The Awas Yojana is not merely about brick and mortar. It is about a better quality of life and dreams coming true: PM Modi
We are working towards ensuring that every Indian has a home by 2022, when India marks 75 years since Independence: PM Modi
We have been working to free the housing sector from middlemen, corruption and ensuring that the beneficiaries get their own home without hassles: PM
The housing sector is being invigorated with latest technology. This is enabling faster construction of affordable houses for the poor in towns and villages, says PM
PMAY is linked to dignity of our citizens, says PM Modi

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દેશભરના પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે વીડિયો બ્રિજ મારફતે વાર્તાલાપ કર્યો હતો. પ્રધાનમંત્રી દ્વારા વીડિયો બ્રિજ મારફતે સરકારની વિકાસ યોજનાઓના લાભાર્થીઓ સાથેના વાર્તાલાપની શ્રૃંખલાનો આ ત્રીજો વાર્તાલાપ હતો.

પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે પરામર્શ કરતાં આનંદ વ્યક્ત કરી પ્રધાનમંત્રીએ કહ્યું કે આ પ્રકારના વાર્તાલાપથી, જે બાબતોમાં સુધારાની જરૂર છે તે સહિતનાં યોજનાનાં વિવિધ પાસાં સમજવામાં મદદ મળે છે. પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું કે પ્રધાનમંત્રી આવાસ યોજના એ માત્ર ઈંટ અને સિમેન્ટને લગતી બાબત નથી પરંતુ જીવનની વધુ સારી ગુણવત્તા પૂરી પાડતી અને સપનાં સાકાર કરતી બાબત છે.

લાભાર્થીઓને સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે છેલ્લા 4 વર્ષમાં સરકારે લક્ષ્યને ધ્યાનમાં રાખીને મિશન મોડમાં કામ કર્યું છે. સરકાર દરેક વ્યક્તિને વર્ષ 2022 સુધીમાં એટલે કે આપણી આઝાદીને 75 વર્ષ પૂરાં થાય ત્યાં સુધીમાં આવાસ મળી રહે તે બાબત ધ્યાનમાં રાખીને કામ કરી રહી છે. તેમ પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું.

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સરકાર ગ્રામ્ય વિસ્તારોમાં આશરે 3 કરોડ આવાસ અને શહેરી વિસ્તારોમાં 1 કરોડ આવાસના બાંધકામનું આયોજન કરી રહી છે. સરકાર અત્યાર સુધીમાં શહેરી વિસ્તારોમાં 47 લાખથી વધુ આવાસો બાંધવા માટે મંજૂરી આપી ચૂકી છે, જે અગાઉની સરકારે 10 વર્ષમાં આપેલી મંજૂરી કરતાં ચાર ગણા વધારે છે. સમાન પ્રકારે ગ્રામીણ વિસ્તારોમાં એક કરોડ કરતાં વધુ આવાસના બાંધકામ માટે સરકારે મંજૂરી આપી છે, જે અગાઉની સરકારે 10 વર્ષમાં મંજૂર કરેલાં 25 લાખ આવાસ કરતાં 4 ગણા વધારે છે. સરકારે મકાન બાંધવામાં લાગતો 18 માસનો સમય ઘટાડીને 12 માસ કર્યો છે. આ રીતે આશરે છ માસ જેટલી સમયની બચત કરી છે.

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં વર્તમાન સરકારે જે પરિવર્તન કર્યું છે તે બાબત પર ભાર મૂકતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે મકાનનુ કદ પણ વીસ ચો. મીટરથી વધારી 25 ચો. મીટર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આ યોજના હેઠળ આપવામાં આવતી નાણાંકીય સહાયની રકમ પણ અગાઉની રૂ. 70,000 થી 75,000ની ફાળવણી સામે વધારીને રૂ. 1,25,000 કરવામાં આવી છે.

પરામર્શ દરમિયાન પ્રધાનમંત્રીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી આવાસ યોજનાને નાગરિકોના ગૌરવ સાથે જોડવામાં આવી છે અને વધુ મહિલાઓ, દિવ્યાંગ બહેનો અને ભાઈઓ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગ અને લઘુમતી સમુદાયના વ્યક્તિઓને આવાસ ઉપલબ્ધ બની રહે તેની ખાતરી રાખવામાં આવી છે.
લાભાર્થીઓ સાથે વાત કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા (પીએમએવાય) તમામ લોકો માટે રોજગારીની તકો પેદા થઈ છે. આ યોજનાને મજબૂત બનાવવા માટે સરકાર કૌશલ્ય વિકાસ તરફ ધ્યાન આપી રહી છે કે, જેથી આવાસો ઝડપથી બંધાય અને ગુણવત્તાયુક્ત બાંધકામની ખાતરી થાય. એ મુજબ સરકારે આશરે એક લાખ જેટલા કડિયાઓને તાલીમ આપવાની શરૂઆત કરી છે. આ ઉપરાંત સરકારે ઘણા રાજ્યોમાં મહિલા કડિયાઓને પણ તાલીમ આપવાની શરૂઆત કરી છે અને એ દ્વારા મહિલા સશક્તિકરણમાં વધારો કર્યો છે.

પ્રધાનમંત્રી સાથે વાર્તાલાપ કરતાં તમામ લાભાર્થીઓએ એ બાબતો વ્યક્ત હતી કે તેઓ હંમેશાં પોતાનું મકાન હોય તેવું સપનું જોતા હતા અને આજે મકાનના માલિક બનવાની ખુશી છે. તેમણે સંવાદમાં એવી બાબતોનું પણ વર્ણન કર્યું હતું કે તેમના જીવનમાં કેવું પરિવર્તન આવ્યું છે અને જીવનની ગુણવત્તામાં કેવું પરિવર્તન થયું છે.

 

 

 

 

 

 

 

Click here to read PM's speech

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...

Prime Minister Shri Narendra Modi paid homage today to Mahatma Gandhi at his statue in the historic Promenade Gardens in Georgetown, Guyana. He recalled Bapu’s eternal values of peace and non-violence which continue to guide humanity. The statue was installed in commemoration of Gandhiji’s 100th birth anniversary in 1969.

Prime Minister also paid floral tribute at the Arya Samaj monument located close by. This monument was unveiled in 2011 in commemoration of 100 years of the Arya Samaj movement in Guyana.