મિત્રો,
ચિબઈ વેક ઉલે
ઇન દમ એમ
મને પ્રધાનમંત્રી તરીકે પહેલી વખત મિઝોરમ આવવાની તક સાંપડી છે. આપણે ઉત્તરપૂર્વનાં રાજ્યોને Eight Sisters કહીએ છીએ. તેમાં આ જ એક રાજ્ય હતું, જ્યાં હું પ્રધાનમંત્રી તરીકે હજુ સુધી આવ્યો નહોતો. એટલે સૌપ્રથમ હું તમારી ક્ષમા માંગું છું. જોકે પ્રધાનમંત્રી બન્યો એ અગાઉ મારે મિઝોરમ આવવાજવાનું થતું હતું. હું અહીંનાં શાંત-સુંદર વાતાવરણ સાથે સારી રીતે પરિચિત છું. અહીંનાં મિલનસાર લોકો વચ્ચે મેં બહુ સારો સમય પસાર કર્યો છે. જ્યારે આજે હું તમારી વચ્ચે આવ્યો છું, ત્યારે એ જૂની યાદો તાજી થઈ જાય એ સ્વાભાવિક છે.
આજે તમારાં સુંદર રાજ્યની મારી મુલાકાતથી ઘણી સારી યાદો તાજી થઈ છે, મિઝોરમનાં માયાળુ લોકો સાથે પસાર કરેલો સારો સમય યાદ આવી ગયો છે. હું શરૂઆતમાં તમને શુભેચ્છા આપું છું અને ખરેખર મિઝોરમનાં લોકોને મેરી ક્રિસ્મસ અને હેપ્પી ન્યૂ યર.
નવું વર્ષ આપ સહુ માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિદાયક બની રહે એવી શુભેચ્છા.
હું થોડાં સમય અગાઉ આઈઝોલ આવ્યો હતો અને અત્યારે ફરી આવીને રોમાંચની લાગણી અનુભવું છું. મિઝોરમ કુદરતી અને દૈવી સુંદરતા ધરાવે છે. આ “પર્વતનાં લોકોની ધરતી” છે.
આ શાંત અને સુંદર ભૂમિ છે.
અહીં લોકો માયાળુ છે અને આતિથ્યસત્કારમાં માને છે.
ભારતમાં સૌથી વધુ સાક્ષરતાનાં દર ધરાવતા રાજ્યો પૈકીનું એક છે.
ઉત્તરપૂર્વી રાજ્યોમાં વિકાસને લઈને અટલજીનાં કાર્યકાળમાં અતિ ગંભીર પ્રયાસ થયાં હતાં. અટલજી કહેતાં હતાં કે આર્થિક સુધારાનો એક મોટો ઉદ્દેશ પ્રાદેશિક ભેદભાવને સંપૂર્ણપણે ખતમ કરવાનો છે. આ દિશામાં તેમણે ઘણાં પગલાં પણ ઉઠાવ્યાં હતાં.
વર્ષ 2014માં અમારી સરકાર બની એટલે એક વખત ફરી અમે સરકારની નીતિઓ અને નિર્ણયોમાં આ વિસ્તારને મહત્ત્વ આપ્યું છે. મેં તો એક નિયમ બનાવી દીધો હતો કે, દર 15 દિવસે કેબિનેટમાંથી કોઈને કોઈ મંત્રી ઉત્તર પૂર્વનાં રાજ્યોની મુલાકાત લેશે. એવું નહીં થાય કે, સવારે આવે, દિવસે કોઈ કાર્યક્રમમાં સામેલ થાય અને સાંજે પરત ફરે. હું ઇચ્છતો હતો કે મંત્રીમંડળના મારાં સાથી અહીં રોકાય, તમારી વચ્ચે રહીને તમારી જરૂરિયાતો સમજે, તેને અનુરૂપ પોતાનાં મંત્રાલયોમાં નીતિઓ બનાવે.
સાથીદારો, મને જણાવવામાં આવ્યું છે કે છેલ્લાં ત્રણ વર્ષમાં મારાં સાથી મંત્રીઓએ ઉત્તરપૂર્વનાં રાજ્યોમાં 150થી વધારે મુલાકાત લીધી છે. અમે આ વિઝનની સાથે કામ કરી રહ્યાં છીએ કે પોતાની પરેશાનીઓ, પોતાની જરૂરિયાતો જણાવવા માટે તમને દિલ્હી સુધી સંદેશ મોકલવો ન પડે, પણ દિલ્હી પોતે તમારી વચ્ચે ચાલીને આવે.
