દિલ્હીમાં વડાપ્રધાન મોદીએ ધ MSME સપોર્ટ એન્ડ આઉટરીચ કાર્યક્રમ' ની શરૂઆત કરાવી
ભારતમાં MSMEsના વિકાસની ગતિ તેજ કરવા માટે વડાપ્રધાન મોદીએ બાર મહત્ત્વના નિર્ણયોની પણ જાહેરાત કરી
આ 12 નિર્ણયો એ સરકાર તરફથી MSMEsને 'દિવાળીની ભેટ' છે: વડાપ્રધાન મોદી
વડાપ્રધાને 12 ચાવીરૂપ પહેલ જાહેર કરી
MSMEs માટે ઋણની ઉપલબ્ધતા ઉભી કરવા માટે 59 મિનીટ્સ લોન પોર્ટલ શરુ કરાઈ
CPSEs દ્વારા MSMEs પાસેથી 25 ટકા ખરીદી ફરજીયાત
કંપનીઝ એક્ટ હેઠળ નાના ગુનાઓની પ્રક્રિયા સરળ બનાવવા માટે વટહુકમ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઔદ્યોગિક (એમએસએમઇ) ક્ષેત્ર માટે ઐતિહાસિક સહયોગ અને આઉટરિચ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમનાં ભાગરૂપે પ્રધાનમંત્રીએ 12 મુખ્ય પહેલો જાહેર કરી હતી, જે દેશભરમાં એમએસએમઇની વૃદ્ધિ, વિસ્તરણ અને સુવિધામાં મદદરૂપ થશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેમણે આજે એમએસએમઇ ક્ષેત્ર માટે જાહેર કરેલાં 12 નિર્ણયો નવા પ્રકરણની શરૂઆત કરશે. એમએસએમઇને ભારતમાં રોજગારીનું સર્જન કરતાં મુખ્ય ક્ષેત્રોમાંનું એક ગણાવીને પ્રધાનમંત્રીએ ભારતની લઘુ ઉદ્યોગની સોનેરી પરંપરાઓને યાદ કરી હતી, જેમાં લુધિયાણાની હોઝિયેરી અને વારાણસીની સાડીઓનો લઘુ ઉદ્યોગ સામેલ છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે શરૂ કરેલા આર્થિક સુધારાઓની સફળતાનો તાગ છેલ્લાં ચાર વર્ષમાં ભારતે વેપાર-વાણિજ્ય સુલભ કરવાનાં ક્રમાંકમાં 142મા સ્થાનથી 77મા સ્થાનની હરણફાળ પરથી મળી શકશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ પાંચ પાસાં એમએસએમઇ ક્ષેત્રની સુવિધા માટે છે. એમાં ધિરાણ, બજારની સુલભતા, ટેકનોલોજી અપગ્રેડેશન, વેપાર અને વાણિજ્યમાં સરળતા તથા કર્મચારીઓ માટે સુરક્ષાની ભાવના સામેલ છે. આ ક્ષેત્ર માટે દિવાળીની ભેટ તરીકે આ 12 જાહેરાતો તેમણે કરી છે, જે આ દરેક પાંચ કેટેગરીઓની સમસ્યાનું સમાધાન કરશે.

ધિરાણની સુલભતા

પ્રથમ જાહેરાત સ્વરૂપે પ્રધાનમંત્રીએ 59 મિનિટમાં લોન મેળવવા માટેનું પોર્ટલ લોંચ કરવાની જાહેરાત કરી હતી, જેથી એમએસએમઇ માટે ધિરાણની સુવિધા સરળતાપૂર્વક ઉપલબ્ધ થશે. તેમણે કહ્યું હતું કે, રૂ. 1 કરોડ સુધીની લોનને આ પોર્ટલ મારફતે સૈદ્ધાંતિક મંજૂરી મળી શકશે અને એ પણ ફક્ત 59 મિનિટમાં. તેમણે કહ્યું હતું કે, આ પોર્ટલ સાથેની લિંક જીએસટી પોર્ટલ મારફતે ઉપલબ્ધ કરાવવામાં આવશે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, નવા ભારતમાં કોઈને બેંકની શાખાની મુલાકાત વારંવાર લેવાની જરૂર નહીં પડે.

