The India-Russia friendship is not restricted to their respective capital cities. We have put people at the core of this relationship: PM
A proposal has been made to have a full fledged maritime route that serves as a link between Chennai and Vladivostok: PM
India and Russia realise the importance of a multipolar world. We are working together on many global forums like BRICS and SCO: PM

આદરણીય મહામહિમ રાષ્ટ્રપતિ પુતિન,

મિત્રો,

નમસ્કાર,

દોબ્રી વેચિર.

જ્યાંથી સવારનો પ્રકાશ સમગ્ર દુનિયામાં સૌથી પહેલા આવે છે, જ્યાં આપણા રશિયના મિત્રોના અદમ્ય સંઘર્ષની પ્રકૃતિ પર વિજય સમગ્ર સંસાર માટે પ્રેરણા બને છે અને જ્યાં 21મી સદીમાં માનવ વિકાસની નવી-નવી ગાથાઓ લખવામાં આવી રહી છે. એવા કર્મતીર્થ – વ્લાદિવાસ્તોકમાં આવીને મને અપાર ખુશી થઇ રહી છે અને આ શક્ય બન્યું છે મારા પરમ મિત્ર રાષ્ટ્રપતિ પુતિનના નિમંત્રણનેલીધે, એ નિમંત્રણ, જેણે મને વ્લાદિવાસ્તોક આવનાર સૌપ્રથમ ભારતીય પ્રધાનમંત્રી બનવાનું સૌભાગ્ય પણ આપ્યું. તેના માટે હું મારા મિત્ર રાષ્ટ્રપતિ પુતિનનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને આ સુખદ ઐતિહાસિક સંયોગ છે કે રાષ્ટ્રપતિ પુતિન અને મારા વચ્ચે ભારત અને રશિયાની વીસમી વાર્ષિક સમિટ થઇ છે. વર્ષ 2001માં, જ્યારે ભારત રશિયા સમિટ પહેલીવાર રશિયામાં થઇ હતી, ત્યારે મારા મિત્ર પુતિન રશિયાના રાષ્ટ્રપતિ હતા અને હું તે વખતના પ્રધાનમંત્રી અટલજીની સાથેગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભારતના પ્રતિનિધિમંડળમાં હતો. રાષ્ટ્રપતિ પુતિનની અને મારી આ રાજનૈતિક સહયાત્રા દરમિયાન બંને દેશોની મિત્રતા અને સહયોગની સફર ઝડપથી આગળ વધી છે. આ દરમિયાન અમારી ખાસ અને વિશેષાધિકૃત વ્યુહાત્મક ભાગીદારી માત્ર અમારા દેશોના વ્યુહાત્મક હિત માટે જ કામમાં નહિં આવે પરંતુ તેને અમે લોકોના વિકાસ અને તેમના સીધા ફાયદા સાથે જોડી છે. રાષ્ટ્રપતિ પુતિન અને હું આ સંબંધને વિશ્વાસ અને ભાગીદારીના માધ્યમથી સહયોગની નવી ઊંચાઈઓ સુધી લઇ ગયા છીએ અને તેની સિદ્ધિઓમાં માત્ર સંખ્યાત્મક જ નહિં પરંતુ ગુણાત્મક પરિવર્તનો પણ લાવ્યા છીએ. પહેલું, અમે સહયોગને સરકારી મર્યાદામાંથી બહાર લાવીને તેમાં લોકોની અને ખાનગી ઉદ્યોગોની અસીમ ઊર્જાને જોડી છે. આજે મારી સામે ડઝનબંધ વ્યવસાયિક સંધિઓ થઇ છે.

