પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે ફોન પર વાત કરી.
ઉપરાષ્ટ્રપતિ હેરિસે પ્રધાનમંત્રીને તેમની 'ગ્લોબલ રસી વહેંચણી વ્યૂહરચના'ના ભાગરૂપે ભારત સહિત અન્ય દેશો માટે કોવિડ-19 રસી બનાવવાની અમેરિકાની યોજનાઓ વિશે માહિતગાર કર્યા.
પ્રધાનમંત્રીએ અમેરિકી નિર્ણય અને તાજેતરના સમયમાં યુ.એસ. સરકાર, કંપનીઓ અને યુ.એસ.માં ભારતીય ડાયસ્પોરા તરફથી ભારતને તમામ સ્વરૂપોમાં એકતા અને સમર્થન મળ્યું છે તે અંગે ઉપરાષ્ટ્રપતિ હેરિસની પ્રશંસા કરી હતી.
બંને નેતાઓએ અમેરિકા અને ભારત વચ્ચે રસી ઉત્પાદનના ક્ષેત્ર સહિત આરોગ્ય પુરવઠાની સાંકળને મજબૂત બનાવવાના ચાલુ પ્રયાસો પર ચર્ચા કરી. તેઓએ રોગચાળાના લાંબા ગાળાના સ્વાસ્થ્ય પ્રભાવને ધ્યાનમાં લેવામાં ભારત-યુ.એસ. ભાગીદારી અને ક્વાડ રસીકરણ પહેલની સંભાવના પર ભાર મૂક્યો.
પ્રધાનમંત્રીએ વૈશ્વિક આરોગ્યની સ્થિતિ સામાન્ય સ્થિતિ થયા બાદ તરત જ ઉપરાષ્ટ્રપતિ હેરિસને ભારત આવવા આશા વ્યક્ત કરી હતી.