QuoteHIRA model of development - Highway, I Way, Railway, Airway is on in Tripura, says PM

પ્રધાનમંત્રીએ આસામ, અરુણાચલ અને ત્રિપુરાના પ્રવાસના ત્રીજા અને અંતિમ તબક્કાના ભાગ રૂપે આજે અગરતલાની મુલાકાત લીધી હતી. તેમણે રાજ્યમાં ગાર્જી-બેલોનિયા રેલવે લાઈન અને અન્ય અનેકવિધ વિકાસ કાર્યોનું પણ ઉદઘાટન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ અગરતલાનાં મહારાજા વીર બિક્રમ હવાઈમથક ખાતે મહારાજા વીર બિક્રમ કિશોર માણિક્ય બહાદુરની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. મહારાજા વીર બિક્રમ કિશોરના યોગદાનને યાદ કરતા તેમણે જણાવ્યું કે મહારાજા પાસે ત્રિપુરા માટે એક વિશાળ દ્રષ્ટિકોણ હતો અને તેમણે અગરતલા શહેરનાં નિર્માણમાં મોટું યોગદાન આપ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમની પ્રતિમાનું અનાવરણ કરતા તેમને ગૌરવનો અનુભવ થઇ રહ્યો છે.

|

ત્રિપુરાનાં વિકાસ અંગે વાત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે રાજ્યની પ્રગતિ હવે નવી દિશામાં આગળ વધી રહી છે. સરકાર દ્વારા ત્રિપુરાના વિકાસ માટે છેલ્લા સાડા ચાર વર્ષમાં પુરતું ભંડોળ ફાળવવામાં આવ્યું છે, ઇતિહાસમાં સૌપ્રથમવાર ખાદ્યાન્નની ખરીદી લઘુત્તમ ટેકાના ભાવે થઈ છે.

પ્રધાનમંત્રીએ તકતીનું અનાવરણ કરીને અહિં સ્વામી વિવેકાનંદ સ્ટેડિયમ ખાતે ગાર્જી-બેલોનિયા રેલવે લાઈનનું લોકાર્પણ કર્યું હતુ. આ લાઈન દક્ષિણ અને દક્ષિણપૂર્વ એશિયાના મુખ્યદ્વાર તરીકે ત્રિપુરાને પ્રોત્સાહન આપશે. તેમણે નરસિંહગઢ ખાતે ત્રિપુરા ઇન્સ્ટિટયૂટ ઑફ ટેકનોલોજીના નવા ભવનનું ઉદઘાટન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ એ વાત યાદ કરી હતી કે ચૂંટણી દરમિયાન જ્યારે તેઓ અહિં આવ્યા હતા ત્યારે તેમણે વિકાસના HIRAમોડલ એટલે કે હાઈવે, આઈવે, રેલવે અને એરવેના મોડલની ભલામણ કરી હતી.

|

અગરતલા સબરુંમ રાષ્ટ્રીય ધોરીઈવે, હમસફર એક્સપ્રેસ, અગરતલા દેવઘર એક્સપ્રેસ, અગરતલાનું નવું ટર્મિનલ આ મોડલનો એક ભાગ છે.

ભૂતિયા લાભાર્થીઓની સફાયો કરવા અંગે વાત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે “પહેલા વિકાસ માત્ર કાગળ પર હતો, મેં સાંભળ્યું છે કે માત્ર ત્રિપુરામાં જ 62,000 લાભાર્થીઓ છે. આ લોકો તમારા પૈસા લઇ જતા હતા.” આમ છતાં છેલ્લા સાડા ચાર વર્ષમાં આશરે 8 કરોડ ભૂતિયા લાભાર્થીઓને આ તંત્રમાંથી બહાર કાઢી નાખવામાં આવ્યા હતા.

ખેડૂતો અને અનૌપચારિક ક્ષેત્ર પ્રત્યેની પ્રતિબદ્ધતા પર ભાર મુકતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન પેન્શન યોજના અંતર્ગત 60 વર્ષની ઉંમર પછી અસંગઠિત ક્ષેત્રમાં કામદારો પેન્શન તરીકે 3000 રૂપિયા દર મહીને મેળવશે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના માધ્યમથી 5 એકરથી ઓછી જમીન ધરાવતા ખેડૂતોને તેમના બેંક ખાતામાં દર વર્ષે 6000 રૂપિયા મળશે. મત્સ્યઉદ્યોગ માટે બનાવેલ એક અલગ વિભાગ માછીમારોને ખૂબ ફાયદો કરાવશે. આ પગલાઓ સરકારના લોક કલ્યાણનાં ઉદ્દેશ્યોનું પ્રતિબિંબ છે.

|

પ્રધાનમંત્રી પૂર્વોત્તરના રાજ્યોની મુલાકાત બાદ નવી દિલ્હી પરત આવી ગયા છે. તેઓ આવતીકાલે આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકની મુલાકાત લેશે.

  • Mahendra singh Solanki Loksabha Sansad Dewas Shajapur mp November 03, 2023

    Namo namo
Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
How NEP facilitated a UK-India partnership

Media Coverage

How NEP facilitated a UK-India partnership
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 29 જુલાઈ 2025
July 29, 2025

Aatmanirbhar Bharat Transforming India Under Modi’s Vision