વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સોચીમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ચર્ચા હાથ ધરી હતી.
અનૌપચારિક શિખર બેઠક માટે પોતાને સોચી આમંત્રવા માટે રાષ્ટ્રપતિ પુતિનનો આભાર માનતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત-રશિયાના સંબંધો પારસ્પરિક સન્માન અને પ્રતિષ્ઠાથી શોભે છે.
ઇલેકશનમાં વિજય મેળવવા બદલ રાષ્ટ્રપતિ પુતિનને વડાપ્રધાને અભિનંદન આપ્યા
વડાપ્રધાન મોદીએ ભારતના SCOમાં કાયમી સભ્યપદ મેળવવામાં, આંતરરાષ્ટ્રીય ઉત્તર-દક્ષિણ ટ્રાન્સપોર્ટ કોરીડોર અને BRICSમાં રશિયાની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો.
Relationship characterised by deep trust, mutual respect and immense goodwill! Russian President #Putin warmly welcomed PM @narendramodi at Bocharev Creek in #Sochi ahead of the delegation-level talks. pic.twitter.com/dOKaHE61VV
— Raveesh Kumar (@MEAIndia) May 21, 2018