અમે આ પોલિસીને નામ આપ્યું છે – Ministry of DoNER At Your Door-step. મંત્રીઓથી અલગ, ઉત્તર પૂર્વીય ક્ષેત્ર વિકાસ મંત્રાલયનાં સચિવ પણ પોતાનાં અધિકારીઓની સાથે દર મહિને ઉત્તરપૂર્વનાં કોઈનાં કોઈ રાજ્યમાં કેમ્પ કરે છે. સરકારનાં આ પ્રયાસોનું જ પરિણામ છે કે ઉત્તર-પૂર્વની યોજનાઓમાં ઝડપ આવી છે, જે વર્ષોથી અટકેલા પ્રોજેક્ટ હતાં તે અત્યારે ઝડપથી આગળ વધી રહ્યાં છે.
કેન્દ્ર સરકારનાં પ્રયાસોનાં પરિણામે ઉત્તર-પૂર્વ વિસ્તારનાં લાભ માટેની યોજનાઓએ વેગ પકડ્યો છે. વર્ષોથી વિલંબમાં મૂકાયેલા પ્રોજેક્ટ્સ અત્યારે આગળ વધી રહ્યાં છે.
મેં સ્વયંસહાય જૂથો દ્વારા અહીં સ્થાપિત પ્રભાવશાળી પ્રદર્શનની ઝાંખી કરી હતી, જેમાં ઉત્તર-પૂર્વનાં તમામ આઠ રાજ્યોનાં ઉત્પાદનો સામેલ છે. હું આ સ્વયંસહાય જૂથોનાં સભ્યોને તેમની પ્રતિભા અને ક્ષમતા બદલ અભિનંદન આપું છું. કેન્દ્ર સરકાર તેને વિકસાવવા અને ખીલવવા કટિબદ્ધ છે. દીનદયાળ અંત્યોદય યોજનાનાં મુખ્ય ઉદ્દેશો પૈકીનો આ એક ઉદ્દેશ છે.
સ્વયંસહાય જૂથોને નોર્થ ઇસ્ટર્ન ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન દ્વારા પ્રદાન કરવામાં આવેલ ધિરાણ લિન્કેજ મારફતે પણ લાભ થાય છે, જેમાં વ્યાજની સબસિડી કેન્દ્ર સરકાર પૂરી પાડે છે.
મને જણાવવામાં આવ્યું છે કે, ઉત્તર-પૂર્વ વિસ્તારનાં વિકાસ માટેનું મંત્રાલય નોર્થ ઇસ્ટર્ન હેન્ડિક્રાફ્ટ્સ એન્ડ હેન્ડલૂમ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને નોર્થ ઇસ્ટર્ન રિજનલ એગ્રિકલ્ચરલ માર્કેટિંગ કોર્પોરેશનની પ્રવૃત્તિઓને ટેકો પણ આપે છે.
આ સરકારી ક્ષેત્રનાં સાહસો કલાકારો, વણકરો અને ખેડૂતોને માર્કેટિંગ અને ફૂડ પ્રોસેસિંગમાં તાલીમ આપવાનું કામ કરે છે.
સ્થાનિક ઉત્પાદનનાં મૂલ્ય સંવર્ધનને સક્ષમ બનાવવા ઉત્તર-પૂર્વમાં સંભવિત સ્વીકાર્યતા માટે સીએસઆઇઆર, આઇસીએઆર અને આઇઆઇટી જેવી સંસ્થાઓએ વિકસાવેલ ટેકનોલોજી અને ઉત્પાદનોનો અભ્યાસ કરવો જોઈએ.
મિત્રો! આજે આપણે અહીં મિઝોરમનાં ઇતિહાસમાં નોંધપાત્ર સફળતાની ઉજવણી કરવા એકત્ર થયા છીએઃ
60 મેગાવોટનાં ટુઈરિયલ જળવિદ્યુત પ્રોજેક્ટ પૂર્ણ થયો છે અને લોકાર્પણ થયું છે. ઉત્તર પૂર્વ વિસ્તારમાં છેલ્લે કેન્દ્રિય ક્ષેત્રનો છેલ્લો મોટો જળવિદ્યુત પ્રોજેક્ટ કોપિલી સ્ટેજ-2, 13 વર્ષ અગાઉ પૂર્ણ થયો હતો.
ટુઈરિયલ જળવિદ્યુત પ્રોજેક્ટ કેન્દ્રિય ક્ષેત્રનો પ્રથમ મોટો પ્રોજેક્ટ છે, જે મિઝોરમમાં સફળતાપૂર્વક શરૂ થયો છે. રાજ્યમાં આ પ્રથમ મોટો જળવિદ્યુત પ્રોજેક્ટ છે. તે દર વર્ષે 251 મિલિયન યુનિટ વીજળી પેદા કરશે અને રાજ્યનાં સામાજિક-આર્થિક વિકાસને પ્રોત્સાહન આપશે.
આ પ્રોજેક્ટ કાર્યરત થવાની સાથે મિઝોરમ ઉત્તર-પૂર્વમાં સિક્કિમ અને ત્રિપુરા પછી ત્રીજું પાવર-સરપ્લસ સ્ટેટ બની ગયું છે.
