Quoteઅમારી સરકાર અવિરત પ્રયાસ કરી રહી છે કે કોઈ પણ પરિવાર એલપીજી કનેક્શન વિના ન રહે : પ્રધાનમંત્રી મોદી
Quoteમહિલા ઉદ્યમીઓની વધતી સંખ્યા આપણા સમાજ માટે આશીર્વાદરૂપ છે : ઔરંગાબાદમાં પ્રધાનમંત્રી મોદી
Quoteઅમારી સરકાર મહિલાઓને ઉદ્યોગસાહસિક બનાવવા પ્રોત્સાહિત કરવા માટે પ્રતિબદ્ધ છે અને તેમને તમામ સહાય પુરી પડશે : પ્રધાનમંત્રી મોદી

પ્રધાનમંત્રીએ આજે ઔરંગાબાદ ખાતે મહારાષ્ટ્ર રાજ્ય ગ્રામીણ આજીવિકા મિશન (UMED) દ્વારા આયોજિત રાજ્ય સ્તરની મહિલા સક્ષમ મેલાવા એટલે કે સ્વ સહાય જૂથોની સશક્ત મહિલાઓની સભાને સંબોધિત કરી હતી.

 

એકત્ર થયેલી જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ ઉપસ્થિતસશક્ત મહિલાઓને તેમના પોતાના સશક્તિકરણ અને સ્વ સહાય સમૂહો દ્વારા તેમના સમુદાયોમાં આપેલા યોગદાનને બિદરાવ્યું હતું.

 

પ્રધાનમંત્રીએ અવલોકન કર્યું હતું કે ઔરંગાબાદ ઇન્ડસ્ટ્રીયલ સિટી (AURIC) ઔરંગાબાદ શહેરનો મહત્વનો હિસ્સો બની જશે અને નજીકના ભવિષ્યમાં દેશનું મહત્વપૂર્ણ ઔદ્યોગિક કેન્દ્ર બની જશે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, ઔરંગાબાદ દિલ્હી – મુંબઇ ઔદ્યોગિક કોરિડોર માટે પણ મહત્વપૂર્ણ હિસ્સો છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, AURICમાં રોકાણ કરનારી કંપનીઓ સંખ્યાબંધ નોકરીઓનું પણ સર્જન કરશે.

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત પ્રધાનમંત્રીએ પાંચ લાભાર્થીઓને LPG જોડાણોનું વિતરણ કરીને લક્ષિત તારીખ પહેલાં જ 8 કરોડ LPG જોડાણોની સિદ્ધિ ચિહ્નિત કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, લક્ષિત તારીખ કરતા સાત મહિના પહેલાં જ આ લક્ષ્ય હાંસલ કરવામાં આવ્યું છે અને માત્ર મહારાષ્ટ્રમાં જ 44 લાખ ઉજ્જવલા જોડાણો આપવામાં આવ્યા છે. આ લક્ષ્ય હાંસલ કરવાનું શક્ય બનાવવા બદલ પ્રધાનમંત્રીએસાથીઓને વંદન કર્યા હતા અને ઉમેર્યું હતું કે, ચુલામાંથી નીકળતા ધુમાડાના કારણે મહિલાઓના સ્વાસ્થ્યમાં થતી તકલીફોની આપણી ચિંતાના કારણે આ લક્ષ્ય હાંસલ કરવાનું શક્ય બન્યું છે.

|

પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, માત્ર જોડાણો જ આપવામાં આવ્યા છે તેવું નથી પરંતુ,10,000 નવા LPG વિતરકોને સમાવતા નવા સર્વગ્રાહી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં મોટાભાગેગ્રામીણ ભારતમાં વિતરકો નિયુક્ત કરાયા છે. તેમણે કહ્યું હતું કે, “હવે બોટલિંગ પ્લાન્ટ્સ તૈયાર કરવામાં આવ્યા છે. બંદરો નજીક ટર્મિનલ ક્ષમતા વધારવામાં આવી છે અને પાઇપલાઇનનું નેટવર્ક પણ વિસ્તારવામાં આવ્યું છે. 5 કિલોના સિલિન્ડરને પ્રોત્સાહન આપવામાં આવે છે. પાઇપલાઇન દ્વારા પણ ગેસ આપવામાં આવે છે. અમે ઇચ્છીએછે કે એકપણ પરિવાર LPG જોડાણ વગરનો ના રહેવો જોઇએ.”

|

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, મહિલાઓને પાણી મેળવવા માટે આકરી મહેનત કરવાથી મુક્તિ અપાવવા માટે જળ જીવન મિશન શરૂ કરવામાં આવ્યું છે. “જળ જીવન મિશનમાં પાણીની બચત અને દરેકના ઘર સુધી પાણી પહોંચાડવાનું સામેલ છે. સરકાર આગામી પાંચ વર્ષમાં આ માટે રૂ. 3.5 લાખ કરોડનો ખર્ચ કરશે.”

