PM Modi launches #SwachhataHiSeva Movement, gives clarion call for rededicating ourselves towards fulfilling Bapu's dream of a Clean India
In the last four years, Swachhata has become a mass movement: PM Modi #SwachhataHiSeva
Nearly 9 crore toilets constructed in the last 4 years, around 4.5 lakh villages, 450 districts and 20 states and union territories have been declared ODF: PM #SwachhataHiSeva
Swachhata must become our Swabhaav: PM Modi #SwachhataHiSeva
Youngsters are ambassadors of social change. The way they have furthered the message of cleanliness is commendable: PM Modi #SwachhataHiSeva
Unclean environment impact poor the most: PM Modi #SwachhataHiSeva

દેશના દરેક ખૂણેથી જોડાયેલા સ્વચ્છાગ્રહીઓને હૃદયથી અભિનંદન પાઠવુ છું. આપ સૌનુ સ્વાગત કરૂ છું. આજનો 15 સપ્ટેબરનો આ દિવસ સ્વંય એક ઐતિહાસિક દિવસ છે. ઐતિહાસિક એટલા માટે કે આજની સવાર એક નવી પ્રતિજ્ઞા, એક નવો ઉત્સાહ, એક નવુ સપનુ લઈને આવી છે. આજે તમે, હું અને સવાસો કરોડ દેશવાસી, ‘સ્વચ્છતા હી સેવા’ સંકલ્પનો પુનરોચ્ચાર કરી રહ્યા છીએ. આજથી શરૂ કરીને 2 ઓકટોબર એટલે કે પૂજ્ય બાપુની જયંતિ સુધી દેશભરમાં આપણે સૌ નવી ઊર્જા સાથે, નવા ઉત્સાહ સાથે આપણા દેશને, આપણા ભારતને સ્વચ્છ બનાવવા માટે શ્રમદાન કરીશું. પોતાનુ યોગદાન આપીશું.

દિવાળીના સમયે આપણે જોઈએ છીએ કે ઘર ગમે તેટલુ સ્વચ્છ અને સાફ હોય તો પણ સમગ્ર પરિવાર દિવાળી આવતાં જ ઘરના દરેક ખૂણાને સ્વચ્છ બનાવવામાં જોડાઈ જાય છે. એવી જ રીતે આપણે પણ દેશના દરેક ખૂણામાં સફાઈનો આ સ્વભાવ દરેક મહીને, દરેક વર્ષે ચાલુ રાખવાનો રહેશે.

ચાર વર્ષ પહેલાં જે અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. એ સ્વચ્છતાનુ આંદોલન એક મહત્વના મુકામ પર આવીને ઉભુ છે.  આપણે ગર્વની સાથે કહી શકીએ છીએ કે રાષ્ટ્રનો દરેક પ્રદેશ, દરેક સંપ્રદાય, દરેક જાતી, અને દરેક વયના મારા સાથીદારો આ મહા અભિયાનને આગળ વધારી રહ્યા છે. ગામ હોય, ગલી હોય, શેરી હોય, શહેર હોય, કોઈ પણ વ્યક્તિ આ અભિયાનથી અળગો રહેવો ન જોઈએ.

ચાર વર્ષ પહેલાં ભારતનો સ્વચ્છતાનો વ્યાપ માત્ર 40 ટકા હતો. આજે આપ સૌના સંકલ્પ અને પુરૂષાર્થ વડે એ પરિણામ સિદ્ધ થયું છે અને સ્વચ્છતાનો વ્યાપ 90 ટકાથી પણ આગળ પહોંચી ગયો છે. કોણે વિચાર્યું હતું કે આપણે સ્વચ્છતાના વ્યાપમાં આટલી પ્રગતિ કરી શકીશું. એટલી પ્રગતિ અગાઉ આશરે 60 – 65 વર્ષમાં પણ થઈ નહોતી. શું કોઈ એવુ વિચારી શકે છે કે ભારતમાં ચાર વર્ષમાં આશરે 9 કરોડ શૌચાલયોનુ નિર્માણ થશે. શું કોઈએ એવી કલ્પના પણ કરી હતી કે ચાર વર્ષમાં આશરે સાડા ચાર લાખ ગામ ખુલ્લામાં શૌચક્રિયથી મુક્ત બની જશે. શું કોઈએ કલ્પના પણ કરી હતી કે ચાર વર્ષમાં 450 જિલ્લા ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત બની જશે. શું કોઈએ એવી કલ્પના કરી હતી કે ચાર વર્ષમાં 20 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ ખુલ્લમાં શૌચક્રિયાથી મુક્ત બની જશે.

આ ભારતવાસીઓની, આપ સૌ સ્વચ્છાગ્રહીઓની તાકાત છે. માત્ર સરકાર આ સ્તર સુધીનુ પરિવર્તન લાવી શકે નહીં. વાત સ્વસ્થ્યની હોય કે પછી સંપત્તિની હોય, સ્વચ્છતા લોકોના જીવનમાં સુધારો લાવવામાં ખૂબ મોટુ યોગદાન આપી રહી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા – WHOના એક અનુમાન મુજબ 3 લાખ લોકોની જીંદગી બચાવવામાં સ્વચ્છતાની ભૂમિકા રહી છે અને એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે સ્વચ્છતાને કારણે ડાયેરિયા (ઝાડા)ના રોગમાં 30 ટકા જેટલો ઘટાડો થશે.