આ પ્રોજેક્ટને સૌપ્રથમ પ્રધાનમંત્રી વાજપેયીજીએ 1998માં મંજૂરી આપી હતી, પણ તેમાં વિલંબ થયો હતો.
આ પ્રોજેક્ટ પૂર્ણ થવો ચાલુ પ્રોજેક્ટ પૂર્ણ કરવાની અમારી કટિબદ્ધતાનું અને ઉત્તર પૂર્વ વિસ્તારમાં વિકાસનો નવો યુગ શરૂ થવાનો સંકેત છે.
વીજળી પેદા કરવા ઉપરાંત જળાશયનું પાણી અવરજવર માટેનાં નવા માર્ગો ખોલશે. તેનાથી અંતરિયાળ ગામડાઓને જોડાણ પ્રદાન થશે. આ મોટું જળાશય 45 ચોરસ કિલોમીટર ક્ષેત્રફળમાં પથરાયેલ છે, જેનો ઉપયોગ માછીમારી માટે પણ થઈ શકશે.
આ પ્રોજેક્ટથી ઇકો-ટૂરિઝમને પ્રોત્સાહન મળશે અને પીવાના સ્વચ્છ પાણીનો પુરવઠો મળશે. હું જાણું છું કે રાજ્ય 2100 મેગાવોટ જળવિદ્યુત ક્ષમતા ધરાવે છે, જેમાંથી અમે અત્યાર સુધી થોડો હિસ્સો જ હાંસલ કર્યો છે.
મિઝોરમ શા માટે વીજળીનિ નિકાસ ન કરી શકે એનું મને કારણ દેખાતું નથી. આપણો ઉદ્દેશ ઉત્તર પૂર્વનાં રાજ્યોને પાવર સરપ્લસ બનાવવાનો હોવાની સાથે અત્યાધુનિક ટ્રાન્સમિશન સિસ્ટમ વિકસાવવાનો પણ છે, જેથી વધારાની વીજળી દેશનાં વીજળીની ખાધ ધરાવતા વિસ્તારોમાં હસ્તાંતરિત કરી શકાય.
મારી સરકાર ઉત્તર પૂર્વનાં રાજ્યોમાં પાવર ટ્રાન્સમિશન સિસ્ટમમાં વિસ્તૃત સુધારો કરવા રૂ. 10,000 કરોડનું રોકાણ કરી રહી છે.
સાથીદારો, સ્વતંત્રતાનાં 70 વર્ષ પછી પણ આપણાં દેશમાં 4 કરોડ ઘર એવા છે, જેઓ અત્યાર સુધી વીજળીનું જોડાણ ધરાવતા નથી. તમે અંદાજ લગાવી શકો છો કે તેઓ 18મી સદીનું જીવન જીવવા માટે કેટલી હદે મજબૂર છે. અહીં મિઝોરમમાં પણ હજારો ઘરો એવા છે, જે આજે પણ અંધારામાં જીવન પસાર કરે છે. આવા ઘરોમાં વીજળી પહોંચાડવા માટે સરકારે તાજેતરમાં ‘પ્રધાનમંત્રી સહજ બીજલી – હર ઘર’ યોજના એટલે સૌભાગ્યની શરૂઆત કરી છે. અમારું લક્ષ્યાંક ઝડપથી દેશનાં દરેક ઘરને વીજળીનું જોડાણ આપવાનું છે.
આ યોજના પર આશરે 16,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. જે ગરીબોને આ યોજનાં અંતર્ગત વીજળીનું જોડાણ આપવામાં આવશે, તેની પાસેથી સરકાર કનેક્શન માટે એક પૈસો નહીં લે. અમે ગરીબોનાં જીવનમાં અજવાળું લાવવા ઇચ્છીએ છીએ, તેમની જિંદગીને રોશન કરવા માંગીએ છીએ.
સાથીદારો, જો દેશનાં બાકીનાં વિસ્તારોની સરખામણીએ કરીએ તો સ્પષ્ટપણે દેખાય છે કે ઉત્તરપૂર્વમાં ઉદ્યોગસાહસિકોની સંખ્યામાં જોઈએ એવો વધારો થયો નથી. તેનું એક મુખ્ય કારણ એ છે કે નવયુવાનોને પોતાનાં વેપારધંધા માટે જરૂરી મૂડી મળી શકતી નહોતી. યુવાનોની આ જરૂરિયાતને સમજીને સરકારે પ્રધાનમંત્રી મુદ્રા યોજના, સ્ટાર્ટ અપ ઇન્ડિયા યોજના, સ્ટેન્ડ અપ ઇન્ડિયા યોજના જેવી યોજનાઓની શરૂઆત કરી છે. ઉત્તર-પૂર્વને વિશેષ ધ્યાનમાં રાખીને DoNER મંત્રાલયે 100 કરોડ રૂપિયાની રકમ સાથે એક વેન્ચર કેપિટલ ફંડ પણ બનાવ્યું છે. મિઝોરમનાં યુવાનોને મારો આગ્રહ છે કે તેઓ કેન્દ્ર સરકારની આ યોજનાઓનો વધુને વધુ લાભ ઉઠાવે. અહીંનાં યુવાનો સ્ટાર્ટ અપની દુનિયામાં છવાઈ જવાની ક્ષમતા ધરાવે છે, જુસ્સો ધરાવે છે. ભારત સરકાર આવા યુવાનોને પ્રોત્સાહન અને સાથસહકાર આપવા કટિબદ્ધ છે.
