My Government's "Neighbourhood First" and your Government's "India First" policies have strengthened our bilateral cooperation in all sectors: PM
In the coming years, the projects under Indian assistance will bring even more benefits to the people of the Maldives: PM

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને માલ્દિવ્સના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદ સોહિલે આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા સંયુક્તપણે માલ્દિવ્સમાં કેટલાંક મુખ્ય વિકાસલક્ષી પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું.

આ પ્રોજેક્ટમાં માલ્દિવ્સને ભેટમાં આપેલી મેડ ઇન ઇન્ડિયા કોસ્ટ ગાર્ડ શિપ કામિયાબ, રુપે કાર્ડનું લોચિંગ, એલઇડી લાઇટનો ઉપયોગ કરીને માલેમાં પ્રકાશ પાથરવો, અતિ અસરકારક સામુદાયિક વિકાસ પ્રોજેક્ટ્સ, ફિશ પ્રોસેસિંગ પ્લાન્ટનું લોંચિંગ સામેલ હતા.

રાષ્ટ્રપતિ સોલિહને એમના રાષ્ટ્રપતિ તરીકેનાં કાર્યકાળનાં પ્રથમ વર્ષ પૂર્ણ થવા પર અભિનંદન આપતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ ભારત – માલ્દિવ્સનાં દ્વિપક્ષીય સંબંધો માટે મહત્વપૂર્ણ વર્ષ હતું.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતની સૌથી વધુ મહત્ત્વ પડોશી દેશોને આપવાની નીતિ અને માલ્દિવ્સની ઇન્ડિયા ફર્સ્ટ પોલિસી (ભારતને મહત્વ આપવાની નીતિ) તમામ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સાથસહકારને વધારે મજબૂત બનાવે છે.

પ્રધાનમંત્રીએ ફાસ્ટ ઇન્ટરસેપ્ટર ક્રાફ્ટ કોસ્ટ ગાર્ડ શિપ કામિયાબ વિશે જણાવ્યું હતું કે, એનાથી માલ્દિવ્સની દરિયાઈ સુરક્ષા વધારવામાં અને દરિયાઈ ક્ષેત્રો સાથે સંબંધિત અર્થતંત્ર અને પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન આપવામાં મદદ મળશે.

પ્રધાનમંત્રીએ ટાપુઓ પર વસતાં સમુદાયોની આજીવિકાને ટેકો આપવા અતિ અસરકારક સામુદાયિક વિકાસલક્ષી પ્રોજેક્ટ દ્વારા દ્વિપક્ષીય સંબંધો ગાઢ બનાવવા પર ખુશી પણ વ્યક્ત કરી હતી.

પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, બંને દેશોના લોકો વચ્ચે પરસ્પર સંપર્ક ભારત અને માલદીવ વચ્ચેના ગાઢ સંબંધો માટે મહત્વનું પાસું છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું હતું કે, માલ્દિવ્સમાં ભારતનાં પ્રવાસીઓની સંખ્યામાં બે ગણો વધારે થયો છે, દિલ્હી, મુંબઈ અને બેંગાલુરુથી આ અઠવાડિયે 3 સીધી ફ્લાઇટ પણ શરૂ થઈ છે. તેમણે જણાવ્યું હતું કે, રુપે પેમેન્ટ વ્યવસ્થા માલ્દિવ્સમાં ભારતીયોનાં પ્રવાસને વધારે સરળ બનાવશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જ્યારે સરકાર હુલહુલમાલેમાં કેન્સર હોસ્પિટલ અને ક્રિકેટ સ્ટેડિયમનું નિર્માણ કરી રહી છે, ત્યારે 34 ટાપુઓ પર ટૂંક સમયમાં પાણી અને સ્વચ્છતાનાં પ્રોજેક્ટ પર કામ કરશે.

પ્રધાનમંત્રીએ લોકશાહી અને વિકાસ પ્રક્રિયાને વધારે મજબૂત બનાવવા માટે માલ્દિવ્સ સાથે સતત જોડાણની પ્રતિબદ્ધતા પર પણ ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, બંને દેશો હિંદ મહાસાગર વિસ્તારમાં શાંતિ અને સુરક્ષા માટે સાથસહકાર વધારશે.

 

Click here to read full text speech

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi