Nobel Prize is the world’s recognition at the highest level for creative ideas, thought and work on fundamental science: PM
Government has a clear vision of where we want India to be in the next 15 years: PM Modi
Our vision in Science and Technology is to make sure that opportunity is available to all our youth: PM Modi
Our scientists have been asked to develop programmes on science teaching in our schools across the country. This will also involve training teachers: PM
India offers an enabling and unique opportunity of a large demographic dividend and the best teachers: PM Modi
Science & technology has emerged as one of the major drivers of socio-economic development: PM

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણીજી,

મારા સાથીદાર કેન્દ્રીય મંત્રી ડો. હર્ષવર્ધનજી,

સ્વીડનના મંત્રી મહામહિમ શ્રીમતી અન્ના એકસ્ટોર્મ,

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલજી,

પ્રતિષ્ઠિત નોબેલ પારિતોષિક વિજેતાઓ,

નોબેલ ફાઉન્ડેશનના વાઇસ-પ્રેસિડન્ટ ડો. ગોરન હાન્સસન,

પ્રિય વૈજ્ઞાનિકો,

લેડિઝ એન્ડ જેન્ટલમેન!

 

ગૂડ ઇવનિંગ!

ચાલો, સૌપ્રથમ ભારત સરકારના બાયોટેકનોલોજી વિભાગ, ગુજરાત સરકાર અને નોબેલ મીડિયાને અભિનંદન આપું છું, જેઓ સાયન્સ સિટીમાં પાંચ અઠવાડિયા આ પ્રદર્શન યોજશે.

હું એક્ઝિબિશન ખુલ્લું મૂકવાની જાહેરાત કરું છું અને આશા છે કે તમને બધાને તેને જોવા જાણવાની તક મળશે.

નોબેલ પ્રાઇઝ મૂળભૂત વિજ્ઞાન પર સર્વોચ્ચ રચનાત્મક વિચારો, નવીનતા અને કામગીરી માટે દુનિયાનો લબ્ધપ્રતિષ્ઠિત પુરસ્કાર છે.

અગાઉ કોઈ પ્રસંગો પર એક, બે કે ત્રણ નોબેલ વિજેતાઓ ભારતની મુલાકાત લેતા હતા તથા મર્યાદિત રીતે વિદ્યાર્થીઓ અને વૈજ્ઞાનિકો સાથે ચર્ચાવિચારણા કરતા હતા.

પણ અત્યારે ગુજરાતમાં એકસાથે ઘણા નોબેલ વિજેતાઓ ભેગા થયા છે અને આપણે ઇતિહાસ રચ્યો છે.

હું અત્યારે અહીં ઉપસ્થિત તમામ નોબેલ વિજેતાઓને હૃદયપૂર્વક આવકારું છું. તમે ભારતના મહત્વપૂર્ણ મિત્રો છો. તમારામાંથી કેટલાકે અગાઉ કેટલીક વખત ભારતની મુલાકાત લીધી હતી. તમારામાંથી એક વિજેતાનો જન્મ અહીં ભારતમાં થયો હતો અને વડોદરામાં તેમણે અભ્યાસ કર્યો હતો!

મને આજે આપણા ઘણા યુવાન વિદ્યાર્થીઓને જોઈને આનંદ થાય છે. હું તમને બધાને તમારા મિત્રો અને પરિવાજનો સાથે આગામી અઠવાડિયાઓમાં સાયન્સ સિટીની મુલાકાત લેવા જણાવું છું.

આપણા વિદ્યાર્થીઓ તમારી સાથે વાતચીત કરવાનો અભૂતપૂર્વ અનુભવ મેળવશે. તેમાંથી તેમને નવા અને મહત્વપૂર્ણ પડકારો ઝીલવા માટે પ્રેરણા મળશે, જેમાં આપણા સહિયારા સ્થાયી ભવિષ્યની ચાવી હશે.

મને ઘણી આશા છે કે આ પ્રદર્શન અને આ શ્રેણી તમારી અને આપણા વિદ્યાર્થીઓ, વિજ્ઞાનના શિક્ષકો અને આપણા વૈજ્ઞાનિકો વચ્ચે મજબૂત કડી બનશે.

મારી સરકાર સ્પષ્ટ વિઝન ધરાવે છે, જ્યાં આપણે આગામી 15 વર્ષમાં ભારતને પહોંચાડવા ઇચ્છીએ છીએ. વિજ્ઞાન અને ટેકનોલોજી પાયો છે, જેના પર એ સ્વપ્ન વ્યૂહરચના અને કામગીરીમાં પરિવર્તિત થશે.