અમને ભારતની યુવા પેઢીની ક્ષમતા અને તાકાત પર ભરોસો છે. અમે ‘ઉદ્યોગસાહસ મારફતે સક્ષમતા’માં માનીએ છીએ, જે નવીનતા અને ઉદ્યોગસાહસ માટે ઉચિત ઇકો-સિસ્ટમ ઊભી કરે છે, જેથી આપણાં દેશમાં આગામી મોટા વિચારો પેદા થઈ શકે, જે માનવજાતને પરિવર્તનનાં પંથે દોરી શકે છે.
વર્ષ 2022માં ભારત આઝાદીનાં 75 વર્ષ પૂર્ણ કરશે. ત્યાં સુધી આગામી પાંચ વર્ષ આપણને વિકાસનાં તમામ ક્ષેત્રોમાં હરણફાળ ભરવા આપણી સફળતા માટે યોજના બનાવવા અને તેનો અમલ કરવાની તક પ્રદાન કરે છે.
વર્ષ 2022 સુધી નવા ભારતનું નિર્માણ કરવા આર્થિક વૃદ્ધિ વધારવા અને વિકાસનાં મીઠાં ફળ તમામ લોકો સુધી પહોંચે એ સુનિશ્ચિત કરવાનાં બે લક્ષ્યાંકો પાર પાડવા અમે કામ કરી રહ્યાં છીએ. સબકા સાથ સબકા વિકાસનાં જુસ્સા સાથે જ્ઞાતિ, જાતિ, ધર્મ, વર્ગ, સંપ્રદાયને આધારે કોઈ પણ પ્રકારનાં ભેદભાવ વિના દરેક ભારતીયને નવી સમૃદ્ધિમાં સમાન તક મળવી જોઈએ.
મારી સરકાર સ્પર્ધાત્મક અને સહકારી સંઘવાદમાં માને છે, જેમાં રાજ્યો વચ્ચે સ્વસ્થ સ્પર્ધા હોય છે. મને વિશ્વાસ છે કે પરિવર્તનનાં મુખ્ય પ્રેરક બળો રાજ્યો છે.
અમે રાજ્યો વચ્ચે સ્વસ્થ સ્પર્ધાને પ્રોત્સાહન મળે એ માટે અનેક પહેલો હાથ ધરી છે. મુખ્યમંત્રીઓની સમિતિએ કેન્દ્ર સરકાર પ્રાયોજિત યોજનાઓને તાર્કિક કરવાની ભલામણો કરી હતી. અમે ભલામણોનો સ્વીકાર કર્યો હતો.
રાજકોષીય અવરોધો હોવા છતાં ઉત્તર પૂર્વનાં રાજ્યો માટે કેન્દ્ર સરકાર પ્રાયોજિત યોજનાઓની વહેંચણી પેટર્ન 90-10 જળવાઈ રહી છે. અન્ય યોજનાઓ માટે આ રેશિયો 80-20 છે.
મિત્રો, જો વિકાસનાં ફળ તમામ નાગરિકો સુધી પહોંચે, તો જ નવા ભારતનું સ્વપ્ન સાકાર થઈ શકશે.
કેન્દ્ર સરકારે આશરે 115 જિલ્લાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની યોજના બનાવી છે, જે વિવિધ સામાજિક સંકેતકો પર પ્રમાણમાં પછાત છે. તેનાથી મિઝોરમ સહિત ઉત્તર પૂર્વનાં રાજ્યનાં પછાત જિલ્લાઓને પણ લાભ થશે.
હજુ ગઈકાલે અમે કેન્દ્ર સરકારની નવી યોજનાને મંજૂરી આપી હતી. ઉત્તર પૂર્વ વિશેષ માળખાગત સુવિધા વિકાસ યોજના (એનઇએસઆઇડીએસ) બે ક્ષેત્રોમાં માળખાનું સર્જન કરીને આ અવરોધો દૂર કરશે.
