IICC would reflect India’s economic progress, rich cultural heritage, and our consciousness towards environment protection: PM Modi
Our Government has begun a series of unprecedented projects for the nation’s development: PM Modi
Our Government does not shy away from taking tough decisions in national interest: PM Modi
All round progress has happened in the last four years only because national interest has been kept supreme: PM Modi

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીનાં દ્વારકામાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર (આઈઆઈસીસી)નું ભૂમિપૂજન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ આ પ્રસંગે કહ્યું હતું કે, આ સેન્ટર ભારતની આર્થિક પ્રગતિ, સમૃદ્ધિ, સાંસ્કૃતિક વારસા અને પર્યાવરણનાં સંરક્ષણ પ્રત્યે આપણી ચેતના દર્શાવે છે. તેમણે જણાવ્યું હતું કે, આ સરકારનાં વિઝનનો ભાગ છે, જે આંતરરાષ્ટ્રીય સ્તરની માળખાગત સુવિધા અને વેપારી સુવિધાનાં મહત્ત્વને પ્રદર્શિત કરે છે.

પ્રધાનમંત્રીએ યાદ અપાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે કેવી રીતે દેશનાં વિકાસ માટે અનેક શ્રેણીબદ્ધ યોજનાઓ શરૂ કરી છે. તેમણે આ સંદર્ભમાં સૌથી લાંબી ગેસ પાઇપલાઇન, મોબાઇલ ફોન બનાવતું સૌથી મોટું ઉત્પાદન એકમ અને દરેક કુટુંબને વીજળીનો પુરવઠો પહોંચાડવાની ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ તમામ નવા ભારતનાં કૌશલ્ય, સ્વરૂપ અને ગતિનો નમૂનો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વિશ્વનાં અનેક દેશોએ સંમેલનોનાં આયોજન માટે વ્યાપક ક્ષમતા વિકસાવી છે. આ વિષય પર ઘણાં સમય સુધી ભારતમાં વિચારવામાં આવ્યું નથી. હવે એમાં પરિવર્તન થઈ રહ્યું છે એવું તેમણે ઉમેર્યું હતું.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કોઈ પણ દેશની પ્રગતિ મજબૂત સંગઠનાત્મક અને સંસ્થાકીય ક્ષમતાઓ મારફતે થાય છે, જે વર્ષોનાં પ્રયાસોનું પરિણામ છે. તેમણે કહ્યું હતું કે, આ માટે યોગ્ય સમયે ઉચિત નિર્ણયો લેવા મહત્ત્વપૂર્ણ છે અને કોઈ પણ પ્રકારનો વિલંબ કર્યા વિના એનો અમલ થવો જોઈએ.

પ્રધાનમંત્રીએ આ સંદર્ભમાં ઉલ્લેખ કર્યો હતો કે, તાજેતરમાં સરકારી બેંકોનાં વિલયનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું હતું કે, બેંકોનાં વિલય વિશે લગભગ અઢી દાયકા અગાઉ વિચારણા હાથ ધરવામાં આવી હતી. પણ એનો અમલ કરવામાં આવ્યો નહોતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, એમની સરકાર રાષ્ટ્રહિતમાં કઠોર નિર્ણય લેવામાં પીછેહટ નહીં કરે. તેમણે કહ્યું હતું કે, છેલ્લાં ચાર વર્ષમાં ચોતરફ વિકાસ થયો છે અને રાષ્ટ્રહિતને સર્વોપરી મહત્ત્વ આપવાનાં કારણે આ વિકાસ થયો છે, લોકોનાં હિતમાં કઠોર નિર્ણય લેવાની પ્રક્રિયા ચાલુ રહેશે, અનેક પડકારો હોવા છતાં દેશનું અર્થતંત્ર મજબૂત છે. વેપારી સુગમતાની ચર્ચા કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર આ પ્રયાસને જિલ્લા સ્તર સુધી લઈ જવા માટે કામ કરી રહી છે.

Click here to read PM's speech 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
'You Are A Champion Among Leaders': Guyana's President Praises PM Modi

Media Coverage

'You Are A Champion Among Leaders': Guyana's President Praises PM Modi
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi congratulates hockey team for winning Women's Asian Champions Trophy
November 21, 2024

The Prime Minister Shri Narendra Modi today congratulated the Indian Hockey team on winning the Women's Asian Champions Trophy.

Shri Modi said that their win will motivate upcoming athletes.

The Prime Minister posted on X:

"A phenomenal accomplishment!

Congratulations to our hockey team on winning the Women's Asian Champions Trophy. They played exceptionally well through the tournament. Their success will motivate many upcoming athletes."