પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 2 નવેમ્બર 2021ના રોજ યુનાઇટેડ કિંગડમના ગ્લાસગોમાં COP26 સમિટ દરમિયાન શ્રી બિલ ગેટ્સ સાથે મુલાકાત કરી.
2. પ્રધાનમંત્રીએ ભારતમાં બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહેલા કામ માટે પ્રશંસા વ્યક્ત કરી. બિલ ગેટ્સે પ્રધાનમંત્રીને મિશન ઈનોવેશનની પ્રગતિ વિશે જાણકારી આપી. તેઓએ મિશન ઈનોવેશન હેઠળ ભારતમાં પ્રવૃત્તિઓને આગળ વધારવાની રીતો પર ચર્ચા કરી.
3. ગ્રીન હાઇડ્રોજન, ઉડ્ડયન ઇંધણ, બેટરી સ્ટોરેજ અને રસી સંશોધન જેવા ક્ષેત્રોમાં આશાસ્પદ તકોની પણ ચર્ચા કરવામાં આવી હતી.
Had an excellent meeting with @BillGates at the @COP26 Summit. We discussed a wide range of subjects including ways to strengthen global efforts towards overcoming climate change. pic.twitter.com/aUlQjRU45W
— Narendra Modi (@narendramodi) November 2, 2021