સંરક્ષણ જેવા વ્યુહાત્મક ક્ષેત્રોમાં પણ રશિયન સાધનોના સ્પેરપાર્ટ્સ ભારતમાં બંને દેશોના સંયુક્ત સાહસો દ્વારા બનાવવા અંગે આજે થયેલા સમજૂતી કરારો ઉદ્યોગોને પ્રોત્સાહન આપશે. આ સમજૂતી કરાર અને આ વર્ષની શરૂઆતમાં એકે-203નું સંયુક્ત સાહસ એવા પગલા છે કે જે અમારા સંરક્ષણ સહયોગને ગ્રાહક વેપારીના મર્યાદિત પરિવેશથી બહાર સહ-ઉત્પાદનનો મજબૂત આધાર આપી રહ્યા છે. ભારતમાં રશિયાના સહયોગથી બની રહેલા પરમાણું પ્લાન્ટ્સના વધતા સ્થાનિકરણ વડે આ ક્ષેત્રમાં પણ અમારી વચ્ચે સાચા અર્થમાં ભાગીદારી વિકસિત થઇ રહી છે. બીજુ, અમારા સંબંધોને અમે રાજધાનીઓની બહાર ભારતના રાજ્યો અને રશિયાના ક્ષેત્રો સુધી લઇ જઈ રહ્યા છીએ. આ કોઈ આશ્ચર્યની વાત નથી કારણ કે એક બાજુ હું લાંબા સમય સુધી ગુજરાતનો મુખ્યમંત્રી રહ્યો છું. અને રાષ્ટ્રપતિ પુતિન પણ રશિયાના પ્રદેશોની ક્ષમતાઓ અને સંભાવનાઓને સારી રીતે જાણે છે. એટલા માટે એ સ્વાભાવિક છે કે તેમણે ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમને સમજાવ્યું અને ભારત જેવા વિવિધતાથી ભરેલા દેશને તેની સાથે નજીકથી જોડવાના મહત્વને સમજ્યું. તેની જેટલી પણ પ્રશંસા કરવામાં આવે તેટલી ઓછી છે.

તેમના નિમંત્રણની તુરંત બાદ અમે ખૂબ ગંભીર તૈયારીઓ શરુ કરી દિધી હતી. તેના માટે ભારતનાવાણિજ્ય મંત્રી, 4 રાજ્યોના મુખ્યમંત્રી અને દોઢસોથી વધુ ઉદ્યોગપતિઓ વ્લાદિવાસ્તોક આવ્યા. ફાર ઇસ્ટના વિશેષ દૂત અને ફાર ઇસ્ટના તમામ 11 રાજ્યપાલો સાથે તેમની મુલાકાતોના ઘણા સારા પરિણામો નીકળ્યા છે. રાજ્યો અને ક્ષેત્રોના સંબંધોને એક માળખું મળ્યું અને કોલસા, હીરા, ખાણ, રેર અર્થ, કૃષિ, ટીમ્બર, પલ્પ અને પેપર તેમજ પ્રવાસનમાં અનેક નવી સંભાવનાઓ ઉજાગર થઇ છે અને હવે ક્ષેત્રોની વચ્ચે જોડાણને વધારવા માટે ચેન્નાઈ અને વ્લાદિવાસ્તોકની વચ્ચે દરિયાઈ માર્ગનો પ્રસ્તાવ પણ મુકવામાં આવ્યો છે. ત્રીજું, અમે અમારા દ્વિપક્ષીય સહયોગને ખૂબ વિવિધતા આપી છે અને તેમાં નવા પાસાઓ જોડ્યા છે. આજકાલ હાઈલાઈટ અને હેડલાઈન ભારત અને રશિયાની વચ્ચે તેલ અને ગેસના સોદાની નથી, પરંતુ બંને દ્વારા એકબીજાના હાઇડ્રોકાર્બન ક્ષેત્રમાં અભૂતપૂર્વ રોકાણની છે. આ ક્ષેત્રમાં સહયોગ માટે 5 વર્ષનો રોડમેપ અને ફાર ઇસ્ટ તેમજ આર્કટિકમાં હાઇડ્રો કાર્બન અને એલએનજીની શોધમાં સહયોગ પર સહમતી સાધી છે. અવકાશમાં અમારોલાંબો સહયોગ નવીઊંચાઈઓને સ્પર્શી રહ્યો છે. ગગનયાન, એટલે કે ભારતીય માનવ અવકાશ ઉડાનની માટે ભારતના અવકાશયાત્રીઓ રશિયામાં તાલીમ મેળવશે. આંતરિક રોકાણની પૂરી ક્ષમતાને પ્રાપ્ત કરવા માટે અમે ટૂંક સમયમાં જ રોકાણ સુરક્ષા સંધિ પર હસ્તાક્ષર કરવા અંગે સહમત થયા છીએ. ભારતનું ‘રશિયા પ્લસ ડેસ્ક’ અને રશિયાની ફાર ઇસ્ટ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ એક્સપોર્ટ એજન્સીના મુંબઈ કાર્યાલય પરસ્પર રોકાણને સુવિધા પૂરી પાડશે.

