પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (25 મે, 2018) સિંદરી ખાતે એક કાર્યક્રમ પ્રસંગે ભારત સરકાર અને ઝારખંડ સરકારના અનેકવિધ પ્રકલ્પોનો શિલાન્યાસ કર્યો. તેમાં નીચેનાનો સમાવેશ થાય છે:

• હિન્દુસ્તાન ઉર્વરક અને રસાયણ લિમિટેડના સિંદરી ફર્ટીલાઈઝર પ્રોજેક્ટનું નવીનીકરણ

• ગેઈલ દ્વારા રાંચી શહેર ગેસ વિતરણ પરિયોજના

• ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટયુટ ઑફ મેડીકલ સાયન્સ (એઈમ્સ) દેવઘર

• દેવઘર એરપોર્ટનો વિકાસ

• પતરાતૂ સુપર થર્મલ પાવર પરિયોજના

પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં જન ઔષધી કેન્દ્રો માટે સમજુતી કરારોના આદાન-પ્રદાનમાં પણ કરવામાં આવ્યાં હતા.

|

જન મેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ ભગવાન બિરસા મુંડાને શ્રધાંજલિ પાઠવી. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ઝારખંડના ત્વરિત વિકાસ માટે સાથે મળીને કામ કરી રહી છે.

|

તેમણે કહ્યું કે આજે જે પરિયોજનાઓનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે તે તમામ માટેનો કુલ ખર્ચ 27,000 કરોડ રૂપિયા છે. તેમણે કહ્યું કે આ વિકાસ પરિયોજનાઓ ઝારખંડના યુવાનોને તક ઉપલબ્ધ કરાવશે.

તેમણે કહ્યું કે જયારે તેમણે હોદ્દો સંભાળ્યો હતો ત્યારે 18,000 એવા ગામડાઓ હતા કે જ્યાં વીજળી પહોંચી નહોતી. અમે આ ગામડાઓમાં લોકોના જીવનમાં પ્રકાશ ફેલાવવાનું કામ કર્યું છે અને ત્યાં વીજળી લઇ ગયા છીએ, તેમણે ઉમેર્યું. હવે અમે એક કદમ આગળ વધ્યા છીએ અને અમે એ બાબતની ખાતરી કરી રહ્યા છીએ કે ભારતમાં પ્રત્યેક પરિવાર સુધી વીજળીની પહોંચ હોય.

|

તેમણે કહ્યું કે જે ફર્ટીલાઈઝર પ્લાન્ટનું કામ અટકી ગયું હતું તેમને ફરી શરુ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. તેમણે ઉમેર્યું કે પૂર્વીય ભારત તેમાંથી ઘણું પ્રાપ્ત કરશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ઝારખંડમાં એઈમ્સની સ્થાપનાથી રાજ્યમાં આરોગ્ય કાળજી ક્ષેત્રમાં પરિવર્તન આવશે. ગરીબોને ટોચની ગુણવત્તા ધરાવતી આરોગ્ય કાળજી પ્રાપ્ત થશે, એમ તેમણે ઉમેર્યું હતું.

પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે હવાઈ મુસાફરીને પણ સસ્તી અને સૌને માટે સુગમ બનાવી દીધી છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

Click here to read full text speech

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India's Elite Leap: How PM Modi's vision is propelling India into the global big league

Media Coverage

India's Elite Leap: How PM Modi's vision is propelling India into the global big league
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 15 એપ્રિલ 2025
April 15, 2025

Citizens Appreciate Elite Force: India’s Tech Revolution Unleashed under Leadership of PM Modi