં આવેલા ભયંકર ભૂકંપ બાદ ભારત તકલીફમાં રહેલા પોતાના પડોશીની મદદ કરવા માટે હાથ લાંબો કરનાર પ્રથમ રાષ્ટ્ર હતું. ‘ડિઝાસ્ટર ડીપ્લોમસી’ નો નવો અધ્યાય લખતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉપમહાદ્વીપમાં ભારતની નેતા તરીકેની ઓળખને સાબિત કરી હતી. પડોશી દેશમાં NDRFની ટીમ સહીત હજારો ટનની માલસામગ્રી લઇ જવામાં આવી હતી. ભારતની વૈશ્વિક સ્તરે પ્રશંસા કરવામાં આવી હતી, ખાસકરીને ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુએ વડપ્રધાન નરેન્દ્ર મોદીના ઈઝરાયેલના ભૂકંપગ્રસ્ત નેપાળમહી પોતાના નાગરિકોને બચાવીને તેમને ભારતની ભૂમિ પર સહાયતા આપવાના જુસ્સાદાર પ્રયાસના ધન્યવાદ કર્યા હતા.વડાપ્રધાન મોદીના મુત્સદીગીરીભર્યા પ્રયત્નો વિવિધ દેશો સાથે સમાન સહકાર દ્વારા સમગ્ર ગ્રહને અસર કરતી સમસ્યાઓ જેવીકે ક્લાઈમેટ ચેન્જ, કુદરતી અને માનવસર્જિત હોનારતોનો ઉકેલ લાવવા પર કેન્દ્રિત હોય છે.
- એક અન્ય સર્વપ્રથમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ISROના સેટેલાઈટ જેનું લક્ષ્ય હોનારત સમયે અત્યંત આવશ્યક સંચાર પૂરો પાડવાનો છે તેના પ્રક્ષેપણને દોરવણી આપી હતી. સાત SAARC રાષ્ટ્રોના રાષ્ટ્રાધ્યક્ષો દ્વારા ભારતની તેના પડોશીઓને આપવામાં આવેલી આ અનોખી ભેટની પ્રશંસા કરવામાં આવી હતી.
- ક્લાઈમેટ ચેન્જની અસર હેઠળ તકલીફ અનુભવી રહેલી પૃથ્વી પર હોનારતની તૈયારી તેમજ તેની અસરને ઓછી કરવી તે અવિરતપણે વિકાસ જાળવી રાખવાની બે જરૂરી શરતો બની ગઈ છે. દરેક હોનારત ઉતાવળિયા શહેરીકરણની ભૂલોને ઉઘાડી પાડે છે. સેન્ડાઈ ફ્રેમવર્ક જે એક સ્થળ પર હોનારતના ભયને ઓછું કરી શકે છે તેને ભારતના શહેરી આયોજનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હોનારતના ભયને ઓછા કરવાના વૈશ્વિક ધારાધોરણો સાથે મેળવી દીધું છે.
- ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર રોડમેપમાં શાસનના તમામ સ્તરે હોનારતના ભયથી સર્જાતા પડકારોને પહોંચી વળવા માટેની વ્યાપક બાંધણી ખુબ લાંબા સમયથી ગેરહાજર છે. કોઇપણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ન્યૂનતમ આયોજનવાળા ભારતના સર્વપ્રથમ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ યોજના બનાવી રહ્યા છે.સેન્ડાઈ ફ્રેમવર્ક અંતર્ગત NDMP વિકાસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટને તમામ સ્તરે એકરૂપ બનાવી રહ્યું છે.
- નવેમ્બર 2016માં નવી દિલ્હી ખાતે પ્રથમવાર આયોજીત ડિઝાસ્ટર રિસ્કને હળવા બનાવવા અંગેની એશિયન મંત્રીઓની બેઠકને સંબોધતા વડાપ્રધાન મોદીએ સેન્ડાઈ ફ્રેમવર્કને મજબૂત અને દેખીતીરીતે કાર્યરત બનાવવા માટે 10 મુદ્દાઓનો એજન્ડા બહાર પાડ્યો હતો. આ એજન્ડામાં મહિલા શક્તિના ઉપયોગને વધારવા તેમજ હોનારતની પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાષ્ટ્રો વચ્ચેના સહકારને વધારવાનું કહેવામાં આવ્યું હતું.
- ભારત, એક ઝડપથી વિકસતા રાષ્ટ્ર માટે હોનારત પ્રતિકાર અને પર્યાવરણકેન્દ્રિત શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે હજી ઘણું કરવાનું બાકી છે. ક્લાઈમેટ ચેન્જ અને કુદરતી હોનારતોની પુનરાવૃત્તિ વચ્ચેનો સંબંધ એ વૈશ્વિક ચિંતાનો વિષય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના નેતૃત્વ હેઠળ ભારતે આંતરરાષ્ટ્રીય સૂર્ય ઉર્જા જોડાણની શરૂઆત દ્વારા જે હોનારતના ભયને મોટા પ્રમાણમાં પરિણામો લાવવા માટે સક્ષમ એવા ડિઝાસ્ટર મેનેજમેન્ટના સેન્ડાઈ ફ્રેમવર્કને અમલમાં મુકવા માટેની નેતાગીરી લીધી છે. સ્થાનિકથી વૈશ્વિક સ્તરે ભારત હોનારતની તૈયારી, તેની અસર ઓછી કરવી, રાહત અને પુનર્વસનને તેના વિકાસની યોજનામાં તમામ પ્રકારે જવાબદાર બનાવવાને સામેલ કરી રહ્યું છે.