એક ક્ષેત્ર પાણી પુરવઠા, વીજળી, જોડાણ અને પ્રવાસનને પ્રોત્સાહન આપવાનાં વિશેષ પ્રોજેક્ટ સાથે સંબંધિત ભૌતિક માળખાગત સુવિધાનું છે.
સામાજિક ક્ષેત્રનાં અન્ય પ્રોજેક્ટ શિક્ષણ અને સ્વાસ્થ્ય સાથે સંબંધિત છે. રાજ્ય સરકારો સાથે ઉચિત ચર્ચાવિચારણા કર્યા પછી નવી યોજના બનાવવામાં આવી છે. જોકે સાતત્યતા જાળવી રાખવા એનએલસીપીઆર હેઠળ હાલ ચાલુ વિવિધ પ્રોજેક્ટ માર્ચ, 2022 સુધી પૂર્ણ કરવા માટે ફંડ પ્રદાન કરવામાં આવશે.
એનએલસીપીઆરમાં રાજ્ય સરકારોને 10 ટકા પ્રદાન કરવું પડે છે, જેનાથી વિપરીત નવી યોજનામાં 100 ટકા ફંડિંગ કેન્દ્ર સરકારનું હશે.
કેન્દ્ર સરકાર આગામી ત્રણ વર્ષમાં આ યોજના હેઠળ ઉત્તર પૂર્વ રાજ્યોને રૂ. 5300 કરોડ પ્રદાન કરશે.
ઉત્તર પૂર્વ વિસ્તારનાં વિકાસમાં સૌથી મોટો અવરોધ જોડાણનો અભાવ છે. અમારો ઉદ્દેશ આ વિસ્તારમાં માળખાગત સુવિધામાં રોકાણ કરીને પરિવહન દ્વારા પરિવર્તન લાવવાનો છે.
છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન કેન્દ્ર સરકારે રૂ. 32,000 કરોડનાં રોકાણ સાથે 3800 કિલોમીટરનાં રાષ્ટ્રીય રાજમાર્ગ મંજૂર કર્યા છે, જેમાંથી આશરે 1200 કિલોમીટરનાં માર્ગનું નિર્માણ થઈ ગયું છે.
કેન્દ્ર સરકાર ઉત્તર-પૂર્વમાં સ્પેશ્યલ એક્સલરટેડ રોડ ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ વધુ રૂ. 60,000 કરોડનું રોકાણ કરશે અને આગામી બેથી ત્રણ વર્ષમાં ઉત્તર પૂર્વ વિસ્તારમાં હાઇવે અને રોડનું નેટવર્ક ઊભું કરવા ભારતમાલા હેઠળ રૂ. 30,000 કરોડનું રોકાણ કરશે. અમે રેલવેનાં નકશા પર ઉત્તર પૂર્વનાં રાજ્યોની રાજધાનીઓને લાવવા કટિબદ્ધ છીએ.
ભારત સરકાર રૂ. 47,000 કરોડનાં ખર્ચે 1385 કિલોમીટરની લંબાઈ ધરાવતાં 15 નવા રેલ લાઇન પ્રોજેક્ટનો અમલ કરી રહી છે.
ગયા વર્ષે અસમમાં સિલ્ચરને મિઝોરમમાં ભૈરબી સાથે જોડતી રેલવે લાઇનનું ઉદ્ઘાટન થયું હતું, જેનાં પરિણામે મિઝોરમમાં રેલવે પહોંચી ગઈ છે.
મેં વર્ષ 2014માં આઈઝોલ ને રેલવે જોડાણ સાથે જોડવા નવી લાઇનનો પાયો નાંખ્યો હતો.
રાજ્ય સરકારનાં સાથસહકાર સાથે અમે રાજ્યની રાજધાની આઈઝોલને બ્રોડગેજ રેલવે લાઇન સાથે જોડશે.
કેન્દ્ર સરકાર સક્રિયપણે ‘એક્ટ ઇસ્ટ પોલિસી’નો અમલ કરે છે. દક્ષિણ પૂર્વ એશિયાનાં પ્રવેશદ્વાર તરીકે મિઝોરમને તેનાથી બહુ લાભ થશે. તે મ્યાનમાર અને બાંગ્લાદેશ સાથે વેપાર માટે અવરજવરનો મુખ્ય માર્ગ બની શકે છે.
વિવિધ તબક્કામાં વિવિધ દ્વિપક્ષીય પ્રોજેક્ટ પૂર્ણ થવાનાં તબક્કામાં છે. કેટલીક મોટી પહેલોમાં કલાદાન મલ્ટિ-મોડલ ટ્રાન્ઝિટ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ, રિહ-ટેડિમ રોડ પ્રોજેક્ટ અને બોર્ડર હાટ સામેલ છે.
આ તમામ પ્રોજેક્ટ આર્થિક જોડાણની તક વધારશે તથા ઉત્તર-પૂર્વ વિસ્તારની સંપૂર્ણ આર્થિક વૃદ્ધિ અને વિકાસમાં પ્રદાન કરશે.