 

શૌચાલય અને પાણી એ ભારતીય મહિલાઓની બે સૌથી મોટી સમસ્યાઓ છે તેવા શ્રી રામ મનોહર લોહિયાના વિધાનને યાદ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જો આ બે સમસ્યાઓ ઉકેલી નાખવામાં આવે તો, મહિલાઓ દેશનું નેતૃત્વ કરી શકે છે. “મરાઠાવાડાને જળ જીવન મિશનથી ખૂબ જ મોટો લાભ મળવા જઇ રહ્યો છે. દેશમાં સૌપ્રથમ વોટર ગ્રીડ મરાઠાવાડામાં તૈયાર કરવામાં આવશે; આનાથી આ પ્રદેશમાં પાણીની ઉપલબ્ધતા વધશે.”

 

સરકારી યોજનાઓમાં લોક ભાગીદારીના મહત્વને ટાંકતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર દરેક ખેડૂતને60 વર્ષની વય પછી પેન્શન આપી રહી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આવા જ પ્રયાસો પ્રાણીઓના રસીકરણ માટે કરવામાં આવી રહ્યા છે.

 

આજીવિકા – રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન મહિલાઓ માટે કમાણીની તકો ઉત્ત્પન્નકરી રહી હોવાનું પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, કેન્દ્રીય અંદાજપત્ર 2019માં ખાસ કરીને SHGને વ્યાજ સબસિડી આપવા માટેની જોગવાઇ કરવામાં આવી છે;SHG સાથે સંકળાયેલા જન ધન ખાતાધારકો રૂપિયા 5000ની ઓવરડ્રાફ્ટ સુવિધા મેળવી શકશે, તેપછી તેમની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે ખાનગી નાણાં ધીરનારાઓ પાસે જવાનું બંધ થઇ જશે તેમ પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું.

|

મહિલાઓના સ્વ સહાય સમૂહોના સશક્તિકરણ માટે હાથ ધરવામાં આવેલી અન્ય પહેલ વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે: “MUDRA યોજના અંતર્ગત, દરેક SHGમાં એક મહિલાને રૂપિયા 1 લાખની લોન મળશે; આનાથી તેમને નવું ઔદ્યોગિક સાહસ શરૂ કરવામાં મદદ મળશે અને તેમનો વ્યવસાય વધારી શકશે. અત્યાર સુધીમાં રૂપિયા 20 કરોડની લોનનું વિતરણ કરવામાં આવ્યું છે જેમાંથી 14 કરોડ રૂપિયા મહિલાઓને ફાળવવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં MUDRA લાભાર્થીઓને 1.5 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે, તેમાંથી 1.25 કરોડ રૂપિયા મહિલાઓને આપવામાં આવ્યા છે.”

 

સકારાત્મક સામાજિક પરિવર્તન લાવવામાં મહિલાઓની ભૂમિકા પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “તમે સામાજિક પરિવર્તનના મહત્વપૂર્ણ પરિચાલકો છો. દીકરી સંતાનને બચાવવા માટે, તેમના શિક્ષણ માટે અને તેમની સુરક્ષા માટે સંખ્યાબંધ પગલાં લેવામાં આવ્યા છે. આપણે સામાજિક દૃશ્ટિકોણમાં પરિવર્તન લાવવાની જરૂર છેઅને તેમાં મહિલાઓની ભૂમિકા ઘણી મહત્વપૂર્ણ છે. મુસ્લિમ મહિલાઓને ત્રણ તલાકની કુપ્રથાથી બચાવવામાં આવી રહી છે. તમારે આ બાબતે લોકજાગૃતિ ફેલાવવી પડશે.”

 

ભારતના ચંદ્રયાન-2 મિશન અંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે: “આપણા વિજ્ઞાનિકોએ મોટું સીમાચિહ્ન હાંસલ કરવાનું નક્કી કર્યું હતું. હું આજે તેમની સાથે હતો; તેઓ ખૂબ જ ભાવુક થઇ ગયા હતા પરંતુ તેમનામાં હજી પણ અપાર જુસ્સો છે. તેઓ ભૂલોમાંથી શીખીને આગળ વધવા માંગે છે.”

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારત ટૂંક સમયમાં પોતાને ખુલ્લામાં શૌચ મુક્ત જાહેર કરશે.

