દેવીઓ અને સજ્જનો,
મારા પ્રતિનિધિ મંડળ અને મારું ઉષ્માપૂર્ણ સ્વાગત કરવા બદલ હું રાષ્ટ્રપતિ જીન્બેકોવનો આભાર વ્યક્ત કરું છું. હું કિર્ગીસ્તાનને લગભગ છેલ્લા ૩૦ વર્ષની અભૂતપૂર્વ ઉપલબ્ધિઓ માટે અભિનંદન આપું છું. પોતાની પ્રાકૃતિક સુંદરતા, મજબૂત લોકતંત્ર અને પ્રતિભાસંપન્ન લોકોના કારણે આ દેશનું ભવિષ્ય ઉજ્જવળ છે. ભારતના લોકો પ્રત્યે કિર્ગિઝ લોકોની મૈત્રી અને પ્રેમ હૃદયને સ્પર્શી લે છે. મારી ગઈ વખતની યાત્રામાં અને આ વખતે પણ મેં અહિયાં બિલકુલ ઘર જેવા પોતીકાપણાનો અનુભવ કર્યો છે.
મહાનુભાવ,
હું તમને એસસીઓ સમિટની સફળ અધ્યક્ષતા પર શુભકામનાઓ આપું છું. તમારી અધ્યક્ષતામાં, ક્ષેત્રીય સહયોગને વધુ સારો બનાવવામાં એસસીઓએ અનેક પગલા ભર્યા છે. ગયા મહીને નવી દિલ્હીમાં, મારા શપથ ગ્રહણ સમારોહને તમે સુશોભિત કર્યો છે. હું તમારો ખૂબ આભારી છું. મને એ વાતની પણ ખુશી છે કે આજે તમારી સાથે પોતાના દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરવાનો અવસર પ્રાપ્ત થયો. ભારત અને કિર્ગિઝ ગણરાજ્ય બંને આંતરિક સંબંધોને ખૂબ વધુ મહત્વ આપે છે.
મિત્રો,
આજે મારી રાષ્ટ્રપતિ જીન્બેકોવ સાથે અનેક મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા થઇ. અમે બંન્ને અનુભવીએ છીએ કે આપણી વચ્ચે સહયોગની અપાર સંભાવનાઓ રહેલી છે. આજે અમે આપણા દ્વિપક્ષીય સંબંધોને વ્યુહાત્મક ભાગીદારીના સ્તર પર લઇ જવાનો નિર્ણય કર્યો છે. તેનાથી અમને અમારી ભાગીદારીના દરેક ક્ષેત્રમાં દીર્ઘકાલીન સહયોગ કરવામાં મદદ મળશે.
મિત્રો,
બે પ્રાચીન અને ગૌરવશાળી સભ્યતાઓના રૂપમાં, અમે એક બીજા સાથે સ્વાભાવિક રૂપે જોડાયેલા છીએ. ભારત અને મધ્ય એશિયાના ઊંડા ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધો રહ્યા છે. ભારત અને કિર્ગિઝ ગણરાજ્ય મહાકાવ્યોની ભૂમિ છે. ઉદાહરણ તરીકે ભારતમાં મહાભારત અને રામચરિત માનસ અને કિર્ગિઝ ગણરાજ્યમાં માનસ. આપણે બંને દેશો લોકશાહી છીએ અને વૈવિધ્યથી ભરેલા છીએ.
આપણા પ્રાચીન સંબંધો અનેશાંતિને વધારવાની અમારી પારસ્પરિક ભાવનાએ અમને અમારા સંબંધોને વધુ મજબૂત બનાવવાની પ્રેરણા આપી છે. તેનાથી આપણા રાજનૈતિક સંબંધોનો પણ વિસ્તાર થયો છે. દ્વિપક્ષીય અને બહુપક્ષીય મુદ્દાઓના જુદા જુદા ક્ષેત્રો પર ભારત અને કિર્ગિઝ ગણરાજ્ય નિયમિત રૂપે એક બીજા સાથે ઘનિષ્ઠતાથી પરામર્શ કરતા રહ્યા છે. ઘણા બધા આંતરરાષ્ટ્રીય વિષયો પર અમે એક સમાન દૃષ્ટિકોણ ધરાવીએ છીએ. સંયુક્ત રાષ્ટ્ર સંઘ અને અન્ય આંતરરાષ્ટ્રીય પટલો પર અમારો સહયોગ સુદ્રઢ છે. સૈન્ય પ્રશિક્ષણ, સંયુક્ત યુદ્ધ અભ્યાસ, ફિલ્ડ રીસર્ચ અને મીલીટરી ટેકનીકલ ક્ષેત્રોમાં અમારો સંરક્ષણ સહયોગ વધ્યો છે. બંને દેશોએ સંરક્ષણ સહયોગ પર સંયુક્ત કાર્યકારી જૂથ બનાવવાનો નિર્ણય લીધો છે. અમારી વચ્ચે આર્થિક સહયોગની અપાર સંભાવનાઓ છે. બંને દેશો મળીને તેનો ફાયદો ઉઠાવી શકીએ છીએ.
મિત્રો,
આજે આપણી વચ્ચે દ્વિપક્ષીય રોકાણ સંધી અને ડબલ ટેક્સેશન અવોઇડન્સ સમજુતી કરાર (ડીટીએએ) થયા છે. અમે બંને દેશો વેપાર અને આર્થિક સહયોગના ક્ષેત્રમાં પાંચ વર્ષના રોડમેપ પર પણ સહમત થયા છીએ. રાષ્ટ્રપતિજી અને મે બીટુબી સહયોગને વધારવા માટે આજે ભારત કિર્ગિઝ બિઝનેસ ફોરમનો સંયુક્ત રૂપે શુભારંભ કર્યો છે. આ વર્ષે બિશ્કેકમાં “નમસ્કાર યુરેશીયા” ભારતીય ટ્રેડ શોનું આયોજન પણ કરવામાં આવશે. હું ભારતીય કંપનીઓને ભારપૂર્વક કહું છું કે તેઓ કિર્ગિઝ ગણરાજ્યમાં નિર્માણ, રેલવે, હાઈડ્રો પાવર, ખોદકામ અને તેના જેવા અન્ય ક્ષેત્રના અવસરોનો અભ્યાસ કરો.
