PM Modi lays foundation stone for 'National Tribal Freedom Fighters' Museum in Dhaboi
We remember our freedom fighters from the tribal communities who gave a strong fight to colonialism: PM
Sardar Sarovar Dam would positively impact the lives of people in Gujarat, Maharashtra and Madhya Pradesh: PM Modi
It is because of Sardar Patel we are realising the dream of Ek Bharat, Shreshtha Bharat: PM Modi
The Statue of Unity will be a fitting tribute to Sardar Patel and will draw tourists from all over: PM
India would never forget the excellent leadership of Marshal of the IAF Arjan Singh in 1965: PM

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સરદાર સરોવર ડેમ દેશને અર્પણ કર્યો હતો. આ પ્રસંગે કેવડિયા સ્થિત ડેમ પર પ્રાર્થના થઈ હતી અને મંત્રોચ્ચારોનું ઉચ્ચારણ થયું હતું. પ્રધાનમંત્રીએ આ પ્રસંગની યાદગીરીરૂપે એક તકતીનું અનાવરણ કર્યું હતું.

પછી પ્રધાનમંત્રી સરદાર સરોવર ડેમથી થોડા અંતરે સ્થિત સાધુ બેટની મુલાકાત લીધી હતી, જેના પર સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત આઇકોનિક સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ ચાલી રહ્યું છે.

પ્રધાનમંત્રીએ ડભોઈમાં જનસભામાં નેશનલ ટ્રાઇબલ ફ્રીડમ ફાઇટર્સ મ્યુઝિયમના શિલારોપણની તકતીનું આવરણ કર્યું હતું. આ પ્રસંગે નર્મદા મહોત્સવનો સમાપન સમારંભ યોજાયો હતો. આ મહોત્સવ દ્વારા ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં નમર્દા નદી અને સરદાર સરોવર ડેમની ઉપયોગિતા વિશે જાગૃતિ લાવવામાં આવી હતી.

પ્રધાનમંત્રીએ આ પ્રસંગે કહ્યું હતું કે, અહીં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા છે, જે નર્મદા મૈયા માટે લોકોની પવિત્ર ભાવના પ્રકટ કરે છે. તેમણે વિશ્વકર્મા જયંતીના પ્રસંગે જણાવ્યું હતું કે, જે લોકો દેશના નિર્માણ માટે કામ કરે છે એ તમામને સલામ. પ્રધાનમંત્રીએ અપીલ કરી હતી કે, ચાલો આપણે વર્ષ 2022 સુધી નવા ભારતનું નિર્માણ કરવાના લક્ષ્યાંકને પાર પાડવામાં લાગી જઈએ.

પ્રધાનમંત્રીએ ડેમને લઈને સરદાર પટેલના દ્રષ્ટીકોણને યાદ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, સરદાર પટેલ અને ડો. બાબાસાહેબ આંબેડકર બંને સિંચાઈ અને જળમાર્ગો પર ભાર મૂકતા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જળ સંસાધનોનો અભાવ વિકાસ માટે મોટો અવરોધ છે. તેમણે જણાવ્યું હતું કે, અગાઉ એક વખત મેં સરહદી વિસ્તારોની મુલાકાતે લીધી હતી, ત્યારે બીએસએફના જવાનોને પર્યાપ્ત પાણી પણ મળતું નહોતું. અમે જવાનો માટે નર્મદા મૈયાના નીરને સરહદી વિસ્તારો સુધી પહોંચાડ્યા છે.

 

તેમણે કહ્યું હતું કે, ગુજરાતના સંતોમંહતો અને આર્ષદ્રષ્ટાઓએ સરદાર સરોવર ડેમ બનાવવામાં બહુ મોટી ભૂમિકા ભજવી છે. તેમણે ઉમેર્યું હતું કે, નર્મદા નદીના પાણીથી નાગરિકોને મદદ મળશે અને તેમના જીવનમાં પરિવર્તન આવશે.

 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, દેશના પશ્ચિમી વિસ્તારોમાં પાણીની ખેંચ છે અને પૂર્વ વિસ્તારોમાં વીજળી અને ગેસની ઊણપ છે. તેમણે જણાવ્યું હતું કે, સરકાર આ ઊણપો દૂર કરવા કાર્યરત છે, જેથી ભારત વિકાસની નવી ઊંચાઈએ પહોંચી શકે.

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર પટેલને ઉચિત શ્રદ્ધાંજલિ છે અને સમગ્ર દુનિયામાંથી પ્રવાસીઓ આકર્ષાશે. તેમણે આદિવાસી સમુદાયના બ્રિટિશ સરકાર સામે લડનારા સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કર્યા હતા,

 

Click here to read full text speech

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Mutual fund industry on a high, asset surges Rs 17 trillion in 2024

Media Coverage

Mutual fund industry on a high, asset surges Rs 17 trillion in 2024
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 25 ડિસેમ્બર 2024
December 25, 2024

PM Modi’s Governance Reimagined Towards Viksit Bharat: From Digital to Healthcare