 

સરકાર લોકોને માત્ર મકાન નહીં પરંતુ ઘર આપવા માંગે છે તેવું જણાવતા પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે: “અમે તમને માત્ર ચાર દિવાલોનું માળખું નહીં પરંતુ તમારા સપનાંનું ઘર આપવા માંગીએ છીએ. અમે તેમને તેમાં ઘણી સુવિધાઓ આપવા માંગીએ છીએ. અમે કોઇ નિશ્ચિત રૂપરેખા વગર તેના પર કામ કર્યું છે અને સ્થાનિક જરૂરિયાતોને અનુલક્ષીને ઘર બાંધ્યા છે. અમે વિવિધ યોજનાઓ દ્વારા આપવામાં આવતા લાભો એકીકૃત કરીને તમામ મૂળભૂત જરૂરિયાતો આપવાનો પ્રયાસ કર્યો છે. 1 કરોડ 80 લાખ ઘરો અત્યાર સુધીમાં બાંધવામાં આવ્યા છે. મને વિશ્વાસ છે કે 2022માં આપણે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરીશું ત્યાં સુધીમાં અમે દરેકને પાક્કા મકાનનું લક્ષ્ય પૂર્ણ કરવાનો પ્રયાસ કરીશું.”

 

ઘર આપવાની જોગવાઇ પર વધુ જણાવતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે: “હોમ લોન પર ચુકવેલા વ્યાજ પર રૂપિયા 1.5 લાખ સુધી આવકવેરામાં કપાત આપવામાં આવે છે જેથી મધ્યવર્ગને પોતાનું ઘર મળી શકે. વિવિધ તબક્કે ઘરોના બાંધકામની તસવીરો વેબસાઇટ પર મુકવામાં આવી છે, જેથી પારદર્શકતા આવે અને ફંડનો દુરુપયોગ દૂર કરી શકાય. અમે રીઅલ એસ્ટેટ ક્ષેત્રમાં પારદર્શકતા લાવવા માટે RERA કાયદો લાવ્યા છીએ;આ કાયદો હાલમાં ઘણા રાજ્યોમાં અમલીકૃત છે અને લાખો ફ્લેટ આ કાયદા હેઠળ બની રહ્યાં છે.”

|

સરકાર મર્યાદિત ક્ષેત્રમાં કામ કરવા માંગતી નથી પરંતુ તમામ યોજનાઓને વિકાસ માટે લાવવા માંગે છે તેમ જણાવતા પ્રધાનમંત્રીએ આશા વ્યક્ત કરી હતી કે, સરકારની યોજનાઓને સફળ કરવામાં લોકો પણ સારું યોગદાન આપશે.

 

પ્રધાનમંત્રીએ આજેશ્રી ઉમાજી નાયકને તેમની જન્મજયંતિ નિમિત્તેશ્રદ્ધાંજલી આપતા કહ્યું હતુંકે, તેઓ ખૂબ જ સારા સ્વાતંત્ર્ય સેનાની હતા.

 

આ પ્રસંગે, પ્રધાનમંત્રીએ “ટ્રાન્સફોર્મિંગ રૂરલ મહારાષ્ટ્ર” (ગ્રામીણ મહારાષ્ટ્રનો કાયાકલ્પ)નામના પુસ્તકનું વિમોચન કર્યું હતું.

 

મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી ભગતસિંહ ખોશયારી; મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન શ્રી દેવેન્દ્ર ફડણવીસ; કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ તેમજ રેલવે મંત્રી શ્રી પીયૂષ ગોયલ; મહારાષ્ટ્ર સરકારના ગ્રામીણ વિકાસ, મહિલા અને બાળવિકાસ મંત્રી શ્રીમતી પંકજા મુંડે; અને મહારાષ્ટ્ર સરકારના ઉદ્યોગ અને ખાણકામ મંત્રી શ્રી સુભાષ દેસાઇ સહિત અન્ય મહાનુભવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Click here to read full text speech

Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
Govt launches 6-year scheme to boost farming in 100 lagging districts

Media Coverage

Govt launches 6-year scheme to boost farming in 100 lagging districts
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Lieutenant Governor of Jammu & Kashmir meets Prime Minister
July 17, 2025

The Lieutenant Governor of Jammu & Kashmir, Shri Manoj Sinha met the Prime Minister Shri Narendra Modi today in New Delhi.

The PMO India handle on X wrote:

“Lieutenant Governor of Jammu & Kashmir, Shri @manojsinha_ , met Prime Minister @narendramodi.

@OfficeOfLGJandK”