મિત્રો, મિઝોરમમાં સાક્ષરતાનો ઊંચો દર, પ્રવાસીઓને આકર્ષે એવી સુંદરતા અને મોટી સંખ્યામાં અંગ્રેજી બોલી શકતાં લોકોની સંખ્યા જેવા પરિબળો રાજ્યને આદર્શ પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે પર્યાપ્ત છે.
રાજ્ય એડવેન્ચર ટૂરિઝમ, સાંસ્કૃતિક પ્રવાસન, ઇકો-ટૂરિઝમ, વન્યજીવ પ્રવાસન અને સમુદાય-આધારિત ગ્રામીણ પ્રવાસન માટે મોટી સંભવિતતા ધરાવે છે. જો તેને સારી રીતે વિકસાવવામાં આવે, તો રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રમાં સૌથી વધુ રોજગારીનું સર્જન થઈ શકે છે. કેન્દ્ર સરકારે છેલ્લાં 2 વર્ષમાં મિઝોરમ માટે રૂ. 194 કરોડનાં બે પ્રવાસન પ્રોજેક્ટને મંજૂરી આપી છે, જેથી ઇકો-ટૂરિઝમ અને એડવેન્ચર ટૂરિઝમને પ્રોત્સાહન મળે. કેન્દ્ર સરકારે આ પ્રોજેક્ટનાં અમલીકરણ માટે રૂ. 115 કરોડની ફાળવણી પણ કરી દીધી છે.
સરકાર પ્રવાસીઓને આકર્ષવાનાં હેતુ સાથે મિઝોરમમાં વિવિધ વન્યજીવ અભયારણ્ય અને રાષ્ટ્રીય પાર્કોની જાળવણી કરવા સહાય પ્રદાન કરવા પણ કટિબદ્ધ છે. ચાલો આપણે સાથે મળીને મિઝોરમને ભારતમાં ટોચનું પ્રવાસન રાજ્ય બનાવીએ.
સાથીદારો, આપણાં દેશનો આ ભાગ બહુ સરળતાપૂર્વક પોતાને Carbon Negative જાહેર કરી શકે છે. આપણાં સાથીદાર અને પડોશી રાષ્ટ્ર ભૂટાને આવું કરી દેખાડ્યું છે. રાજ્ય સરકારો તરફથી પ્રયાસ વધે તો ઉત્તરપૂર્વનાં આઠ રાજ્યો Carbon Negative બની શકે છે. Carbon Negative રાજ્યોની ઓળખ દેશનાં આ વિસ્તારને વિશ્વનાં નકશાં પર એક મોટી બ્રાન્ડ સ્વરૂપે સ્થાપિત કરી શકે છે. આ જ રીતે સિક્કિમે પોતાને 100 ટકા જૈવિક રાજ્ય જાહેર કર્યું છે, એ જ રીતે ઉત્તરપૂર્વનાં અન્ય રાજ્ય પણ આ દિશામાં પોતાનાં પ્રયાસોને વધુ વેગ આપી શકે છે.
જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે પરંપરાગત કૃષિ વિકાસ યોજનાની શરૂઆત કરી છે.
આ અંતર્ગત સરકાર દેશભરમાં 10,000થી વધારે જૈવિક ક્લસ્ટર વિકસિત કરી રહી છે. ઉત્તર-પૂર્વમાં પણ 100 Farmer Producers Organisations બનાવવામાં આવ્યાં છે. તેની સાથે 50,000થી વધારે ખેડૂતોને જોડવામાં આવ્યાં છે. અહીનાં ખેડૂત જૈવિક ઉપ્તાદાનો દિલ્હીમાં વેચી શકે એ માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
સાથીદારો, વર્ષ 2022માં આપણો દેશ આઝાદીનાં 75માં વર્ષની ઉજવણી કરશે. મિઝોરમ એ સંકલ્પ લઈ શકે છે કે વર્ષ 2022 સુધી પોતાને 100 ટકા જૈવિક અને કાર્બન નેગેટીવ રાજ્ય સ્વરૂપે વિકસિત કરી લેશે. હું મિઝોરમનાં લોકોને એ ખાતરી આપવા માંગું છું કે આ સંકલ્પને સિદ્ધ કરવા કેન્દ્ર સરકાર દરેક રીતે તેમની સાથે છે. અમે તમારી નાની-નાની મુશ્કેલીઓ સમજીને તેનું સમાધાન કરી રહ્યાં છીએ. આ માટે હું તમને બામ્બૂ એટલે કે વાંસનું ઉદાહરણ આપવા ઇચ્છું છું.
