Subject of water was very important to Atal ji and very close to his heart: PM Modi
Water crisis is worrying for us as a family, as a citizen and as a country also it affects development: PM Modi
New India has to prepare us to deal with every situation of water crisis: PM Modi

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની જન્મજયંતી નિમિત્તે, આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અટલ ભૂજળ યોજના (અટલ જલ)નો શુભારંભ કરાવ્યો હતો, તેમજ વાજપેયીના નામથી રોહતાંગ પાસની નીચે બાંધવામાં આવેલી વ્યૂહાત્મક ટનલનું નામાભિધાન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે દેશ માટે ખૂબ જ મહત્વની એવી મોટી પરિયોજના રોહતાંગ ટનલ કે જે હિમાચલ પ્રદેશના મનાલીને લેહ, લદ્દદાખ અને જમ્મુ કાશ્મીર સાથે જોડે છે તે અટલ ટનલ નામથી ઓળખાશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ વ્યૂહાત્મક ટનલ આ પ્રદેશ માટે ભાગ્યના દ્વાર ખોલશે. આ ટનલના કારણે આ પ્રદેશમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવામાં મદદ મળશે.

અટલ જલ યોજના પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અટલજી પાણીના મુદ્દાને ખૂબ જ મહત્વપૂર્ણ માનતા હતા અને આ મુદ્દો તેમના દિલની ખૂબ જ નજીક હતો. અમારી સરકાર તેમની દૂરંદેશીને અમલમાં મુકવા માટે તત્પર છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, અટલ જલ યોજના અથવા જલ જીવન મિશન સંબંધિત માર્ગદર્શિકાઓ, 2024 સુધીમાં દેશમાં દરેક પરિવાર સુધી પાણી પહોંચાડવાનો પ્રશ્ન ઉકેલવાની દિશામાં ઘણું મોટું પગલું પૂરવાર થશે. તેમણે કહ્યું કે, પાણીની કટોકટી એક પરિવાર તરીકે, એક નાગરિક તરીકે અને એક દેશ તરીકે આપણા માટે એક ચિંતાની બાબત છે અને તેનાથી વિકાસને પણ અસર પડે છે. પાણીની કટોકટીની દરેક સમસ્યાનો સામનો કરવા માટે નવા ભારતે આપણને તૈયાર કરવા પડશે. આ માટે, અમે સાથે મળીને પાંચ સ્તરે કામ કરી રહ્યાં છીએ.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે જળ શક્તિ મંત્રાલયે પાણીને વિભાગીય અભિગમથી મુક્ત કર્યું છે અને વ્યાપક તેમજ સર્વગ્રાહી અભિગમ અપનાવા પર ખાસ ભાર મૂક્યો છે. આ ચોમાસામાં, આપણે જોયું કે જળ શક્તિ મંત્રાલય તરફથી સમાજ વતી પાણીના સંરક્ષણ માટે કેટલા વ્યાપક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે, એક તરફ, જળ જીવન મિશન દરેક પરિવારને પાઇપના માધ્યમથી પાણીનો પૂરવઠો પહોંચાડવા માટે પ્રયાસ કરશે અને બીજી તરફ અટલ જલ યોજના, એવા વિસ્તારો પર વિશેષ ધ્યાન આપશે જ્યાં ભૂગર્ભ જળનું સ્તર ઘણું ઓછું છે.

ગ્રામ પંચાયતોને વધુ સારા જળ વ્યવસ્થાપન માટે પ્રોત્સાહન આપવાના આશયથી, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અટલ જલ યોજનામાં એવી જોગવાઇ કરવામાં આવી છે જેનાથી, બહેતર કામગીરી નિભાવતી ગ્રામ પંચાયતોને વધુ ફાળવણી આપવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, 70 વર્ષમાં 18 કરોડ ગ્રામીણ પરિવારોમાંથી માત્ર 3 કરોડ પરિવારોને પાઇપ દ્વારા પાણીનો પૂરવઠો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. અમારી સરકારે આગામી પાંચ વર્ષમાં પાઇપના માધ્યમથી 15 કરોડથી વધુ પરિવારોને પીવાનું પાણી પહોંચાડવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, પાણી સંબંધિત યોજનાઓ દરેક ગ્રામ્ય સ્તરે પરિસ્થિતિ અનુસાર તૈયાર કરવી જોઇએ. જલ જીવન મિશન માટે જ્યારે માર્ગદર્શિકાઓ તૈયાર કરવામાં આવે ત્યારે આ બાબતોની કાળજી લેવી જોઇએ તેમ તેમણે કહ્યું હતું. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, આગામી 5 વર્ષમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો સંયુક્તરૂપે પાણી સંબંધિત યોજનાઓ પાછળ રૂ. 3.5 લાખ કરોડ ખર્ચશે. તેમણે દરેક ગામના લોકોને વોટર એક્શન પ્લાન બનાવવા અને પાણી માટે ભંડોળ તૈયાર કરવાની વિનંતી કરી હતી. જ્યાં ભૂગર્ભજળ ખૂબ ઓછું હોય ત્યાં ખેડુતોએ પાણીનું બજેટ બનાવવું જોઈએ તેમ તેમણે કહ્યું હતું.

