હેમ્બર્ગમાં ચાલી રહેલી G-20 શિખર મંત્રણાના ભાગરૂપે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાપાનના વડાપ્રધાન શિન્ઝો અબે સાથે દ્વિપક્ષીય બેઠક યોજી છે.
બંને વડાઓ ભારત અને જાપાનના દ્વિપક્ષીય સંબંધોની પ્રગતિ અંગે સમીક્ષા કરશે. જેમાં બંને વચ્ચે છેલ્લે નવેમ્બર 2016માં જાપાનમાં મોદીના પ્રવાસ વખતે યોજાયેલી મંત્રણા પછીના કેટલાક મહત્વના પ્રોજેક્ટ્સની સમીક્ષાનો પણ સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી શ્રી મોદીએ એ યાત્રા પછીના દ્વિપક્ષીય સંબંધમાં થયેલી પ્રગતિ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આગામી વાર્ષિક શિખર મંત્રણા માટે જાપાનના વડાપ્રધાન અબેની ભારતની યાત્રા અંગે તેઓ આતુર છે અને એવી આશા વ્યક્ત કરી હતી કે તેનાથી બંને દેશના એકબીજા પ્રત્યેનો સહકાર વધુ મજબૂત બનશે.
Furthering India-Japan ties...Prime Ministers @narendramodi and @AbeShinzo meet on the sidelines of the G20 Summit. pic.twitter.com/MgHnJ9y3Ds
— PMO India (@PMOIndia) July 7, 2017
PM @narendramodi meets PM @AbeShinzo on sidelines of G20 Summit pic.twitter.com/5kNqsMVhtN
— Gopal Baglay (@MEAIndia) July 7, 2017