સાયન્સ અને ટેકનોલોજીમાં અમારું વિઝન એ સુનિશ્ચિત કરવાનું છે કે આપણે બધાને તક ઉપલબ્ધ થાય. એ તાલીમ અને ભવિષ્યની તૈયારી આપણા યુવાનોને શ્રેષ્ઠ જગ્યાઓમાં રોજગારી મેળવવાને પાત્ર બનાવવી જોઈએ. એ ભારતને વિજ્ઞાન માટે મહાન સ્થળ બનાવવી જોઈએ. એ આપણને દરિયામાં ઊંડું સંશોધન કરવા સક્ષમ બનાવવા અને સાયબર સિસ્ટમ જેવી મુખ્ય પ્રેરણાત્મક પડકારો ઝીલવા સક્ષમ બનાવવી જોઈએ.

આપણી પાસે એક યોજના છે, જે કામગીરી મારફતે આ વિઝનને સાકાર કરશે.

આપણા વિજ્ઞાનીઓને સમગ્ર દેશમાં આપણી શાળાઓમાં વિજ્ઞાનના અભ્યાસ પર કાર્યક્રમ વિકસાવવાનું કહેવામાં આવ્યું છે. તેમાં શિક્ષકોને તાલીમ આપવાની બાબત પણ સંકળાયેલી હશે.

પછીના તબક્કામાં તેમને કુશળતા અને હાઇ-ટેક તાલીમ એમ બંનેમાં નવા કાર્યક્રમો બનાવવાનું કહેવામાં આવ્યું છે.

આ કાર્યક્રમો તમને નવી નોલેજ ઇકોનોમીમાં રોજગારી મેળવવાને પાત્ર બનાવશે તથા તમને અસરકારક ઉદ્યોગસાહસિકો અને દીર્ઘદ્રષ્ટા વૈજ્ઞાનિકો બનાવશે. તમે અહીં અને દુનિયામાં કોઈ પણ જગ્યાએ પોઝિશન અને રોજગારી માટે સ્પર્ધા ઊભી કરવા સક્ષમ બનશો.

પછી આપણા વૈજ્ઞાનિકો શહેરોમાં આપણી પ્રયોગશાળાઓમાં જોડાશે. તમે વિચારો, સેમિનારો અને સંસાધનો તથા ઉપકરણ વહેંચી શકો છો. આ આપણને વિજ્ઞાનનું વધારે અને શ્રેષ્ઠ જોડાણ કરવાની છૂટ આપશે.

આપણી વિજ્ઞાન સંસ્થાઓ દરેક રાજ્યમાં સ્થાનિક જરૂરિયાતો પ્રમાણે મોટા પાયે વિજ્ઞાનથી સંચાલિત ઉદ્યોગસાહસિકતા અને વેપારવાણિજ્યનું વિસ્તરણ કરશે. તેના પગલે તમારા સ્ટાર્ટ-અપ્સ અને ઉદ્યોગ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરી શકે છે.

આ બીજ ચાલુ વર્ષે જ રોપવા પડશે અને પછી આપણે ક્રમશઃ તેના મીઠા ફળ ચાખીશું.

મારા યુવાન મિત્રો, તમે ભારત અને દુનિયાનું ભવિષ્ય છો. ભારત મોટી સંખ્યામાં વસતિવિષયક લાભ અને શ્રેષ્ઠ શિક્ષકોની વિશિષ્ટ અને સક્ષમ તક પૂરી પાડે છે.

યુવાન વિદ્યાર્થીઓ, તમે એ પ્રવાહ છો, જેમાંથી જ્ઞાન, માહિતી અને કુશળતાનું વાતાવરણ ઊભું થશે. તેનો આધાર તમારી તાલીમ પર છે અને તમારી તાલીમ જ તમારા ભવિષ્યની દિશા અને દશા નિર્ધારિત કરશે.

વિજ્ઞાન અને ટેકનોલોજીના પરિણામે માનવજાતનો વિકાસ થયો છે. માનવ ઇતિહાસમાં મોટી સંખ્યામાં લોકો વિશિષ્ટ ગુણવત્તાયુક્ત જીવન માણે છે.

છતાં ભારતમાં ગરીબી સૌથી મોટો પડકાર છે અને તેમાંથી અનેક પડકારો પેદા થાય છે. તમે ટૂંક સમયમાં વૈજ્ઞાનિક બનશો અને આ પડકારની તમારે અવગણના ન કરવી  જોઈએ.

