વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુકેના વડાપ્રધાન થેરેસા મે સાથે ફળદ્રુપ વાર્તાલાપ હાથ ધર્યો હતો. બંને નેતાઓએ વિવિધ ક્ષેત્રોમાં ભારત-યુકેના સંબંધો કેવી રીતે આગળ વધારવા તે અંગે પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા હતા.
તેમની ચર્ચા દરમ્યાન વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે તેમના યુકેના કાર્યક્રમો આ બેઠક સાથે શરુ થયા હતા અને તેમણે વડાપ્રધાન મે નો સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ફોરેન એન્ડ કોમનવેલ્થ અફેર્સ બોરિસ જોહન્સન દ્વારા સ્વાગત કરવા માટે આભાર માન્યો હતો.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ભારત-યુકેના સંબંધો વૈવિધ્યપૂર્ણ તેમજ વ્યાપક છે. પોતાની વડાપ્રધાન મે સાથેની ચર્ચા દરમ્યાન તેમણે કહ્યું કે “અમારી આજની બેઠક અમારા દેશો વચ્ચેના દ્વિપક્ષીય સહકારમાં નવી ઉર્જાનો સંચાર કરશે.” તેમનું મંતવ્ય હતું કે યુકેના ભારતીય સમાજે બંને દેશોને નજીક લાવ્યા છે અને તે ભારત-યુકે મિત્રતાને આગળ વધારવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી રહ્યો છે.
આગળ ઉમેરતા તેમણે કહ્યું, “વિશ્વ ગ્લોબલ વોર્મિંગ અંગે ચિંતિત છે અને ઇન્ટરનેશનલ સોલર એલાયન્સના સ્વરૂપે આ અંગે નોંધપાત્ર કાર્ય થયું છે. હાલમાં ભારતમાં અમે એક સારી બેઠક આયોજીત કરી હતી. હું યુકેનું ઇન્ટરનેશનલ સોલર એલાયન્સમાં સ્વાગત કરું છું. આ ગ્લોબલ વોર્મિંગ વિરુદ્ધ લડવામાં મજબૂતી આપશે. અમે આ બધું ભવિષ્યની પેઢીના સારા માટે કરી રહ્યા છીએ.”
A warm welcome and a fire-side discussion! PM @narendramodi welcomed by @theresa_may @10DowningStreet. The two leaders had wide-ranging talks on redefining and infusing new energy into our bilateral engagement post-Brexit. pic.twitter.com/mj1a4addM3
— Raveesh Kumar (@MEAIndia) April 18, 2018