પ્રધાનમંત્રીએ બીજી જાહેરાતનો ઉલ્લેખ કર્યો હતો કે, તમામ જીએસટી સાથે નોંધાયેલા એમએસએમઇને નવી કે સંવર્ધિત લોન પર વ્યાજમાં 2 ટકાની મુક્તિ મળશે. પ્રી-શિપમેન્ટ અને પોસ્ટ-શિપમેન્ટનાં ગાળામાં લોન મેળવતાં નિકાસકારો માટે પ્રધાનમંત્રીએ ઇન્ટરેસ્ટ રિબેટ 3 ટકાથી વધારીને 5 ટકા કરવાની જાહેરાત કરી હતી.

પ્રધાનમંત્રીએ ત્રીજી જાહેરાત એ કરી હતી કે હવે રૂ. 500 કરોડથી વધારે ટર્નઓવર ધરાવતી તમામ કંપનીઓ માટે ટ્રેડ રીસિવેબ્લ્સ ઇ-ડિસ્કાઉન્ટિંગ સિસ્ટમ (ટ્રેડ્સ) પર ખરીદી ફરજિયાત બનાવવામાં છે. તેમણે જણાવ્યું હતું કે, આ પોર્ટલ ઉદ્યોગસાહસિકોને તેમનાં આગામી રીસિવેબ્લ્સને આધારે બેંકોમાંથી ધિરાણ મેળવવા સક્ષમ બનાવશે. એનાથી રોકડ ચક્રની સમસ્યાઓનું સમાધાન થઈ જશે.

બજાર સુધી પહોંચવાની સરળતા અને સુલભતા

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ઉદ્યોગસાહસિકો માટે બજાર સુધી પહોંચવાની સરળતા અને સુલભતા પર કેન્દ્ર સરકારે અનેક પગલાં લીધા છે. આ સંદર્ભમાં તેમણે ચોથી જાહેરાત એ કરી હતી કે  સરકારી કંપનીઓ માટે હવે તેમની કુલ ખરીદીનો 25 ટકા હિસ્સો એમએસએમઇ પાસેથી ખરીદવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે, જ્યારે અગાઉ સરકારી કંપનીઓ માટે આ હિસ્સો 20 ટકા હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેમની પાંચમી જાહેરાત મહિલા ઉદ્યોગસાહસિકો સાથે સંબંધિત છે. તેમણે જણાવ્યું હતું કે, એમએસએમઇ પાસેથી કુલ 25 ટકા ફરજિયાત ખરીદીમાંથી હવે 3 ટકા ખરીદી મહિલા ઉદ્યોગસાહસિકો પાસેથી ફરજિયાત બનાવવામાં આવી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અત્યારે જીઇએમમાં 1.5 લાખથી વધારે સપ્લાયર નોંધાયેલા છે, જેમાંથી 40,000 એમએસએમઇ છે. તેમણે કહ્યું હતું કે, રૂ. 14,000 કરોડથી વધારે મૂલ્યનાં નાણાકીય વ્યવહારો અત્યાર સુધી જીઇએમ મારફતે થાય છે. તેમણે જણાવ્યું હતું કે, છઠ્ઠી જાહેરાત એ છે કે હવે કેન્દ્ર સરકારનાં તમામ જાહેર સાહસોને જીઇએમમાં સામેલ થવું પડશે. તેમણે કહ્યું હતું કે, તેમને જીઇએમ પર તેમનાં નોંધાયેલા વિક્રેતાઓ મળી જશે.

ટેકનોલોજીનું અપગ્રેડેશન

ટેકેનોલોજીનાં અપગ્રેડેશન પર પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, દેશભરમાં ટૂલ રૂમ ઉત્પાદનની ડિઝાઇનનો આવશ્યક ભાગ છે. તેમની સાતમી જાહેરાત એ હતી કે દેશભરમાં 20 કેન્દ્રો સ્થાપિત થશે અને ટૂલ રૂમ સ્વરૂપે 100 સ્પોક સ્થાપિત કરવામાં આવશે.