આપણા વિજ્ઞાનની પરિપક્વતા વિજ્ઞાન અને ટેકનોલોજીના શાણપણયુક્ત ઉપયોગ દ્વારા આપણી પૃથ્વીના જવાબદાર વ્યવહારથી નક્કી થશે.

તમે ટૂંક સમયમાં વૈજ્ઞાનિક બનશો અને તમારા શિરે આપણા ગ્રહનું રક્ષણ કરવાની જવાબદાર હશે.

વળી આપણને નોબેલ એક્ઝિબિશન અને સાયન્સ સિટીમાંથી સ્પષ્ટ પરિણામો મળવા જોઈએ.

આંતરરાષ્ટ્રીય સ્તરે વિજ્ઞાન અને ટેકનોલોજી સામાજિક-આર્થિક વિકાસના મુખ્ય સંચાલક પરિબળોમાંનું એક પરિબળે બન્યું છે.

ભારત દુનિયામાં સૌથી વધુ ઝડપથી વિકસતું અર્થતંત્ર છે, જેમાં વૈજ્ઞાનિક હસ્તક્ષેપો માટે અપેક્ષાઓમાં વધારો થયો છે.

હું નોબેલ પુરસ્કાર શ્રેણીમાંથી ત્રણ પરિણામો જોઈ રહ્યો છું.

પ્રથમ, વિદ્યાર્થીઓ અને તેમના શિક્ષકો સાથે ફોલો અપ. અહીં વિદ્યાર્થીઓ અને શિક્ષકો રાષ્ટ્રીય ‘આઇડિયાથોન’ સ્પર્ધા મારફતે આવ્યા છે અને સમગ્ર દેશમાં પ્રશંસાને પાત્ર બન્યા છે. તેમણે જે દિશા પકડી છે તેના પર તેઓ વધુ ઝડપથી અગ્રેસર થવા જોઈએ, વિચલિત ન થવા જોઈએ.

એક્ઝિબિશનના ગાળા દરમિયાન તમે સમગ્ર ગુજરાતમાં શાળાના શિક્ષકો માટે પણ સત્રો યોજી શકો છો.

બીજું, સ્થાનિક ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન મળશે. આપણા યુવાનો વચ્ચે ઉદ્યોગસાહસિકતાનો જુસ્સો જોવા મળે છે.

આપણા વિજ્ઞાનના મંત્રીઓ અહીં ગુજરાતમાં ઇન્ક્યુબેટર્સ ધરાવે છે. આગામી પાંચ અઠવાડિયામાં તમારે અત્યાધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજી સંચાલિત સ્ટાર્ટ-અપ્સને કેવી રીતે પ્રોત્સાહન મળી શકશે એના પર વર્કશોપ યોજવી જોઈએ.

મને જણાવવામાં આવ્યું છે કે, સ્માર્ટ ફોન બનાવવામાં આશરે 10 નોબેલ પુરસ્કાર વિજેતા શોધોનો ઉપયોગ થાય છે.

ફિઝિક્સમાં પુરસ્કાર જીતવાથી વીજળીના બિલમાં બચત થઈ શકે છે અને સાથે સાથે આપણા ગ્રહ પૃથ્વીનું સંરક્ષણ થઈ શકે છે. ફિઝિક્સમાં 2014નું નોબેલ પારિતોષિક બ્લૂ એલઇડી માટે એનાયત થયું હતું. આ સંશોધન જાપાનના ત્રણ વૈજ્ઞાનિકો આકાસાકી, અમાનો અને નાકામુરા દ્વારા મૂળભૂત સંશોધનનું પરિણામ હતું. જ્યારે તેનો સમન્વય અગાઉ જાણીતી લાલ અને લીલી એલઇડી સાથે કરવામાં આવે છે, ત્યારે સફેદ પ્રકાશના ઉપકરણો બનાવી શકાશે, જે સેંકડો હજારો કલાક સુધી ચાલી શકશે.

આ પ્રકારની ઘણી રોમાંચક શોધો છે, જેને આપણે ઉદ્યોગસાહસિકતા મારફતે લાગુ કરી શકીએ.

ત્રણ, સમાજ પર અસર

ઘણી નોબેલ પુરસ્કાર વિજેતા શોધોએ સ્વાસ્થ્ય અને કૃષિ મારફતે આપણા સમાજ પર ઘણી અસર કરી છે.

ઉદાહરણ તરીકે, જનીન ટેકનોલોજીઓના માધ્યમમાં ઉપયોગી સચોટ દવાઓ અત્યારે વાસ્તવિકતા છે.

આપણે કેન્સર, ડાયાબીટિસ અને ચેપી રોગોનો અભ્યાસ કરવા આ ઉપકરણનો ઉપયોગ કરવો પડશે.

