કેન્દ્ર સરકારે તાજેતરમાં દિલ્હીમાં 40 લાખ રહેવાસીઓ ધરાવતી ગેરકાયદેસર કોલોનીઓની માલિકી અથવા મોર્ગેજર/હસ્તાંતરણ અધિકારો આપવા માટે કેન્દ્રીય મંત્રીમંડળનાં તાજેતરનાં ઐતિહાસિક નિર્ણય બદલ ગેરકાયદેસર કોલોનીઓ અને રેસિડેન્ટ વેલ્ફર એસોસિએશન્સ ઓફ દિલ્હીનાં સભ્યોએ આજે પ્રધાનમંત્રીનું સન્માન કર્યું હતું.
આ પ્રસંગે દિલ્હીનાં સાંસદો મનોજ તિવારી, હંસ રાજ હંસ અને વિજય ગોયલ સહિત અન્ય મહાનુભાવો સાથે કેન્દ્રીય હાઉસિંગ અને શહેરી બાબતોનાં મંત્રી હરદીપ સિંઘ પુરી ઉપસ્થિત હતાં.
પ્રધાનમંત્રીએ ઉપસ્થિત લોકોને સંબોધન કરતાં “સૌનો સાથ, સૌનો વિકાસ”નાં ઉદ્દેશ માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ નિર્ણય રાજકારણથી પર હતો અને એનો અર્થ તેમનાં ધર્મ કે રાજકીય જોડાણને ધ્યાનમાં લીધા વિના દરેક વ્યક્તિનાં સંબંધમાં લેવાયો હતો. તેમણે જણાવ્યું હતું કે, પીએમ-ઉદય યોજના ધારાસભ્યો, સાંસદો અને કોલોનીઓનાં અન્ય રહેવાસીઓ સહિત જીવનનાં તમામ ક્ષેત્રોનાં લોકો સાથે ચર્ચાવિચારણા કર્યા પછી શરૂ કરવામાં આવ્યો હતો.
પ્રધાનમંત્રીએ આ નિર્ણયને દિલ્હીનાં રહેવાસીઓનો વિજય ગણાવ્યો હતો, જેઓ અગાઉ દરેક સરકાર સાથે સાથસહકારનો પ્રયાસ હતો. તેમાં એ આશા હતી કે, તેઓ તેમનાં જીવનમાં પરિવર્તન લાવશે. તેમણે જણાવ્યું હતું કેસ, સરકાર આ રહેવાસીઓનાં જીવનમાં અસ્થિરતા અને અનિશ્ચિતતા ઇચ્છતી નથી એટલે તેમને માલિકી/હસ્તાંતરણનાં અધિકારો સુપરત કરવાનો નિર્ણય સરકારે લીધો છે. તેમણે જણાવ્યું હતું કે, અત્યારે દાયકાઓ જૂની અનિશ્ચિતતાનો અંત આવ્યો છે અને તેમને હવે સ્થળાંતરણ કે બીજા જગ્યાએ ખસેડવાનાં જોખમ વિના શાંતિમાં તેમનાં જીવનનાં સ્વપ્નો સાકાર કરવાની તક મળશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આ સંપૂર્ણ દિલ્હીનું નસીબ બદલશે. દિલ્હીનાં વિકાસ વિના દેશનું નસીબ પલટાશે નહીં.”
દેશમાં દાયકાઓ જૂની અધોગતિનું વર્ણન કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આઝાદી પછી દેશમાં નિર્ણયોને ટાળવાનું કે નિર્ણયોને અટકાવવાની તથા મુદ્દાઓથી ધ્યાન દૂર કરવાનું વલણ અખત્યાર કર્યું હતું. એનાથી આપણાં જીવનમાં અસ્થિરતા ઊભી થઈ છે.
જમ્મુ અને કાશ્મીરને ટાંકીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કલમ 370ની કામચલાઉ કલમ અસ્થિરતા તરફ દોરી ગઈ છે અને આ વિસ્તારમાં ગૂંચવાડો પેદા કર્યો હતો. એ જ રીતે ત્રણ તલાકે મુસ્લિમ મહિલાઓના જીવનને નરક બનાવી દીધું હતું. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકારે અસાધારણતા અને એ જ રીતે આ કોલોનીઓનાં 40 લાખથી વધારે રહેવાસીઓને ખાલી કરવાનું જોખમ એમ બંને બાબતોને દૂર કરી હતી.
પ્રધાનમંત્રીએ મધ્યમ વર્ગનાં નાગરિકો માટે સ્થગિત થયેલા હાઉસિંગ પ્રોજેક્ટને બેઠા કરવા તાજેતરમાં લીધેલા નિર્ણયને ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ નિર્ણયથી દેશમાં 4.5 લાખથી વધારે ઘરનાં ગ્રાહકોને મદદ મળશે અને તેમને શાંતિપૂર્ણ રીતે તેમનાં જીવનને નવેસરથી શરૂ કરવામાં મદદ મળશે.
તેમણે જણાવ્યું હતું કે, પીએમ-ઉદય યોજના દિલ્હીમાં તમામ લાભાર્થીઓનાં જીવનમાં સોનાનો સૂરજ બની રહેશે.
પ્રધાનમંત્રીએ વર્ષ 2022 સુધીમાં તમામ માટે ઘર પ્રદાન કરવા સરકારની કટિબદ્ધતા પર ભાર મૂક્યો હતો.
પીએમ-ઉદય પર પૃષ્ઠભૂમિઃ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં ચેરમેનશિપ હેઠળ કેન્દ્રીય મંત્રીમંડળે 23મી ઓક્ટોબર, 2019નાં રોજ ગેરકાયદેસર કોલોનીઓનાં રહેવાસીઓને માલિકી/હસ્તાંતરણનાં અધિકારો સુપરત કરવાની મંજૂરી આપી છે. આ પ્રકારનાં નિયમનને 29 ઓક્ટોબર, 2019નાં રોજ નોટિફાઈ કરવામાં આવ્યો હતો.
કેન્દ્રીય મંત્રીમંડળે સંસદના આગામી સત્રમાં જનરલ પાવર ઓફ એટર્ની (જીપીએ) આધારિત વિલ, વેચાણની સમજૂતી, પેમેન્ટ અને કબજાનાં ડોક્યુમેન્ટ વગેરે પર આધારિત મિલકતનાં અધિકારોને માન્યતા આપશે.
પ્રસ્તાવિત બિલ સરકારે પ્રવર્તમાન કાયદા મુજબ, પ્રવર્તમાન દર હોવા છતાં સરકાર નક્કી કરેલા રજિસ્ટ્રેશન ચાર્જ અને સ્ટેમ્પ ડ્યુટી સ્વરૂપે નોમિનલ ચાર્જ લઈ શકશે. આ રાહતો તેમની વિશેષ સ્થિતિસંજોગોનો વિચાર કરીને ગેરકાયદેસર કોલોનીઓનાં રહેવાસીઓ માટે એક વખત જ માન્ય રહેશે.