પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ મહામહિમ મટામેલા સિરિલ રામાફોસા સાથે ટેલિફોન પર સંવાદ કર્યો.
બંને નેતાએ કોવિડ –19 રોગચાળા દ્વારા સતત ઉભા થયેલા પડકારો અંગે તથા આ સંદર્ભમાં બંને દેશમાં રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે તે અંગે ચર્ચા કરી.
પ્રધાનમંત્રીએ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સાથેના સંવાદમાં એ વાતનો પુનરોચ્ચાર કર્યો કે ફાર્માસ્યુટિકલ્સ અને રસી માટે ભારતની નોંધપાત્ર ઉત્પાદક ક્ષમતા, આફ્રિકાના દેશો સહિત તમામ દેશોની જરૂરિયાતોને પૂરી પાડશે.
બંને નેતાએ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વિવિધ આંતરરાષ્ટ્રીય સ્તરે સહયોગની સંભાવનાઓ, રસીઓ અને દવાઓ મળી રહે અને પરવડે તેવી સવલત પર પણ ચર્ચા કરી.
નેતાઓએ સંમતિ આપી કે બંને દેશોના અધિકારીઓ આગામી દિવસોમાં અનુભવોની આપલે અને રોગચાળા સામે સહયોગી પ્રયત્નોની સંભાવનાઓ શોધવા માટે સંપર્કમાં રહેશે.