પરંતુ ભાઈઓ અને બહેનો, માત્ર શૌચાલય બનાવવાથી ભારત સ્વચ્છ બની જશે એવુ કહી શકાય નહી. શૌચાલ.યની સુવિધા આપવી, કચરા પેટીની સુવિધા આપવી, કચરાના નિકાલની વ્યવસ્થા કરવી. આ તમામ વ્યવસ્થાઓ એક માધ્યમ છે. સ્વચ્છતા એક આદત છે જેનો રોજબરોજના નિત્યક્રમમાં સમાવેશ કરવો પડે છે. આ સ્વભાવમાં પરિવર્તનનો યજ્ઞ છે. જેમાં દેશના જન જન, આપ સૌ પોતાની તરફથી સક્રિય યોગદાન આપી રહ્યા છો.

મારો એ પ્રયાસ રહે છે કે સ્વચ્છ ભારત સાથે જોડાયેલા તમારા અનુભવો સાંભળુ. તમારી પાસેથી કંઇક શીખુ, અને પછી આપણે સૌ સાથે મળીને શ્રમદાન કરીશું. આજે આપણને દેશના ખૂણે-ખૂણે જવાની તક મળશે. ત્યાં જે કાંઈ બની રહ્યું છે તેની સીધી જાણકારી મેળવવાની તક મળશે.

હું આજે વધુ એક વાર દેશવાસીઓને એ જણાવવા માગુ છું કે સમગ્ર દેશના સ્વચ્છાગ્રહીઓના સંકલ્પ અને સમર્પણને આપણે જોયું, જાણ્યુ, સાંભળ્યુ અને તેનો અનુભવ કર્યો છે. આ કેવો અભૂતપૂર્વ સહયોગ છે કે મોટા-મોટા પ્રતિષ્ઠિત લોકો આ કાર્યમાં આશરે બે કલાક સુધી આ પ્રકારના કાર્યમાં સહભાગી બન્યા છે. તેમનો અનુભવ સાંભળવો, આપણને અંદાજ આવે છે કે ભારતના દરેકે દરેક ખૂણે સવાસો કરોડ લોકો કોઈ ન કોઈ રીતે આ સ્વચ્છતાની ઝુંબેશમાં સામેલ થયા છે. સવાસો કરોડ દેશવાસીઓના આ આંદોલનને દુનિયાની સમક્ષ રજૂ કર્યું છે. દુનિયા જોઈ રહી છે.

ભવિષ્યમાં આ જન આંદોલન બાબતે જ્યારે પણ કશુંક લખવામાં આવશે. ભણાવવામાં આવશે ત્યારે આપ સૌ સ્વચ્છાગ્રહીઓનાં નામ સુવર્ણ અક્ષરે લખવામાં આવશે. જે રીતે આઝાદી માટે પોતાનું જીવન ખપાવી દેનારા લોકોને આજે દેશમાં આદર અને સન્માનની નજરે જોવામાં આવે છે તે રીતે પૂજ્ય બાપુના સાચા વારસદાર તરીકે વિશ્વ યાદ કરશે એવો મને વિશ્વાસ છે કારણ કે તમે રાષ્ટ્રના નવનિર્માણ, ગરીબ અને કમજોર લોકોનુ જીવન બચાવનાર અને દેશની પ્રતિષ્ઠાને વિશ્વમાં પુનઃ સ્થાપિત કરનાર એક સેનાની બની ગયા છો.સવા સો કરોડ લોકોની શક્તિ અસિમ છે, અપાર છે અને આપણો ઉત્સાહ પણ ઉછળે છે, અમારો વિશ્વાસ ચરમ પર છે અને આપણો સંકલ્પ સિદ્ધિ માટેનો છે. આપ સો શ્રમદાન માટે તૈયાર અને તત્પર છો. આપ સૌને ખૂબ-ખૂબ શુભેચ્છા પાઠવુ છું. હું અત્યારે તમારાથી વિદાય લઈ રહ્યો છું કારણ કે મારે પણ તમારી સાથે શ્રમદાન માટે કોઈના કોઈ જગ્યાએ જોડાવાનુ છે.

હું ફરી એક વાર તમારી પ્રેરણા માટે અને તમારા પુરૂષાર્થના માટે તમને હૃદયથી અભિનંદન પાઠવુ છું. તમામ મહાનુભાવોને પ્રણામ કરીને હું મારી વાતને અહીં વિરામ આપુ છું. ખૂબ ખૂબ ધન્યવાદ.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India’s organic food products export reaches $448 Mn, set to surpass last year’s figures

Media Coverage

India’s organic food products export reaches $448 Mn, set to surpass last year’s figures
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister lauds the passing of amendments proposed to Oilfields (Regulation and Development) Act 1948
December 03, 2024

The Prime Minister Shri Narendra Modi lauded the passing of amendments proposed to Oilfields (Regulation and Development) Act 1948 in Rajya Sabha today. He remarked that it was an important legislation which will boost energy security and also contribute to a prosperous India.

Responding to a post on X by Union Minister Shri Hardeep Singh Puri, Shri Modi wrote:

“This is an important legislation which will boost energy security and also contribute to a prosperous India.”