Quoteશાંતિ, સંવાદિતા અને પ્રગતિ માટે યોગ એ આપનો સૂત્ર બનાવીએ : વડા પ્રધાન મોદી
Quoteયોગ વય, રંગ, જાતિ, સમાજ, વિચાર, સંપ્રદાય, સમૃદ્ધ અથવા ગરીબ, રાજ્ય અને સરહદની અવરોધો પાર કરે છે: વડા પ્રધાન મોદી
Quoteયોગ બંને પ્રાચીન અને આધુનિક છે. તે સતત અને વિકાસશીલ છે: વડા પ્રધાન મોદી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે રાંચીમાં યોજાયેલા સામુહિક યોગ અભ્યાસમાં ભાગ લીધો હતો.

યોગ સત્રની શરૂઆત પૂર્વે પોતાના સંબોધનમાં તેમણે લોકોને આહ્વાન કર્યું હતું કે, “ચાલો શાંતિ, સૌહાર્દ અને પ્રગતિ માટે યોગને આપણો આદર્શ બનાવીએ.”

આ પ્રસંગે તેમણે તમામ ઉપસ્થિતોનું અભિવાદન કરવા ઉપરાંત, યોગનો સંદેશો લોકોમાં વ્યાપક રીતે ફેલાવવામાં મહત્વની ભૂમિકા ભજવવા બદલ મીડિયા કર્મીઓ અને સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા લોકોની પ્રશંસા કરી હતી.

|

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેઓ હવે શહેરોથી ગામડાઓ અને ગરીબ તેમજ આદિજાતીના સમુદાયોના ઘરો સુધી આધુનિક યોગનો સંદેશો લઇ જવા માંગે છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, યોગ અચૂક પણે ગરીબ અને આદિજાતી પરિવારોના દૈનિક જીવનનો હિસ્સો બનવો જોઇએ કારણે કે તેઓ જ બીમારીને લીધે સૌથી વધુ પીડિત છે.

આજે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, બદલાતા સમયની સાથે-સાથે, આપણું ધ્યાન માત્ર બીમારીથી છુટકારો મેળવવા પર જ નહીં, પરંતુ સુખાકારી પર પણ કેન્દ્રીત થવું જોઇએ. તેમણે કહ્યું કે, યોગ આપણને આ શક્તિ આપી શકે છે. તેમણે જણાવ્યું હતું કે, યોગ અને આપણા પ્રાચીન ભારતીય દર્શનમાં આ જ મૂળ ભાવના રહેલી છે.

|

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આપણે જમીન અથવા સાદડી પર જે મુદ્રાઓ કરીએ છીએ માત્ર એ જ યોગ નથી, યોગ એક શિસ્તપાલન અને સમર્પણ છે અને આપણા દૈનિક જીવનમાં તે અચૂક હોવા જોઇએ.

|

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, યોગને ઉંમર, રંગ, જ્ઞાતિ, સમુદાય, વિચારધારા, સંપ્રદાય, શ્રીમંત અથવા ગરીબ, રાજ્ય અને સરહદોનું બંધન નથી, યોગ દરેક વ્યક્તિ સાથે સંકળાયેલ છે.

|

પ્રધાનમંત્રીએ આજે જણાવ્યું હતું કે, દિવાનખંડથી શયનખંડ, પાર્કથી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને શેરીઓથી માંડીને વેલનેસ સેન્ટર તમામ જગ્યાએ યોગે લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષુ છે.

|

શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, યોગ પ્રાચીન અને અર્વાચીન બંને છે, તે અવિરત છે અને સતત તેનો વિકાસ થઇ રહ્યો છે.

|

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સદીઓથી, યોગનું સત્વ યથાવત રહ્યું છે: સ્વસ્થ શરીર, સ્થિર મન, એકતાની ભાવના. યોગ જ્ઞાન, કર્મ અને ભક્તિનું આદર્શ મિશ્રણ છે.

|

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વિશ્વએ યોગ અપનાવ્યા છે ત્યારે, આપણે આ વિષય સંબંધિત સંશોધન પર વધુ ભાર મૂકવો જોઇએ, યોગને દવા, ફિઝિયોથેરાપી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા ક્ષેત્રો સાથે સાંકળવા જોઇએ.

  • Babla sengupta January 03, 2024

    Babla sengupta
  • Laxman singh Rana June 21, 2022

    नमो नमो 🇮🇳🌷🌹
  • Laxman singh Rana June 21, 2022

    नमो नमो 🇮🇳🌷
  • Laxman singh Rana June 21, 2022

    नमो नमो 🇮🇳
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India's policies are ensuring resilience in its economy: Anna Bjerde, MD, World Bank

Media Coverage

India's policies are ensuring resilience in its economy: Anna Bjerde, MD, World Bank
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi reaffirms commitment to affordable healthcare on JanAushadhi Diwas
March 07, 2025

On the occasion of JanAushadhi Diwas, Prime Minister Shri Narendra Modi reaffirmed the government's commitment to providing high-quality, affordable medicines to all citizens, ensuring a healthy and fit India.

The Prime Minister shared on X;

"#JanAushadhiDiwas reflects our commitment to provide top quality and affordable medicines to people, ensuring a healthy and fit India. This thread offers a glimpse of the ground covered in this direction…"