મહાનુભાવો,
ભારત, આબોહવા અનુકૂલન શિખર મંત્રણાને આવકારે છે અને આ હેતુ માટે પ્રધાનમંત્રી માર્ક રુટના નેતૃત્વની પ્રશંસા કરે છે.
અગાઉના સમયની તુલનાએ હાલમાં આબોહવા અનુકૂલન વધુ મહત્વપૂર્ણ છે.
અને, ભારતના વિકાસના પ્રયાસોમાં તે મુખ્ય ઘટક છે.
અમે અમારી જાતને વચન આપ્યું છે કે:
- અમે માત્ર અમારા પેરિસ કરારના લક્ષ્યોને પ્રાપ્ત નહીં કરીએ પરંતુ તેનાથી પણ આગળ વધીશું;
- અમે માત્ર પર્યાવરણના અધઃપતનને નહીં રોકીએ પરંતુ તેને ઉલટાવીશું; અને,
- અમે માત્ર નવી ક્ષમતોનું સર્જન નહીં કરીએ પરંતુ તેને વૈશ્વિક હિતના એજન્ટ પણ બનાવીશુ
અમારા પગલાંઓ અમારી કટિબદ્ધતા દર્શાવે છે.
અમારું લક્ષ્ય 2030 સુધીમાં 450 ગીગાવોટ અક્ષય ઉર્જા નિર્માણની ક્ષમતા પ્રાપ્ત કરવાનું છે.
અમે LED લાઇટ્સને પ્રોત્સાહન આપી રહ્યાં છીએ અને દર વર્ષે 38 મિલિયન ટન કાર્બનડાયોક્સાઇડનું ઉત્સર્જન થતું બચાવીએ છીએ.
અમે 2030 સુધીમાં 26 મિલિયન બિનઉપજાઉ જમીનને ફરી હરિયાળી કરવા માટે પ્રયાસ કરી રહ્યાં છીએ.
અમે 80 મિલિયન ગ્રામીણ પરિવારોને રસોઇ માટે સ્વચ્છ ઇંધણ પૂરું પાડી રહ્યાં છીએ.
અમે 64 મિલિયન પરિવારોને પાઇપ દ્વારા પાણી પૂરવઠાની સાથે જોડી રહ્યાં છીએ.
અને, અમારી વિવિધ પહેલ માત્ર ભારત પૂરતી મર્યાદિત નથી.
આંતરરાષ્ટ્રીય સૌર સંગઠન અને આપત્તિ પ્રતિરોધક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગઠબંધન વૈશ્વિક આબોહવા ભાગીદારીની શક્તિ બતાવે છે.
હું અનુકૂલન માટે વૈશ્વિક આયોગને વૈશ્વિક સ્તરે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રતિરોધકતા વધારવા માટે CDRI સાથે કામ કરવા માટે આહ્વાન કરું છુ.
અને, હું આ વર્ષે ભારતમાં યોજનારી ત્રીજી આપત્તિ પ્રતિરોધક ઇન્ફ્રાસ્ટ્રક્ચર આંતરરાષ્ટ્રીય પરિષદમાં આપ સૌને આમંત્રિત કરું છુ.
મહાનુભાવો,
ભારતના સાંસ્કૃતિક મૂલ્યો અમને પ્રકૃતિ સાથે સૌહાર્દ કેળવીને જીવવાનું મહત્વ શીખવે છે.
અમારો આયુર્વેદનો પ્રાચીન ગ્રંથ અમને શીખવે છે કે આપણો પૃથ્વી ગ્રહ એ આપણી ધરતી માતા છે અને આપણે તેમના સંતાન છીએ.
જો આપણે આપણી ધરતી માતાની સંભાળ લઇશું તો તે આપણું લાલનપાલન કરવાનું ચાલુ રાખશે.
આબોહવા પરિવર્તન સાથે અનુકૂલન સાધવા માટે, આપણી જીવનશૈલીને પણ આ વિચારધારા સાથે અનુકૂલિત કરવી આવશ્યક છે.
આ લાગણી આપણને ભાવિ માર્ગ માટે રાહ ચિંધી શકે છે.
હું આપ સૌનો આભાર વ્યક્ત કરું છુ!