અટલ ભૂજળ યોજના (અટલ જલ)

અટલ જલ યોજના સહભાગી ભૂગર્ભ જળ વ્યવસ્થાપન માટે સંસ્થાકીય માળખુ વધુ મજબૂત બનાવવાના મુખ્ય આશય સાથે તેમજ ગુજરાત, હરિયાણા, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ એમ સાત રાજ્યોમાં ટકાઉક્ષમ ભૂગર્ભજળ સ્રોત વ્યવસ્થાપન માટે સામુદાયિક આચરણમાં પરિવર્તન લાવવાના આશય સાથે તૈયાર કરવામાં આવી છે. આ યોજનાનો અમલ ઉપરોક્ત રાજ્યોમાં 78 જિલ્લાઓની અંદાજે 8350 ગ્રામ પંચાયતોમાં કરવામાં આવશે તેવી અપેક્ષા છે. ભૂગર્ભ જળના વ્યવસ્થાપન અને માંગ તરફી વ્યવસ્થાપન પર પ્રાથમિક રૂપે ધ્યાન આપવા માટે લોકોના આચરણમાં ફેરફાર કરવા માટે અટલ જલ અંતર્ગત પંચાયતોને પ્રોત્સાહિત કરવામાં આવશે.

આગામી 5 વર્ષ (2020-21 થી 2024-25)માં આ યોજનાના અમલ માટે કુલ રૂપિયા 6000 કરોડની ફાળવણીમાંથી 50% રકમ વર્લ્ડ બેંકમાંથી લોન પેટે મેળવવામાં આવશે અને તેની ચુકવણી કેન્દ્ર સરકાર કરશે. બાકીની 50% રકમ નિયમિત અંદાજપત્રીય સહાયમાંથી કેન્દ્રની મદદ દ્વારા પ્રાપ્ત કરવામાં આવશે. વર્લ્ડ બેંકની લોનનો સમગ્ર હિસ્સો અને કેન્દ્રની મદદ રાજ્યોને અનુદાન પેટે આપવામાં આવશે.

રોહતાંગ પાસની નીચે ટનલ

રોહતાંગ પાસની નીચે વ્યૂહાત્મક ટનલનું નિર્માણ કરવાનો ઐતિહાસિક નિર્ણય ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ લીધો હતો. 8.8 કિલોમીટર લાંબી આ ટનલ 3,000મીટરથી વધુ ઊંચાઇએ આવેલી દુનિયાની સૌથી લાંબી ટનલ છે. તેનાથી મનાલી અને લેહ વચ્ચે 46 કિલોમીટરનું અંતર ઘટી જશે અને પરિવહન ખર્ચમાં કરોડો રૂપિયાની બચત થશે. 10.5 મીટર પહોળી સિંગલ ટ્યુબ દ્વિ-માર્ગીય આ ટનલને મુખ્ય ટનલમાં આગ પ્રતિરોધક ઇમરજન્સી ટનલ સાથે તૈયાર કરવામાં આવી છે. આ ટનલના બંને બાજુના છેડા સુધીનું નિર્માણ 15 ઓક્ટોબર 2017ના રોજ પૂર્ણ થયું હતું. આ ટનલ હાલમાં પૂર્ણતાના આરે છે અને હિમાચલ પ્રદેશ તેમજ લેહના છેવાડાના સરહદી વિસ્તારો વચ્ચે કોઇપણ ઋતુમાં કનેક્ટિવિટી સ્થાપિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. અન્યથા આ વિસ્તાર શિયાળાની ઋતુમાં લગભગ છ મહિના સુધી દેશના અન્ય હિસ્સાથી વિખુટો રહે છે.

 

 

 

 

 

 

 

 

 

Click here to read full text speech

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi