પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હી ખાતેથી વીડિયો કોન્ફરન્સ મારફતે નાગપુર મેટ્રોનું ઉદઘાટન કર્યુ હતું. નાગપુરના ખાપરીથી સિતાબુલ્દી સુધીની 13.5 કિમી લાંબી શાખાની તકતીને ડિજિટલી અનાવરણ કરી ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

 

આ પ્રસંગે એકત્રિત થયેલા લોકોને વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધતા પ્રધાનમંત્રીએ નાગપુરના લોકોને મહારાષ્ટ્રમાં બીજી મેટ્રો સેવા શરૂ થવા બદલ અભિનંદન આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ તેમના માટે એક ખાસ ક્ષણ છે કારણ કે તેમણે 2014માં નાગપુર મેટ્રો માટે આધારશિલા મૂકી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મેટ્રો નાગપુરમાં લોકોને વધુ સારી, સસ્તી અને પર્યાવરણીય રીતે અનુકૂળ પરિવહનના સાધનો પુરા પાડશે.

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ભવિષ્યની જરૂરિયાતોને નજર સમક્ષ રાખીને નાગપુરના વિકાસ માટે સાતત્યપૂર્ણ રીતે કામગીરી કરી રહી છે. તેમણે ઉમેર્યુ હતુ કે નાગપુર મેટ્રો યુવાનો માટે રોજગારીની તકોનું સર્જન કરશે અને શહેરના ભવિષ્યના વિકાસમાં પણ મદદરૂપ થશે.

 

સમગ્ર દેશમાં આધુનિક પરિવહન વ્યવસ્થાનું નિર્માણ કરવા કેન્દ્ર સરકારે હાથ ધરેલી પહેલો દર્શાવતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે છેલ્લા સાડા ચાર વર્ષોમાં મેટ્રોના 400 કિમીના કાર્યાન્વિત નેટવર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં 800 કિમીના મેટ્રો નેટવર્કની કામગીરી પ્રગતિમાં છે.

 

પ્રધાનમંત્રીએ તાજેતરમાં લોન્ચ કરાયેલા કોમન મોબિલિટી કાર્ડ, વન નેશન – વન કાર્ડના ફાયદાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સ્વદેશી રીતે વિકસાવેલુ આ કાર્ડ ડેબિટ કાર્ડને મોબિલિટી કાર્ડ સાથે જોડે છે અને આવા કાર્ડ બનાવવા માટે ભારતને અન્ય દેશો ઉપર રાખવા પડતાં આધારની જરૂરિયાત દૂર કરે છે. તેમણે ઉમેર્યુ હતુ કે વિશ્વમાં ખૂબ જ ઓછા દેશો પરિવહન માટે આવા પ્રકારનું કોમન મોબિલિટી કાર્ડ ધરાવે છે.

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે સમસ્યાઓના ઉકેલ શોધવામાં કેન્દ્ર સરકાર એકીકૃત અભિગમ ધરાવે છે. તેમણે ભારપૂર્વક દેશના તમામ નાગરિકો માટે જીવનની સરફતા સુનિશ્ચિત કરવા પ્રત્યે સરકારની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Modi blends diplomacy with India’s cultural showcase

Media Coverage

Modi blends diplomacy with India’s cultural showcase
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 23 નવેમ્બર 2024
November 23, 2024

PM Modi’s Transformative Leadership Shaping India's Rising Global Stature