ભારત જેનેરિક્સ અને બાયો-સિમિલર દવાઓના ઉત્પાદનમાં અગ્રણી છે, જેનું મુખ્ય કેન્દ્ર ગુજરાત છે, પણ આપણે હવે નવી બાયો-ટેક શોધોમાં લીડર બનવા પણ પ્રયાસો કરવા જોઈએ.

મને ખુશી છે કે આ પ્રદર્શનનું આયોજન સાયન્સ સિટીમાં થયું છે, જે વિજ્ઞાનના સમુદાયોને જોડે છે.

તે આપણી વૈશ્વિક સમસ્યાઓનું સમાધાન કરવામાં વિદ્યાર્થીઓ જોડાવા માટેનો આદર્શ મંચ છે.

આપણે આ સાયન્સ સિટીને સમગ્ર દેશ અને દુનિયામાંથી યુવાન વિદ્યાર્થીઓ અને વિજ્ઞાનના શિક્ષકો માટે આકર્ષક, વૈશ્વિક કક્ષાનું સ્થળ બનાવવા પ્રયાસ કરીશું. આ વર્ષે કેન્દ્ર અને રાજ્ય સરકારે આ પડકારને ઝીલવો જોઈએ અને સહિયારો પ્રયાસ કરવો જોઈએ.

મારા યુવાન મિત્રો!

વિજેતાઓ વિજ્ઞાનની પરાકાષ્ઠાનું પ્રતિનિધિત્વ કરે છે અને તમારે તેમનામાંથી શીખવું જોઈએ. પણ યાદ રાખો કે મહાન પર્વતમાળાઓમાંથી શિખરનું નિર્માણ થાય છે. કોઈ શિખરનું સ્વતંત્ર અસ્તિત્વ ક્યારેય હોતું નથી.

તમે ભારતનો આધાર અને ભવિષ્ય છો. તમારે નવી શૃંખલાઓનું સર્જન કરવું જોઈએ, જેમાંથી શિખરોનું નિર્માણ થશે. જો આપણે આધાર પર ધ્યાન કેન્દ્રીત કરીશું, આપણી શાળાઓ અને કોલેજોમાં વિજ્ઞાનને વધુ ને વધુ પ્રોત્સાહન આપીશું, તો શિક્ષકો મારફતે ચમત્કારો થઈ શકે છે. ભારત સેંકડો સિદ્ધિઓ મેળવશે. પણ જો આપણે પાયામાં મહેનતની અવગણના કરીશું, તો કોઈ ચમત્કાર નહીં થાય અને સફળતા નહીં મળે.

સાહસિક બનો, પ્રેરણા મેળવો, હિમ્મત કેળવો, તમારી ઇચ્છા અને ક્ષમતાને અનુસરો, અનુકરણ ન કરો. આ કારણે જ આપણા આદરણીય અતિથિઓને સફળતા મળી છે અને તમારે આ જ ગુણો તેમની પાસેથી શીખવા જોઈએ.

હું નોબેલ મીડિયા ફાઉન્ડેશન, ભારત સરકારના બાયોટેકનોલોજી વિભાગ અને ગુજરાત સરકારનો આ પ્રકારના નવીન કાર્યક્રમનું આયોજન કરવા બદલ આભાર માનું છું.

હું આ પ્રદર્શનને ભવ્ય સફળતા મળે તેવી શુભેચ્છા પાઠવું છું અને મને ખાતરી છે કે તમને બધાને તેમાંથી લાભ થશે. 

 

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
When PM Modi Fulfilled A Special Request From 101-Year-Old IFS Officer’s Kin In Kuwait

Media Coverage

When PM Modi Fulfilled A Special Request From 101-Year-Old IFS Officer’s Kin In Kuwait
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Under Rozgar Mela, PM to distribute more than 71,000 appointment letters to newly appointed recruits
December 22, 2024

Prime Minister Shri Narendra Modi will distribute more than 71,000 appointment letters to newly appointed recruits on 23rd December at around 10:30 AM through video conferencing. He will also address the gathering on the occasion.

Rozgar Mela is a step towards fulfilment of the commitment of the Prime Minister to accord highest priority to employment generation. It will provide meaningful opportunities to the youth for their participation in nation building and self empowerment.

Rozgar Mela will be held at 45 locations across the country. The recruitments are taking place for various Ministries and Departments of the Central Government. The new recruits, selected from across the country will be joining various Ministries/Departments including Ministry of Home Affairs, Department of Posts, Department of Higher Education, Ministry of Health and Family Welfare, Department of Financial Services, among others.