મિત્રો,
કિર્ગિઝ ગણરાજ્યની વિકાસની જરૂરિયાતોને પૂરી કરવા માટે, આજે મને 200 મિલિયન ડોલરની કન્સેશનલ લાઈન ઓફ ક્રેડીટની જાહેરાત કરતા ખુશી થઇ રહી છે. હું આશા રાખું છું કે ભારતના સહયોગથી કિર્ગિઝ ગણરાજ્યમાં ઘણી બધી સંયુક્ત આર્થિક ગતિવિધિઓને શરુ કરવામાં સહાયતા મળશે. ભારત અને કિર્ગિઝ ગણરાજ્ય તેમજ મધ્ય એશિયાના મોટા ભૂ-ભાગ પર વધુ સારા સંપર્ક વડે બંને તરફના લોકોની વચ્ચે વેપાર, રોકાણ અને લોકોનો લોકો સાથેનો સંપર્ક વધારવામાં પ્રોત્સાહન મળશે.
મિત્રો,
ભારત અને કિર્ગિઝ રિપબ્લિકે જાન્યુઆરીમાં ઉઝબેકિસ્તાનના સમરકંદમાં આયોજિત વિદેશ મંત્રીઓની સ્તરની પ્રથમ ભારત મધ્ય એશિયા સંવાદમાં સક્રિયતા પૂર્વક ભાગીદારી કરી. આપણા પારસ્પરિક ક્ષેત્રમાં સમૃદ્ધિ, શાંતિ અને સ્થિરતા માટે અમારો પારસ્પરિક દૃષ્ટિકોણ પણ છે.
મહાનુભાવ,
ભારત અને કિર્ગિઝ ગણરાજ્ય જેવા લોકશાહી અને વિવિધતાથી ભરેલા સમાજોને આજે આતંકવાદથી સૌથી મોટો ખતરો છે. અમે આતંકવાદ અને કટ્ટરવાદના સમાધાન માટે સંગઠિત છીએ. આતંકવાદના પ્રયોજકોને જવાબદાર ઠેરવવા પડશે. સંપૂર્ણ દુનિયાને આ સંદેશ આપવાની જરૂર છે કે આતંકવાદને કોઇ પણ રીતે યોગ્ય માની શકાય તેમ નથી.
મિત્રો,
બિશ્કેકમાં ભારત કિર્ગિઝ સંયુક્ત ટેકસટાઇલ પ્રદર્શનનો શુભારંભ કરવામાં આવ્યો છે. પ્રદર્શનને ઉત્સાહપૂર્વક જોનારા લોકોને આશ્ચર્ય થયું હશે કે ભારત અને કિર્ગિઝ ટેકસટાઇલ પરંપરાઓની વચ્ચે કેટલી સમાનતા છે. ભારત અને કિર્ગિઝ ગણરાજ્ય પર્વત ઇકોલોજી, હરિત પ્રવાસન અને સ્નો લેપર્ડના સંરક્ષણ જેવા વિષયો પર પણ સહયોગ કરશે. આપણા લોકોની વચ્ચે લોકોની લોકો સાથે મૈત્રી અને સાંસ્કૃતિક ઘનિષ્ઠતા સૌથી મોટી સંપત્તિ છે. હુંઇચ્છુ છું કે તેનું જતન કરવામાં આવે. તેણી માટે પણ અનેક પગલાઓ ઉઠાવવામાં આવ્યા છે.
મને જાહેરાત કરતા પ્રસન્નતા થાય છે કે વર્ષ 2021ને કિર્ગિઝ ગણરાજ્ય અને ભારતની વચ્ચે સાંસ્કૃતિક અને મૈત્રીના વર્ષના રૂપમાં ઉજવવા અંગે અમે સહમત થયા છીએ. એક વાર ફરી રાષ્ટ્રપતિજી, તમારો આભાર પ્રગટ કરું છું. આ અવસર પર હું તમને ભારત આવવાનું આમંત્રણ આપું છું. તમારું ભારતમાં સ્વાગત કરવું એ અમારી માટે મોટા સન્માનની વાત હશે.
આભાર!
Strategic partners for a better future.
— PMO India (@PMOIndia) June 14, 2019
Significant outcomes from the talks between PM @narendramodi and President Jeenbekov that will benefit India-Kyrgyzstan relations. pic.twitter.com/rUyvWY4fhs
भारत और Kyrgyz Republic जैसे लोकतान्त्रिक और विविधता भरे समाजों को आज आतंकवाद से सबसे बड़ा खतरा है। हम आतंकवाद और कट्टरवाद के समाधान के लिए एकजुट हैं। आतंकवाद के प्रायोजकों को जवाबदेह ठहराना होगा: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 14, 2019
पूरी दुनिया को यह संदेश देने की जरूरत है कि आतंकवाद को किसी भी तरीके से उचित नहीं माना जा सकता: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 14, 2019
मुझे घोषणा करते हुए प्रसन्नता है कि वर्ष 2021 को Kyrgyz Republic और भारत के बीच सांस्कृतिक और मैत्री के वर्ष के रूप में मनाने पर हम सहमत हुए हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 14, 2019