વેપાર અને વાણિજ્યમાં સરળતા

વેપાર અને વાણિજ્ય સરળ કરવા પર પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ આઠમી જાહેરાત ફાર્મા કંપનીઓ સાથે સંબંધિત છે. તેમણે જણાવ્યું હતું કે, ઔદ્યોગિક વસાહતો ફાર્મા એમએસએમઇનું સ્વરૂપ હશે. તેમણે કહ્યું હતું કે, આ વસાહતો સ્થાપિત કરવાનાં 70 ટકા ખર્ચનું વહન કેન્દ્ર સરકાર કરશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, નવમી જાહેરાત સરકારી પ્રક્રિયાઓ સરળ કરવા સાથે સંબંધિત છે. તેમણે જણાવ્યું હતું કે, નવમી જાહેરાત એ છે કે 8 શ્રમ કાયદાઓ અને કેન્દ્ર સરકારનાં 10 નિયમનો હેઠળ રિટર્ન હવે વર્ષમાં એક જ વખત ભરવું પડશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ 10મી જાહેરાત એ છે કે હવે ઔદ્યોગિક એકમોની મુલાકાત ઇન્સ્પેક્ટર લેશે, પણ કયા ઇન્સ્પેક્ટર લેશે એનો નિર્ણય કમ્પ્યુટરાઇઝ રેન્ડમ ફાળવણી દ્વાર થશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, એક એકમ સ્થાપિત કરવાનાં ભાગરૂપે ઉદ્યોગસાહસિકોને બે મંજૂરીઓની જરૂર પડશે – એક પર્યાવરણ સંબંધિત મંજૂરી અને બે, એકમ સ્થાપિત કરવા માટેની મંજૂરી. તેમણે જણાવ્યું હતું કે, 11મી જાહેરાત એ છે કે હવા અને પાણીનાં પ્રદૂષણ સંબંધિત કાયદાઓને હવે એક કાયદા હેઠળ વિલિન કરવામાં આવશે અને કોઈ પણ એકમને આ માટે બે મંજૂરીઓને બદલે એક જ મંજૂરી લેવી પડશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રિટર્ન સેલ્ફ-સર્ટિફિકેશન મારફતે સ્વીકારવામાં આવશે.

પ્રધાનમંત્રીએ 12મા નિર્ણયની જાહેરાત પછી ઉલ્લેખ કર્યો હતો કે, એક વટહુકમ લાવવામાં આવ્યો છે, જે અંતર્ગત કંપની કાયદા હેઠળ આંશિક ઉલ્લંઘન માટે ઉદ્યોગસાહસિકોને કોર્ટમાં જવાની જરૂર નહીં પડે, પણ સરળ પ્રક્રિયા મારફતે આ ઉલ્લંઘનની ભૂલને સુધારી શકાશે.

એમએસએમઇ ક્ષેત્રનાં કર્મચારીઓ માટે સામાજિક સુરક્ષા

પ્રધાનમંત્રીએ એમએસએમઇ ક્ષેત્રનાં કર્મચારીઓ માટે સામાજિક સુરક્ષા વિશે પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ કર્મચારીઓ જન ધન ખાતાઓ, પ્રોવિડન્ટ ફંડ અને વીમો ધરાવે એ સુનિશ્ચિત કરવા એક અભિયાન શરૂ કરવામાં આવશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ નિર્ણયો લાંબા ગાળે ભારતમાં એમએસએમઇ ક્ષેત્રને મજબૂત કરશે. તેમણે કહ્યું હતું કે, આ આઉટરિચ કાર્યક્રમનાં અમલ પર આગામી 100 દિવસ સઘન નજર રાખવામાં આવશે.

 

 

Click here to read full text of speech

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Indian economy ends 2024 with strong growth as PMI hits 60.7 in December

Media Coverage

Indian economy ends 2024 with strong growth as PMI hits 60.7 in December
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 17 ડિસેમ્બર 2024
December 17, 2024

Unstoppable Progress: India Continues to Grow Across Diverse Sectors with the Modi Government