Quoteવડાપ્રધાન મોદીએ કહ્યું કે દેશ હવે ગેસ પર આધારિત અર્થતંત્ર તરફ આગળ વધી રહ્યો છે
Quoteસિટી ગેસ ડીસ્ટ્રીબ્યુશન નેટવર્ક એ ક્લીન એનર્જી સોલ્યુશન્સને સિદ્ધ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે: વડાપ્રધાન મોદી
Quoteસરકાર ક્લીન એનર્જી અને ગેસ પર આધારિત અર્થતંત્રના લક્ષ્યોને સિદ્ધ કરવા જહેમત કરશે: વડાપ્રધાન મોદી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીનાં વિજ્ઞાન ભવનમાં વીડિયો કોન્ફરન્સ મારફતે શહેરમાં ગેસ વિતણ (સીજીડી)નાં નવમા રાઉન્ડની કામગીરી શરૂ કરવા માટે શિલાન્યાસ કર્યો હતો. એમણે સીજીડી બોલીનાં 10માં રાઉન્ડની શરૂઆત પણ કરાવી હતી.

|

પ્રધાનમંત્રીએ ઉપસ્થિત જનમેદનને સંબોધતા કહ્યું હતું કે, શહેર ગેસ વિતરણ નેટવર્કની સ્થાપનાનું કામ સીજીડી બોલીનાં નવમા રાઉન્ડ અંતર્ગત 129 જિલ્લામાં શરૂ કરી દેવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, સીજીડી બોલીનાં 10મા રાઉન્ડ પછી શહેર ગેસ વિતરણ નેટવર્ક અંતર્ગત 400થી વધારે જિલ્લા આવરી લેવાશે. આ રીતે દેશની 70 ટકા વસતિ આ દાયરામાં આવી જશે.

દેશ ગેસ આધારિત અર્થતંત્ર તરફ આગળ વધી રહ્યો છે એ વાત પર ભાર મૂકતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર ગેસ આધારિત અર્થતંત્રનાં તમામ પાસાંઓ પર ધ્યાન આપી રહી છે. શ્રી મોદીએ દેશમાં ગેસની માળખાગત સુવિધાને મજબૂત કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ઉઠાવેલા વિવિધ પગલાં, ખાસ કરીને એલએનજી ટર્મિનલની સંખ્યા વધારવા, રાષ્ટ્રવ્યાપી ગેસ ગ્રિડ બનાવવા અને સિટી ગેસ વિતરણ નેટવર્ક તૈયાર કરવાની જાણકારી આપી હતી.

|

સ્વચ્છ ઊર્જાની દિશામાં આગળ વધવા માટે ગેસ આધારિત અર્થતંત્રની ભૂમિકાની જાણકારી આપતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સીજીડી નેટવર્ક સ્વચ્છ ઊર્જા સમાધાન હાંસલ કરવામાં મુખ્ય ભૂમિકા અદા કરશે. તેમણે કહ્યું હતું કે, સ્વચ્છ ઊર્જાની દિશામાં કેન્દ્ર સરકારનાં પ્રયાસ વ્યાપક આધાર ધરાવે છે. આ સંદર્ભમાં તેમણે કેન્દ્ર સરકારની સ્વચ્છ ઊર્જા સંબંધિત વિવિધ પાસાંઓ જેમ કે ઇથેનોલનું મિશ્રણ, કમ્પ્રેસ્સ્ડ, જૈવ ગેસ મશીનરી, એલપીજીનો દાયરાનો વધારો અને વાહનો માટે બીએસ-6 ઇંધણ શરૂ કરવાનો ઉલ્લેખ કર્યો હતો.

|
|

આ સંદર્ભમાં તેમણે કેન્દ્ર સરકારની સ્વચ્છ ઊર્જા સંબંધિત વિવિધ પાસાંઓ જેમ કે ઇથેનોલનું મિશ્રણ, કમ્પ્રેસ્સ્ડ, જૈવ ગેસ મશીનરી, એલપીજીનો દાયરાનો વધારો અને વાહનો માટે બીએસ-6 ઇંધણ શરૂ કરવાનો ઉલ્લેખ કર્યો હતો.

|

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, છેલ્લાં ચાર વર્ષમાં 12 કરોડથી વધારે એલપીજી કનેક્શન પ્રદાન કરવામાં આવ્યાં છે. તેમણે કહ્યું હતું કે, શહેરોમાં ગેસ નેટવર્કોમાં એક નવી ઇકોસિસ્ટમ તૈયાર થઈ છે, એક એવી ઇકોસિસ્ટમ જેણે ગેસ આધારિત ઉદ્યોગોને સક્ષમ બનાવ્યાં છે, યુવાનો માટે રોજગારીનું સર્જન કર્યું છે અને નાગરિકોનું જીવન સરળ બનાવ્યું છે.



 

Click here to read PM's speech

Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
How India has become the world's smartphone making powerhouse

Media Coverage

How India has become the world's smartphone making powerhouse
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 11 ઓગસ્ટ 2025
August 11, 2025

Appreciation by Citizens Celebrating PM Modi’s Vision for New India Powering Progress, Prosperity, and Pride