ઉત્તરપૂર્વનાં લાખો લોકો માટે વાંસ આજીવિકાનો સ્ત્રોત છે. તેનાં પર અત્યારે અતિ કડક નીતિનિયમો લાગુ છે. તમે મંજૂરી વિના ઉત્પાદિત વાંસનું પરિવહન કે વેચાણ કરી શકતાં નથી. અમારી સરકાર આ નિયંત્રણ હળવા કરવાનો આશય ધરાવે છે અને આ માટે નીતિનિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ખેડૂતોને તેમનાં ખેતરોમાં પેદા થતાં વાંસનું વાવેતર કરવા, પરિવહન કરવા અને તેનું વેચાણ કરવા તથા વાંસમાંથી બનતી ચીજવસ્તુઓનું કોઈ પણ જગ્યાએ વેચાણ કરવા માટે કોઈ પરમિટ કે મંજૂરીની જરૂર નથી. તેનાથી લાખો ખેડૂતોને લાભ થશે અને વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનાં સરકારનાં પ્રયાસોને બળ મળશે.
હું મિઝોરમ આવ્યું છું અને ફૂટબોલની વાત ન કરું એવું બની જ ન શકે. અહીંનાં પ્રસિદ્ધ ખેલાડી જે જે લલપેખલુએએ આખા દેશનું ધ્યાન ખેંચ્યું છે. મિઝોરમમાં ફૂટબોલનાં ખેલાડીઓ ઘેરઘેર છે. મને જણાવવામાં આવ્યું છે કે FIFAનો પાયલોટ પ્રોજેક્ટ અને આઇઝોલ ફૂટબોલ ક્લબ સ્થાનિક પ્રતિભાને વધુ મજબૂત કરી રહી છે.
જ્યારે વર્ષ 2014માં મિઝોરમે સૌપ્રથમ વખત સંતોષ ટ્રોફીમાં વિજય મેળવ્યો હતો, ત્યારે આખા દેશનાં ફૂટબોલપ્રેમીઓએ મિઝોરમની પ્રશંસા કરી હતી. હું મિઝોરમનાં લોકોને રમતગમતની દુનિયામાં તેમની સિદ્ધિઓ અને સફળતાઓ બદલ અભિનંદન આપું છું. ફૂટબોલ એક એવો Soft-power છે, જેનાં દમ પર મિઝોરમ આખી દુનિયામાં પોતાની અલગ ઓળખ બનાવી શકે છે.
ફૂટબોલનો સોફ્ટ પાવર મિઝોરમની વૈશ્વિક ઓળખ બની શકે છે. મિઝોરમે અન્ય ઘણાં ઉત્કૃષ્ટ રમતવીરોની ભેટ આપી છે, જેમણે રાજ્ય અને દેશનું નામ રોશન કર્યું છે. તેમાં ઓલિમ્પિયન તીરંદાજ સી. લાલરેમ્સાંગા, બોક્સર જેની લાલરેમ્લિઆની, વેઇટ લિફ્ટર કુમારી લાલછાહિમી અને હોકીની ખેલાડી કુમારી લાલરુઆટફેલી સામેલ છે.
મને ખાતરી છે કે, મિઝોરમ ખેલાડીઓ પૂરાં પાડવાનું ચાલુ રાખશે, જેઓ વિશ્વભરમાં ઉત્કૃષ્ટ દેખાવ કરશે.
સાથીદારો, દુનિયામાં ઘણાં દેશોનું અર્થતંત્ર ફક્ત રમતગમત પર આધારિત છે. જુદી જુદી રમતો માટે જરૂરી વાતાવરણ ઊભું કરીને આવા દેશો દુનિયાભરનાં લોકોને આકર્ષિક કરી રહ્યાં છે. ઉત્તર-પૂર્વમાં રમતગમતની પુષ્કળ ક્ષમતાને જોઈને કેન્દ્ર સરકાર આ વિસ્તારમાં ઇમ્ફાલમાં સ્પોર્ટ્સ યુનીવર્સીટીની સ્થાપના પણ કરી રહી છે.
સ્પોર્ટ્સ યુનિવર્સિટી બન્યાં પછી અહીંનાં યુવાનોને સ્પોર્ટ્સ અને તેની સાથે સંબંધિત દરેક પ્રકારની તાલીમ લેવામાં સરળતા પડશે. અમે તો અહીં યુનીવર્સીટી બન્યાં પછી તેનાં કેમ્પસ ભારતમાં જ નહીં, પણ દુનિયાનાં અન્ય દેશોમાં પણ ખોલવા તૈયાર છીએ, જેથી અહીંનાં ખેલાડીઓ બીજા દેશોમાં જઈને પણ સ્પોર્ટ્સ સાથે સંબંધિત તાલીમ મેળવી શકે.