મિત્રો,

અમારી વ્યુહાત્મક ભાગીદારીમાં પણ નવા અધ્યાયો ઉમેરાઈ રહ્યા છે. બંને દેશોની વચ્ચેખૂબ વિશાલ ટ્રી સર્વિસીસ એકસરસાઈઝ ‘ઇન્દ્ર – 2019’ અમારા વધારે વધી રહેલા ભરોસા અને વિશ્વાસનું પ્રતિક છે. જ્યારે પણ જરૂર હોય છે, ભારત અને રશિયા દુનિયાના સામાન્ય સ્થાનો પર જ નહિં, પરંતુ એન્ટાર્કટિકા અને આર્કટીકમાં પણ એકબીજાના કામમાં આવે છે. બંને દેશ એ સારી રીતે સમજે છે કે આજના યુગમાં અમારા સહયોગ અને સમન્વયની માટે મલ્ટી પોલર વર્લ્ડ જરૂરી છે અને તેના નિર્માણમાં અમારા સહયોગ અને સમન્વયની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે. એટલા માટે અમે સહજતાથી બ્રિકસ, એસસીઓ અને અન્ય વૈશ્વિક મંચ પર ઘનિષ્ઠ સહયોગ સાધીએ છીએ. આજે અમે ઘણા બધામહત્વના વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર હંમેશાની જેમ ખુલીને સાર્થક ચર્ચા કરી. ભારત એક એવું અફઘાનિસ્તાન જોવા માંગે છે જે સ્વતંત્ર, સુરક્ષિત, અખંડ, શાંત અને લોકતાંત્રિક હોય. અમે બંને કોઇપણ દેશની આંતરિક બાબતોમાં બહારથી દખલગીરી કરવાની સખત વિરુદ્ધમાં છીએ. અમે ભારતના મુક્ત, ખુલ્લા અને સમાવેશી ઇન્ડો પેસિફિકના વિચાર પરપણ ઉપયોગી ચર્ચા કરી. અમે સહમત છીએ કે સાયબર સુરક્ષા, કાઉન્ટર ટેરરીઝમ, પર્યાવરણ સુરક્ષા જેવા ક્ષેત્રોમાં ભારત અને રશિયાનો સહયોગ વધુ મજબૂત કરીશું. આવતા વર્ષે ભારત અને રશિયા સાથે મળીને વાઘ સુરક્ષા પર ઉચ્ચસ્તરીય મંચનું આયોજન કરવા માટે સહમત થયા છીએ.

એક વાર ફરી આ નિમંત્રણ અને સ્વાગત સત્કારની માટે મારા મિત્ર રાષ્ટ્રપતિ પુતિનનો ખૂબ-ખૂબ આભાર વ્યક્ત કરું છું. આવતીકાલે તેમની સાથે અને મારા અન્ય મિત્ર નેતાઓની સાથે, ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમમાં ભાગ લેવા માટે ઉત્સુકછું. હું આવતા વર્ષે વાર્ષિક સમિટ માટે રાષ્ટ્રપતિ પુતિનની ભારતમાં પ્રતિક્ષા કરીશ. વર્ષ 2020માં રશિયા એસસીઓ અને બ્રિકસની અધ્યક્ષતા કરશે. મને વિશ્વાસ છે કે રાષ્ટ્રપતિ પુતિનના નેતૃત્વમાં આ સંગઠન સફળતાના નવા કિર્તીમાંનો સ્થાપિત કરશે. તેના માટે ભારતનો અને મારો વ્યક્તિગત સંપૂર્ણ સહયોગ રહેશે.

આપ સૌનો ખૂબ-ખૂબ આભાર.

સ્પાસિબા બલ્શોઈ

 

 

 

 

 

 

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 નવેમ્બર 2024
November 21, 2024

PM Modi's International Accolades: A Reflection of India's Growing Influence on the World Stage