હું આઈઝોલને રંગબેરંગી સજાવટ અને તહેવારનાં મૂડમાં જોઉં છું. તમે નાતાલની ઉજવણી કરવા માટે તૈયાર થઈ ગયા છો. હું એક વખત ફરી તમને બધાને અને મિઝોરમની જનતાને નાતાલની શુભેચ્છા પાઠવું છું.
ધન્યવાદ.
ઇન વાયા છૂંગા ક-લૌમ એ મંગછા
I am delighted to be in Mizoram. This is my first visit here as PM but I have visited this state before that. I admire the beauty of Mizoram and friendly nature of the people of this state: PM @narendramodi in Aizawl https://t.co/vbG9VFN31Q pic.twitter.com/BPXLSzVScq
— PMO India (@PMOIndia) December 16, 2017
During the tenure of Shri Atal Bihari Vajpayee significant work was done for the development of the Northeast. We have taken forward this vision and are devoting resources for the progress of the Northeast. My ministerial colleagues are frequently visiting the Northeast: PM
— PMO India (@PMOIndia) December 16, 2017
There have been over 150 Ministerial visits. Our initiative- the Ministry of DoNER at your doorstep has added impetus to the development of the Northeast. It has enabled us to understand the aspirations of the Northeast even better: PM @narendramodi in Mizoram
— PMO India (@PMOIndia) December 16, 2017
Today we gather here to celebrate a significant mile-stone in the history of Mizoram: the completion and dedication of the 60 Mega-Watt Tuirial Hydropower Project: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 16, 2017
It is the first large hydropower project in Mizoram. It will boost the socio-economic development of the State: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 16, 2017
The project was first cleared by the Union Government of PM Vajpayee ji, way back in 1998 but got delayed. The completion of this project is a reflection of our commitment to complete ongoing projects and usher in a new era of development in the North Eastern region: PM
— PMO India (@PMOIndia) December 16, 2017
Besides electricity the reservoir water will also open new avenues for navigation. This will provide connectivity to remote villages. The huge reservoir, spread over an area of 45 square kilometres can also be used for development of fisheries: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 16, 2017
This project will boost eco-tourism and provide a source of assured drinking water supply: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 16, 2017
उत्तर-पूर्व को विशेष ध्यान में रखते हुए DONER मंत्रालय ने 100 करोड़ रुपए की राशि से एक वेंचर कैपिटल फंड भी बनाया है: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 16, 2017
मेरा मिजोरम के नौजवानों से आग्रह है कि वो केंद्र सरकार की इन योजनाओं का ज्यादा से ज्यादा फायदा उठाएं। यहां के नौजवान Start up की दुनिया में छा जाने का हौसला रखते हैं, क्षमता रखते हैं। भारत सरकार ऐसे नौजवानों की हैंड होल्डिंग के लिए प्रतिबद्ध है: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 16, 2017
We are betting on the skills and strengths of India's youth. We believe in 'empower through enterprise' - which is creating the right ecosystem for innovation and enterprise to flourish so that our land is home to the next big ideas that can transform humanity: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 16, 2017
Building a New India by 2022 requires us to work towards the twin goals of increasing economic growth as well as ensuring that the fruits of growth are shared by all: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 16, 2017
In the spirit of 'सबका साथ, सबका विकास' every Indian, irrespective of caste, gender, religion, class must have equal opportunities to partake in the new prosperity: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 16, 2017
Vision of New India can be realized only if fruits of development reach all. Government plans to focus on around 115 districts which are relatively backward when evaluated on various indicators. This will benefit backward districts of North Eastern States including Mizoram: PM
— PMO India (@PMOIndia) December 16, 2017
It is said that the lack of connectivity is one of the biggest hurdles in the path of development of the North Eastern Region. My Government wants to do 'Transformation by Transportation' through investment in infrastructure to change the face of the North Eastern Region: PM
— PMO India (@PMOIndia) December 16, 2017
We are committed to bring all the State Capitals of North East Region on the Rail map. The Government of India is executing 15 New Rail Line projects of 1385 kilometers length, at a cost of over Rs.47,000 crore: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 16, 2017
The Union Government has been proactively following the ‘Act East Policy’. As a gate-way to South East Asia, Mizoram stands to gain immensely from this. It can emerge as a key transit point for trade with Myanmar and Bangladesh: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 16, 2017
The high literacy rate, scenic beauty and availability of large English speaking population in Mizoram make for a perfect blend to develop the State as a model tourist destination: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 16, 2017
The Bamboo which is the livelihood for lakhs of people of North East, has been under a very restrictive regulatory regime. Because of this, you cannot transport or sell the Bamboo produced in your own field without the permit: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 16, 2017
Our Government with an aim to reduce this pain, has changed the regulatory regime and now there will be no requirement of any permit or permission for producing, transporting and selling Bamboo and its products produced by farmers in their own fields: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 16, 2017
This will benefit lakhs of farmers and will add to the efforts to double the farmers income by 2022: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 16, 2017